અમેરિકાની કોર્ટ દ્વારા અદાણીને જારી કરાયેલા સમન બાદ ફરી ચર્ચામાં આવી ડીપ સ્ટેટ ચાઈનિઝ કંપનીઓ- જાણો ડીપ સ્ટેટ શું છે અને ટ્રમ્પ કેમ હંમેશા તેના વિરોધી રહ્યા છે?

ગૌતમ અદાણી પર અમેરિકી પ્રોસિક્યૂટર્સ તરફથી લગાવાયેલા આરોપો બાદ સમગ્ર ભારતમાં ખળભળાટ મચી ગયો છે. આ કેસ અમેરિકામાં સોલાર પાવર કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપવાનો છે. જેના પર અમેરિકન કોર્ટે ગૌતમ અદાણી સહિત 7 લોકો સામે વોરંટ જારી કર્યું છે. આ વોરંટ બાદ ડીપ સ્ટેટ ચાઈનિઝ કંપનીને લઈને ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે અને બાઈડનનું ચાઈના પ્રત્યેનું નરમ વલણ પણ ખૂલ્લુ પડી ગયુ છે.

અમેરિકાની કોર્ટ દ્વારા અદાણીને જારી કરાયેલા સમન બાદ ફરી ચર્ચામાં આવી ડીપ સ્ટેટ ચાઈનિઝ કંપનીઓ- જાણો ડીપ સ્ટેટ શું છે અને ટ્રમ્પ કેમ હંમેશા તેના વિરોધી રહ્યા છે?
Follow Us:
| Updated on: Nov 21, 2024 | 4:39 PM

ઉદ્યોગપતિ અને બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણી ફરી એકવાર ચર્ચામાં છે. આરોપ છે કે તેમણે ભારતમાં સોલર એનર્જી પ્રોજેક્ટ્સના ટેન્ડર માટે ભારતીય અધિકારીઓને લગભગ 2લાખ 250 કરોડ ($265 મિલિયન)ની લાંચ ઓફર કરી હતી. જે બાદ અદાણી સમૂહના આ પ્રોજેક્ટ્સ માટે અમેરિકી રોકાણકારો પાસેથી ફંડ એકત્ર કરાયુ. આરોપ છે કે અદાણી ગૃપે રોકાણકારોને લાંચ અને ભ્રષ્ટાચારની જાણકારી નથી આપી. આ પ્રોજેક્ટ્સ થી અદાણી ગૃપને 20 વર્ષમાં લગભગ $2 બિલિયનનો નફો થવાનું અનુમાન હતુ. અદાણી પર અમેરિકામાં ધોખાધડી, લાંચ દેવાનો આરોપ સામે આવતા જ કોંગ્રેસ કેન્દ્રની ભાજપ સરકાર પર આક્રમક જોવા મળી રહી છે.

શું છે ડીપ સ્ટેટ?

અમરિકન પ્રોસિક્યુટર્સ દ્વારા અદાણી પર લગાવાયેલા આરોપો બાદ હવે ડીપ સ્ટેટ ફરી ચર્ચામાં આવ્યુ છે. સમગ્ર વિશ્વમાં ડીપ સ્ટેટની ચર્ચા પહેલેથી જ છે. ત્યારે હવે ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ બનવાના છે ત્યારે આ ડીપ સ્ટેટની ચર્ચાએ ફરી જોર પકડ્યુ છે. ડીપ સ્ટેટની થિયરીમાં માનનારાઓનું કહેવુ છે કે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમાંતર ચાલતી સિસ્ટમ છે. જેમા સૈન્ય, ઈન્ટેલિજન્સ અને બ્યૂરોક્રેસીના લોકો સામેલ છે. આ લોકો સરકાર સિવાય પોતાની નીતિઓ લાગુ કરે છે અને વિદેશ નીતિ અને અન્ય નીતિઓને પ્રભાવિત કરે છે. જ્યારે કેટલાક લોકોનું માનવુ છે કે અમેરિકામાં ડીપ સ્ટેટ જેવુ કંઈ નથી. મિલિટરી, ઈન્ટેલિજન્સ અને બ્યૂરોક્રેસીના લોકો અમેરિકાના બંધારણ અને કાયદો વ્યવસ્થા અનુસાર જ કામ કરે છે. ઘણીવાર એવુ બને છે કે ચૂંટાયેલી સરકારોને ડીપ સ્ટેટનું કામ ગમતુ નથી આથી તેઓ આક્ષેપ કરે છે કે ડીપ સ્ટેટ તેમને કામ કરવા દેતુ નથી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમના કાર્યકાળ દરમિયાન આવા આક્ષેપો કરતા રહ્યા છે કે ડીપ ઉદારવાદી અને ડાબેરી વિચારધારાના લોકો વહીવટીપદો પર બિરાજમાન છે અને તેમની નીતિઓને યોગ્ય રીતે થવા દેતા નથી તેને ટેકો આપતા દક્ષિણપંથી જૂથો પણ આવા જ આક્ષેપ કરે છે.

શુ છે ડીપ સ્ટેટ ચાઈનિઝ કંપનીઓ?

ડીપ સ્ટેટ સરકારની જ એક એવી કંપની છે જેનો જાસુસી માટે યુઝ થાય છે. જેવી રીતે ચાઈનાની અલીબાબા. આ પણ ચાઈના સરકારની એવી જ એક કંપની છે. ચાઈનામાં મોટાભાગની કંપનીઓ માત્ર નામ પુરતી ખાનગી હોય છે પરંતુ સરકારની જ કંપની હોય છે અને તેમાં સંપૂર્ણ હસ્તક્ષેપ સરકારનો હોય છે. દુનિયા જાણે છે કે ચાઈનાની દરેક કંપની ડીપ સ્ટેટ કંપની છે. દરેક કંપની પર ચાઈનિઝ ગવર્નમેન્ટનો પુરો કંટ્રોલ હોય છે. દરેક કંપનીએ તેની પાસે રહેલો તમામ ડેટા ચાઈનિઝ ગવર્નમેન્ટને આપવાનો હોય છે ચાહે તે ગમે તે દેશમાં કામ કરી રહી હોય. અને દરેક દેશમાં ડીપ સ્ટેટ ચાઈનિઝ કંપની કાર્યરત હોય જ છે. અનેક ડીપ સ્ટેટ ચાઈનિઝ કંપનીઓ અમેરિકામાં વર્ષોથી કામ કરી રહી છે. ત્યારે સવાલ એ છે કે તો તેમના કેટલાક મોટા ઓનર, ફાઉન્ડર, સીઈઓ કે ચેરમેન વિરુદ્ધ અદાણી જેવુ વોરંટ કેમ નથી નીકળ્યુ. એવુ પણ કહેવાય છે કે બાઈડનનું ચાઈના પ્રત્યે સોફ્ટ વલણ રહ્યુ છે. આથી આજ સુધી તેમણે ચાઈનાની ડીપ સ્ટેટ કંપની સામે વોરંટ નથી કાઢ્યુ.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે સત્તામાં હતા ત્યારે ચાઈનાની આવી કેટલીક ડીપ સ્ટેટ કંપની સામે એક્શન લીધી હતી જેના કારણે ચાઈનિઝ કંપનીની પ્રાઈઝ દુનિયાના તમામ શેર માર્કેટમાં તેજીથી નીચે આવી હતી. ટ્રમ્પે તેમના કાર્યકાળમાં આ ચીની કંપનીઓ પર એટલુ પ્રેશર બનાવ્યુ હતુ કે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાંથી તેમને ડિલિસ્ટ કરવાની પણ ધમકી મળી ગઈ હતી.

શું કહે છે અમેરિકન કાયદો?

લાંચના આરોપોમાં ભારતીય અધિકારીઓ સાથે જોડાયેલો છે.  જો કે, યુએસ કાયદો જણાવે છે કે જો ભ્રષ્ટાચારના કેસમાં યુએસ રોકાણકારો અથવા બજારના હિતોની ચિંતા હોય તો આવા કેસ કોર્ટમાં ચાલી શકે છે. અત્રે એ પણ નોંધનીય છે કે જે સમયગાળામાં લાંચનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તે જ સમયગાળા દરમિયાન 2023માં યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે પણ અદાણી ગ્રુપને લઈને વિવાદાસ્પદ રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુમાં 150 અબજ ડોલરનું નુકસાન થયું હતું.

જો કે હાલ અદાણીને મળેલા સમન સંદર્ભે પણ એવુ કહેવાય રહ્યુ છે કે બાઈડનના કાર્યકાળના હવે ગણ્યા દિવસો રહ્યા છે અને જતા જતા પણ તેમણે લીધેલા કેટલાક નિર્ણયોએ સમગ્ર દુનિયામાં પલીતો ચાંપવાનું કામ કર્યુ છે અને સમગ્ર દુનિયાને યુદ્ધની ગર્તામાં ધકેલવાનું કામ કર્યુ છે.

વિશ્વના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">