Dudu Bubuની મસ્તી તમને હસાવીને પેટમાં દુખાડી દેશે, કેવો રહ્યો ગોવા જવાનો પ્લાન, જુઓ વીડિયો

આજકાલ સોશિયલ મીડિયા લોકોનું મનોરંજન પુરું પાડે છે, જે રીતે ગુજરાતીમાં ફની બની કાર્ટુન વીડિયો લોકોને ખુબ પસંદ આવે છે. તેવી અન્ય એક જોડી જે દુદુ બબુની છે. તેના ફની વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે.

Dudu Bubuની મસ્તી તમને હસાવીને પેટમાં દુખાડી દેશે, કેવો રહ્યો ગોવા જવાનો પ્લાન, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Nov 21, 2024 | 6:00 PM

ઈનસ્ટાગ્રામ હોય કે કોઈ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય, લોકોનું ખુબ મનોરંજન કરે છે. સોશિયલ મીડિયા પર કોઈ મોટી સંખ્યામાં ઇન્ફ્લુએન્સર ચાહકોનું મનોરંજન કરે છે. કોઈ શાયરી પોસ્ટ કરે છે તો કોઈ રેસીપના વીડિયો, બિઝનેસને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. કેટલાક ઈન્ફલુએન્સર સોશિયલ મીડિયા પર ચાહકોનું મનોરંજન ફની વીડિયો પોસ્ટ કરીને કરતા હોય છે. આવો જ એક વીડિયો હાલ ઈન્સ્ટાગ્રામ પર ધુમ મચાવી રહ્યો છે. તો ચાલો જાણીએ આ વીડિયો કોનો છે અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા કેમ થઈ રહી છે.

સોશિયલ મીડિયા ઈનસ્ટાગ્રામ પ્લેટફોર્મ પર dudu_bubu_fan_નું એક પેજ છે. જેમાં ફની વીડિયો શેર કરવામાં આવ્યા છે. આ વીડિયો અન્ય કોઈના નહિ પરંતુ પતિ પત્નીનો મીઠો અને રમુજ સંવાદે ચાહકોનું મનોરંજન કર્યું છે. તમને જણાવી દઈએ કે, દુદુ બુબુની એક યુટ્યુબ ચેનલ પણ છે. 6.43 સબસ્ક્રાઈબર અને દુદુ બુબુના 448 વીડિયો છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

દુદુ બુબુના કાર્ટુન વીડિયો તમને ખુબ જ પસંદ આવશે, સામાન્ય રીતિ પતિ-પત્ની વચ્ચે દરરોજ મીઠો ઝગડો થતો રહે છે. બસ આવો જ મીઠો ઝગડો કાર્ટુનમાં તમને દુદુ બુબુના વીડિયોમાં જોવા મળશે.

કારણ કે, દુદુ બુબુના વીડિયોમાં પતિ-પત્નીનો મીઠો ઝગડો જોવા મળે છે. ક્યારેક દુદુ બુબુ પર ગુસ્સે થાય છે. તો કેટલાક વીડિયોમાં બુબુ દુદુ સાથે મીઠો ઝગડો કરે છે. હવે તો દુદુ બુબુ એટલા ફેમસ થયા છે કે, તેના ફોલોઅર્સમાં પણ વધારો થઈ રહ્યો છે. તેના વીડિયો અંદાજે 1 થી 2 મિનિટના હોય છે.જો આપણે દુદુ બુબુના એક વીડિયોની વાત કરીએ તો આ વીડિયોમાં ગોવા ટ્રિપની વાત થઈ રહી છે. આ વીડિયો ચાહકોને ખુબ પસંદ આવ્યો છે અને લોકો વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ વીડિયોમાં ગોવા જવાની વાત થઈ રહી છે, અને દુદુ બબુને કહે છે કે તમે મને ગોવા લઈ જશો કે નહિ. જો નહિ લઈ જશો તો હું મમ્મી અને મારા મિત્રો સાથે જઈશ. તમે તમારા મિત્રો સાથે ફરજો હું મારા મિત્રો સાથે ફરીશ. દુદુ કહે છે મે તને કીધું તો છે કે હું મારા મિત્ર સાથે જઈ રહ્યો છું. મારી તૈયારી થઈ ગઈ છે બસ હું નીકળી જ રહ્યો છું. તો બુબુ કહે છે તો હું પણ મારા ફ્રેન્ડસને ફોન કરી દઉં છુ. તમને શું લાગે હું એકલી નહિ જાઉં એમ હું બધું જ કરી શકું છું દુદુ તમે એવું ન સમજતા કે, બુબુ બહુ બિચારી છે. મારી પાસે બહુ બધા પૈસા છે દુદુ મને ડરાવવાની કે ધમકાવવાની જરુર નથી. તમે તમારી મરજીથી ફ્રેન્ડ સાથે જઈ રહ્યા છો તો હું પણ મારા ફ્રેન્ડ સાથે જઈશ.

g clip-path="url(#clip0_868_265)">