પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? પૃથ્વી પર જીવનની શરૂઆત કેવી રીતે થઈ ?
પૃથ્વીની રચના કેવી રીતે થઈ આ એક જટિલ પ્રશ્ન છે. સદીઓથી ચાલી રહેલા વૈજ્ઞાનિક અભ્યાસ અને અવકાશ અવલોકનોના આધારે વિજ્ઞાને આ રહસ્યને અમુક હદ સુધી ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ લેખમાં પૃથ્વીની રચના કેવી રીતે થઈ અને તેની રચનામાં કઈ પ્રક્રિયાઓ અને પરિબળોએ ફાળો આપ્યો છે, તેના વિશે વિસ્તારથી જાણીશું.

બ્રહ્માંડમાં તારાઓ, ગ્રહો અને અન્ય પદાર્થોની રચના કેવી રીતે થઈ તે ખૂબ જટિલ પ્રશ્ન છે. આવો જ એક પ્રશ્ન છે કે આપણી પૃથ્વીની રચના કેવી રીતે થઈ. સદીઓથી ચાલી રહેલા વૈજ્ઞાનિક અભ્યાસ અને અવકાશ અવલોકનોના આધારે વિજ્ઞાને આ રહસ્યને અમુક હદ સુધી ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. પૃથ્વીની રચનાનો ઇતિહાસ આપણા સૌરમંડળના ઇતિહાસથી અલગ નથી. પરંતુ શું તમે જાણો છો કે, પૃથ્વીની રચના કેવી રીતે થઈ અને તેની રચનામાં કઈ પ્રક્રિયાઓ અને પરિબળોએ ફાળો આપ્યો છે ? ત્યારે આ લેખમાં આ તમામ પાસાઓ વિશે વિસ્તારથી જાણીશું. ગેસ અને ધૂળના કણોથી શરૂઆત અબજો વર્ષો પહેલા આકાશગંગાના એક ખૂણામાં ગેસ અને ધૂળના વાદળો ફરતા હતા. તેમાં એક જૂના તારાના અવશેષો પણ હતા જે ઘણા સમય પહેલા સુપરનોવા વિસ્ફોટમાંથી પસાર થયા હતા. ગેસ અને ધૂળના કણો તરતા રહ્યા, પરંતુ શરૂઆતમાં તેઓ...
