Banaskantha Video : પાલનપુરની ઉમિયા B.ED કોલેજ વિવાદમાં, સંચાલક સામે દોઢ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ

Banaskantha Video : પાલનપુરની ઉમિયા B.ED કોલેજ વિવાદમાં, સંચાલક સામે દોઢ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2024 | 1:34 PM

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ઉમિયા B.ED કોલેજ વિવાદમાં આવી છે. કોલેજના સંચાલક સામે કરોડાની રકમની ઉચાપતની ફરિયાદ નોંધવામાં આવી છે. ભરત બાંટિયા અને તેની પત્ની પુષ્પાબેન સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ઉમિયા B.ED કોલેજ વિવાદમાં આવી છે. કોલેજના સંચાલક સામે કરોડાની રકમની ઉચાપતની ફરિયાદ નોંધવામાં આવી છે. ભરત બાંટિયા અને તેની પત્ની પુષ્પાબેન સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આચાર્યની લાયકાત નહીં હોવા છતા પુષ્પાબેનનું બેંકમાં ખાતું ખોલાવવામાં આવ્યુ હતુ. શિક્ષકના પગાર અને ફીમાં દોઢ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. સહી-સિક્કાનો દુરુપયોગ કરી ગોટાળો કર્યોનો આક્ષેપ કર્યો છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

આ સિવાય સૂત્રો પાસેથી એવી પણ માહિતી સામે આવી રહી છે કે ભરત બાટીયાએ ભાજપના નેતાઓ સાથે ફોટા બતાવીને કોલેજનું સંચાલન મેળવ્યુ હતું. જો કે હાલ તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં તપાસ બાદ જ ખુલાસો થશે.

g clip-path="url(#clip0_868_265)">