પુતિનની કાર કેમ છે આટલી ખાસ ? PM મોદીની કાર કરતા કેટલી અલગ ?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશ્વના સૌથી શક્તિશાળી લોકોમાંથી એક છે. ત્યારે તેમની ઓફિસિયલ કાર પણ તેમના વ્યક્તિત્વને અનુરૂપ એટલી જ પાવરફુલ છે. આ કારને શું ખાસ બનાવે છે અને તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કારથી કેટલી અલગ છે ?

| Updated on: Nov 21, 2024 | 7:47 PM
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો કાર ચલાવતા ફોટો તમે ઘણી વાર જોયો હશે. વિશ્વના સૌથી શક્તિશાળી લોકોમાંના એક વ્લાદિમીર પુતિનની સત્તાવાર કાર પણ તેમના વ્યક્તિત્વ જેટલી જ શક્તિશાળી છે. તેમની પાસે તેમની સત્તાવાર કાર તરીકે The Aurus Senatનું સ્ટાન્ડર્ડ વર્ઝન અને લિમોઝિન વર્ઝન બંને છે.

1 / 8
Aurus Senat કાર રશિયામાં જ વિકસાવવામાં આવી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના માટે માત્ર રશિયન બનાવટની કાર ઇચ્છતા હતા અને તેમની વિનંતી પર જ આ કાર બ્રાન્ડ વિકસાવવામાં આવી હતી. આ કારને રશિયામાં ‘Russian Rolls Royce’ તરીકે લોકપ્રિયતા મળી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કારમાં લક્ઝરીની કોઈ કમી નથી, જ્યારે સુરક્ષાની બાબતે પણ એવન છે.

2 / 8
જો વ્લાદિમીર પુતિનની 'The Aurus Senat' કારના લુકની વાત કરીએ તો તે કંઈક અંશે રોલ્સ રોયસ ફેન્ટમ જેવી લાગે છે. તેની ફ્રન્ટ ગ્રીલ એકદમ બોલ્ડ છે, જે ક્રોમ પ્લેટેડ છે. આ કારમાં સ્લીક અને ગોળાકાર આકારના LED હેડલેમ્પ્સ છે, જેમાં DRL ઈન્ટિગ્રેટેડ છે.

3 / 8
આ કારની સ્ટ્રેન્થ વિશે વાત કરીએ તો તેમાં બુલેટપ્રૂફ વિન્ડો ટીન્ટેડ છે. તેના 20 ઇંચના એલોય વ્હીલ્સ પણ બુલેટ પ્રુફ છે. આ કાર એટલી મજબૂત છે કે તે બેલેસ્ટિક મિસાઈલના ઝટકાને સહન કરી શકે છે. આ કારને VR10 લેવલ બેલિસ્ટિક પ્રોટેક્શન રેટિંગ છે. તેમાં એક ગુપ્ત દરવાજો છે, જેમાંથી વ્લાદિમીર પુતિન અકસ્માત સમયે બહાર નીકળી શકે છે.

4 / 8
આ કારમાં ખાસ લક્ઝરી ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં સેન્ટ્રલ અને રીઅર બંને જગ્યાએ ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન આપવામાં આવી છે. તો આ કારમાં વિસ્ફોટ પ્રૂફ ફ્યુઅલ ટેન્ક, કમ્યુનિકેશન સિસ્ટમ, એર ફિલ્ટરેશન સિસ્ટમ અને ફાયર એક્સટિંગ્યુશિંગ જેવી સિસ્ટમ્સ પણ આપવામાં આવી છે.

5 / 8
આ કારમાં 4.4 લિટર ટ્વીન ટર્બો V8 પેટ્રોલ હાઇબ્રિડ એન્જિન છે. તે 598 હોર્સ પાવર અને 880 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. આ કાર માત્ર 6 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ પકડી શકે છે. તેમાં 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ છે.

6 / 8
જો કે, ભારતના પીએમ નરેન્દ્ર મોદી પણ સત્તાવાર રીતે બુલેટપ્રુફ કારનો ઉપયોગ કરે છે. આ કાર છે Mercedes-Maybach S650 Guard. આ કાર 15 કિલો સુધીના TNT હુમલાનો સામનો કરી શકે છે. તે સંપૂર્ણપણે બુલેટ પ્રૂફ છે. આ કારને VR10 બેલિસ્ટિક રેટિંગ પણ મળ્યું છે. તેની ફ્યુઅલ ટેન્ક એટેક પ્રૂફ છે. તે ગેસના હુમલાના કિસ્સામાં ફ્રેશ હવા સપ્લાય કરી શકે છે.

7 / 8
PM નરેન્દ્ર મોદીની કારમાં 6 લીટર ટ્વીન ટર્બો V12 એન્જિન છે. તે 630 BHPનો પાવર જનરેટ કરે છે. તેની અંદાજિત કિંમત 12.5 કરોડ રૂપિયા છે. (Images - Getty Images, PTI)

8 / 8

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">