Maharashtra Exit Poll: મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી ? જાણો કોને Exit Poll માં મળી બહુમતી

મહારાષ્ટ્રમાં 58 ટકા મતદાન થયું છે, તો ઝારખંડમાં 67 ટકા મતદાન નોંધાયું છે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો જ્યારે ઝારખંડમાં બીજા તબક્કાની 38 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે, મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં મતદાન પૂર્ણ થતા જ એક્ઝિટ પોલ સામે આવ્યા છે, દેશની અલગ અલગ સંસ્થાઓ દ્વારા એક્ઝિટ પોલ આપવામાં આવ્યા છે, ત્યારે જાણો મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે

| Updated on: Nov 20, 2024 | 8:21 PM

મહારાષ્ટ્રમાં 58 ટકા મતદાન થયું છે, તો ઝારખંડમાં 67 ટકા મતદાન નોંધાયું છે મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો જ્યારે ઝારખંડમાં બીજા તબક્કાની 38 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે, મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં મતદાન પૂર્ણ થતા જ એક્ઝિટ પોલ સામે આવ્યા છે, આ એક્ઝિટ પોલ matrizeના છે, જેમાં મહાયુતીની સરકાર બનતી હોવાના નંબર સામે આવ્યા છે.

  • મહાયુતીમાં ભાજપ સાથે એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીનો સમાવેશ થાય છે, હાલ તો matrizeના એક્ઝિટ પોલમાં ભાજપના સાથે પક્ષોની બહુમતી આવે તેવું દેખાઈ રહ્યું છે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 145 સીટ જીતવી જરૂરી છે. મેટ્રિઝના એક્ઝિટ પોલ અનુસાર, મહારાષ્ટ્રમાં એનડીએને 150થી 170 બેઠકો, મહાવિકાસ અઘાડીને 110થી 130 બેઠકો અને અન્યને 8થી 10 બેઠકો મળી શકે છે.
  • રિપબ્લિક પી-માર્કના એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી એનડીએ 137થી 157 બેઠકો જીતશે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન 126થી 146 બેઠકો જીતી શકે છે. અન્યને 2 થી 8 બેઠકો જીતી શકે છે.
  • મહારાષ્ટ્રની 288 સીટો પર કરવામાં આવેલા મેગા લોકપાલ સર્વેમાં બીજેપીના નીતિગત ગઠબંધનને મોટો ફટકો લાગતો જોવા મળી રહ્યો છે. એક્ઝિટ પોલમાં મહાવિકાસ અઘાડીને બહુમતી મળતી દેખાઈ રહી છે. આમાં મહાયુતિને માત્ર 115 થી 128 સીટો જ મળતી દેખાઈ રહી છે, જ્યારે મહા વિકાસ અઘાડી 151 થી 162 સીટો જીતી શકે છે.
  • પીપલ્સ પ્લસ એક્ઝિટ પોલ અનુસાર, મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી મહાયુતિ(NDA) 175થી 195 બેઠકો જીતી શકે છે, મહાવિકાસ અઘાડી 85થી 112 બેઠકો જીતી શકે છે અને અન્ય 7થી 12 બેઠકો જીતી શકે છે.
  • દૈનિક ભાસ્કર પોલ રિપોર્ટરમાં મહારાષ્ટ્રમાં હરીફાઈ જોવી મળી છે, અહીં ઈન્ડિયા એલાયન્સ 135 થી 150 સીટો જીતી શકે છે જ્યારે એનડીએ 125 થી 140 સીટો જીતે તેવી શક્યતા છે. અન્ય પક્ષો 20 થી 25 બેઠકો જીતી શકે છે.
  • ચાણક્ય સ્ટ્રૈટરજીજના એક્ઝિટ પોલ અનુસાર, મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી મહાયુતિ(NDA) 152થી 160 બેઠકો જીતી શકે છે, મહાવિકાસ અઘાડી 130થી 138 બેઠકો જીતી શકે છે અને અન્ય 6થી 8 બેઠકો જીતી શકે છે.
  • ઈલેક્ટોરલ એજના એક્ઝિટ પોલ અનુસાર, મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી મહાયુતિ(NDA) 118 બેઠકો જીતી શકે છે, મહાવિકાસ અઘાડી 150 બેઠકો જીતી શકે છે અને અન્ય 20 બેઠકો જીતી શકે છે.
  • પોલ ડાયરીના એક્ઝિટ પોલ અનુસાર, મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી મહાયુતિ(NDA) 122થી 186 બેઠકો જીતી શકે છે, મહાવિકાસ અઘાડી 69થી 121 બેઠકો જીતી શકે છે અને અન્ય 12થી 29 બેઠકો જીતી શકે છે.
  • લોકશાહી મરાઠી રૂદ્રના એક્ઝિટ પોલ અનુસાર, મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી મહાયુતિ(NDA) 128થી 142 બેઠકો જીતી શકે છે, મહાવિકાસ અઘાડી 125થી 140 બેઠકો જીતી શકે છે અને અન્ય 18થી 23 બેઠકો જીતી શકે છે.
  • એસએએસ ગ્રુપના એક્ઝિટ પોલ અનુસાર, મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી મહાયુતિ(NDA) 127થી 135 બેઠકો જીતી શકે છે, મહાવિકાસ અઘાડી 147થી 155 બેઠકો જીતી શકે છે અને અન્ય 10થી 13 બેઠકો જીતી શકે છે.

આ પણ વાંચો: Jharkhand Exit Poll 2024 : ઝારખંડમાં કોણ કરશે રાજ ? પરિણામ પહેલા જાણો શું કહે છે Exit Poll ?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">