…જ્યારે પાકિસ્તાનીઓ ભારતમાં છપાયેલી ચલણી નોટોનો કરતા હતા ઉપયોગ, જાણો શું હતું કારણ

વર્ષ 1947માં વિભાજન બાદ પાકિસ્તાનનો જન્મ થયો, પરંતુ આ નવા રાષ્ટ્રને તેની વહીવટી, આર્થિક અને નાણાકીય વ્યવસ્થા સ્થાપિત કરવામાં મોટા પડકારોનો સામનો કરવો પડ્યો. વિભાજન થતાં જમીનો અને મિલકતોના ભાગલા પાડવામાં આવ્યા. ત્યારે આ લેખમાં જાણીશું કે, પાકિસ્તાન કેમ ભારતીય ચલણનો ઉપયોગ કરતું હતું.

...જ્યારે પાકિસ્તાનીઓ ભારતમાં છપાયેલી ચલણી નોટોનો કરતા હતા ઉપયોગ, જાણો શું હતું કારણ
Indian Currency
Follow Us:
| Updated on: Nov 21, 2024 | 5:32 PM

વર્ષ 1947માં ભારતની ધરતી પર એક રેખા દોરવામાં આવી અને સત્તાવાર રીતે પાકિસ્તાન નામના દેશનો જન્મ થયો, પરંતુ આ નવા રાષ્ટ્રને તેની વહીવટી, આર્થિક અને નાણાકીય વ્યવસ્થા સ્થાપિત કરવામાં મોટા પડકારોનો સામનો કરવો પડ્યો. વિભાજન થતાં જમીનો અને મિલકતોના ભાગલા પાડવામાં આવ્યા. વિભાજન પછી ભારતે નવા રચાયેલા દેશ પાકિસ્તાનના પાયાને મજબૂત કરવા માટે દરેક શક્ય મદદ પૂરી પાડી.

આવી જ એક મદદ પાકિસ્તાન માટે કરન્સી પ્રિન્ટિંગ હતી. કારણ કે ભારતથી અલગ થયા બાદ પાકિસ્તાનની રચના થઈ હતી. આ કારણે વિભાજન પછી તેની પાસે સેન્ટ્રલ બેંક સિસ્ટમ જેવી કોઈ સંસ્થા નહોતી. પાકિસ્તાન પાસે ન તો તેનું પોતાનું ચલણ હતું અને ન તો તેને છાપવા માટે કોઈ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું. પાકિસ્તાનના વિસ્તારોમાં ચલણ છાપી શકે તેવી કોઈ પ્રિન્ટિંગ પ્રેસ કે કોઈ સિસ્ટમ નહોતી. વિભાજન પછી તરત જ, પાકિસ્તાનને તેની અર્થવ્યવસ્થાને સરળતાથી ચલાવવા માટે અસરકારક ચલણની જરૂર હતી.

પાકિસ્તાનને તેની કરન્સીની જરૂરિયાતો પૂરી કરવા માટે ભારત પર નિર્ભર હતું. ભારતીય રિઝર્વ બેંકે આ મુદ્દાને ઉકેલવા માટે પાકિસ્તાનની ચલણ સિસ્ટમને અસ્થાયી રૂપે સંચાલિત કરી હતી. આવી સ્થિતિમાં ભારતમાંથી છપાયેલું ચલણ પાકિસ્તાન પહોંચતું હતું.

Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો
Kidney Stone : ઘોડો દૂર કરશે તમારા શરીરની પથરી, જાણીને ચોંકી જશો આ ટ્રીક
Dry Coconut benefits : શિયાળામાં સૂકું નાળિયેર ખાવાના ફાયદા, હિમોગ્લોબિન વધશે ફટાફટ
ઘરમાં એક સાથે 2 મની પ્લાન્ટ ઉગાડી શકાય ?
આજનું રાશિફળ તારીખ : 21-11-2024
મુકેશ અંબાણીએ 15 રૂપિયાના પ્લાન સાથે લોન્ચ કર્યું JioStar, જાણો

ભારતમાં નોટોનું પ્રિન્ટિંગ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને તેની દેખરેખ હેઠળ કામ કરતી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. ચલણની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે દેશમાં નોટોનું પ્રિન્ટિંગ સુનિયોજિત અને અત્યંત સુરક્ષિત પ્રક્રિયા હેઠળ કરવામાં આવે છે. ભારતીય ચલણી નોટોની પ્રિન્ટીંગ પ્રેસ મહારાષ્ટ્રના નાસિકમાં, મધ્યપ્રદેશના દેવાસમાં, કર્ણાટક મૈસુરમાં અને પશ્ચિમ બંગાળ સાલ્બોનીમાં છે. આ પ્રેસ RBI અને ભારત સરકારની દેખરેખ હેઠળ કામ કરે છે.

ભારત 1948 સુધી પાકિસ્તાન માટે નોટો છાપતું હતું

1948 સુધી પાકિસ્તાન માટે ભારતમાં છપાયેલી નોટો અને સિક્કાઓનો ઉપયોગ થતો હતો. આ નોટો પર ‘પાકિસ્તાન સરકાર’નો સ્ટેમ્પ હતો. આ નોટોનો ઉપયોગ માત્ર પાકિસ્તાનમાં જ થતો હતો. પાકિસ્તાનમાં એપ્રિલ 1948થી નવા સિક્કા અને નોટો છાપવાનું શરૂ થયું. પાકિસ્તાને લગભગ એક વર્ષ સુધી ભારતીય નોટોનો ઉપયોગ કર્યો હતો. જુલાઈ 1948માં પાકિસ્તાને તેની પોતાની ચલણ સિસ્ટમ રજૂ કરી અને સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનની સ્થાપના કરી. આ પછી ભારતીય નોટોનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ નોટો પર સૌથી ઉપર અંગ્રેજીમાં ‘Government of Pakistan’ અને નીચે ઉર્દૂમાં ‘Hukumat-e-Pakistan’ લખેલું હતું. જો કે, પાકિસ્તાન માટે છપાયેલી આ નોટો પર ખુદ ભારતના બેંકિંગ અને ફાઇનાન્સ અધિકારીઓએ સહી કરી હતી. આ નોટો 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા અને 100 રૂપિયાની હતી. બાદમાં 15 જાન્યુઆરી 1952ના રોજ નોટબંધી કરવામાં આવી હતી.

નાસિકના પ્રિન્ટિંગ પ્રેસમાં થતું હતું પ્રિન્ટિંગ

આ નોટો નાસિકની ‘સિક્યોરિટી પ્રિન્ટિંગ પ્રેસ’માં છાપવામાં આવી હતી. આઝાદીના લગભગ બે દાયકા પહેલા 1928માં ભારતમાં કાગળના ચલણની છાપકામ શરૂ થઈ. અવિભાજિત ભારતમાં આ એકમાત્ર પ્રિન્ટિંગ પ્રેસ હતું, જ્યાં નોટો છાપવામાં આવતી હતી. તે સમય દરમિયાન નાશિક પ્રિન્ટિંગ પ્રેસમાં દરરોજ 40 લાખ નોટ છાપવાની ક્ષમતા હતી. એવું માનવામાં આવે છે કે 1948 સુધી બંને દેશોમાં માત્ર ભારતીય ચલણનો ઉપયોગ થતો હતો. શરૂઆતમાં ભારત અને પાકિસ્તાનને નવી નોટો ડિઝાઇન કરવામાં થોડો સમય લાગ્યો હતો.

RBI બંને દેશો માટે કેન્દ્રીય બેંક તરીકે કામ કરતી હતી

તે દરમિયાન RBI ભારત અને પાકિસ્તાન બંને માટે નોટો છાપતી હતી. હકીકતમાં, વિભાજન પછી તરત જ પાકિસ્તાન માટે સેન્ટ્રલ બેંક બનાવવી શક્ય ન હતી. આ પછી બંને દેશો એક કરાર પર પહોંચ્યા, જેનું નામ હતું ‘મોનેટરી સિસ્ટમ અને રિઝર્વ બેંક ઓર્ડર 1947’. તેમાં સંમતિ સધાઈ હતી કે સપ્ટેમ્બર 1948 સુધી આરબીઆઈ પાકિસ્તાન માટે કેન્દ્રીય બેંક તરીકે કામ કરશે. જો કે, પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક તરીકે આરબીઆઈએ 1948માં નિર્ધારિત સમય પહેલા તેની ફરજો સમાપ્ત કરી. આરબીઆઈએ આ નિર્ણય ત્યારે લીધો જ્યારે ‘સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન’ની રચના બરાબર એક મહિના પહેલા થઈ હતી. તે સમયે આરબીઆઈના ગવર્નર સીડી દેશમુખ હતા. બ્રિટિશ રાજે 1943માં પ્રથમ વખત ભારતીયને આરબીઆઈ ગવર્નર બનાવ્યા હતા.

પાકિસ્તાન સરકારે ઓક્ટોબર 1948માં તેની પ્રથમ નોંટ બહાર પાડી હતી. આ નોટો રૂપિયા 5, 10 અને 100 રૂપિયાની હતી. આ નોટો ઇન્ટેગ્લિયો પ્રક્રિયા હેઠળ છાપવામાં આવી હતી. આ પ્રક્રિયા લંડનની થોમસ ડી લા રુ અને કંપની દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને સૌથી પહેલા 2 રૂપિયાની નોટ છાપી હતી. માર્ચ 1949માં પાકિસ્તાન સરકારે પણ 1 રૂપિયાની નોટ બહાર પાડી હતી. 1953માં સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને ત્યાંની સરકાર વતી નોટ છાપવાની સંપૂર્ણ જવાબદારી લીધી. જો કે, 1980ના દાયકા સુધી પાકિસ્તાન સરકાર 1 રૂપિયાની નોટ છાપતી હતી.

પાકિસ્તાન દ્વારા ભારતીય ચલણી નોટોનો ઉપયોગ વિભાજન પછીના સમયગાળાના અસાધારણ સંજોગોને પ્રતિબિંબિત કરે છે. આ ઘટના જણાવે છે કે કેવી રીતે નવું રાષ્ટ્ર તેના પ્રારંભિક પડકારોનો સામનો કરે છે અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે તાત્કાલિક ઉકેલો અપનાવે છે. ભારતીય ચલણી નોટોનો ઉપયોગ પાકિસ્તાનની પ્રારંભિક આર્થિક વ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ હતો.

ભારતીય ચલણ આ દેશોમાં પણ ચાલતું હતું

1950ના દાયકા સુધી લગભગ તમામ નાણાકીય વ્યવહારો માટે ભારતીય રૂપિયાનો ઉપયોગ સંયુક્ત આરબ અમીરાત, કુવૈત, બહેરીન, ઓમાન અને કતારમાં થતો હતો. અંગ્રેજોએ જ્યારે ભારત પર શાસન કર્યું ત્યારે આ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. ભારતની સાથે સાથે UAE, કુવૈત, બહેરીન, કતાર, ઓમાન જેવા પર્સિયન ગલ્ફ દેશો પર પણ અંગ્રેજોનું નિયંત્રણ હતું.

બ્રિટિશ સરકારે આ બધા દેશો માટે એક સામાન્ય ચલણ રાખ્યું હતું. 1935માં જ્યારે રિઝર્વ બેંકની રચના થઈ ત્યારે તેની કરન્સીને વસાહતી ખાડી દેશોમાં પણ માન્યતા આપવામાં આવી હતી. અંગ્રેજોએ ભારત છોડ્યા પછી પણ આ સિસ્ટમ ચાલુ રહી કારણ કે ગલ્ફ દેશો હજુ પણ અંગ્રેજોના ગુલામ હતા અને બ્રિટિશ સરકારે તેમના માટે અલગ ચલણની વ્યવસ્થા કરી ન હતી. જોકે, બાદમાં ભારતે આ સિસ્ટમમાં ફેરફાર કરવો પડ્યો અને ખાડી દેશો માટે અલગ ચલણ છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ ઉપરાંત તત્કાલિન બર્મા અને હાલની મ્યાનમાર સરકારે પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ 100 રૂપિયાની નોટનો ઉપયોગ કર્યો હતો. 100 રૂપિયાની આ નોટ પર ભારતની સાથે બર્માનું નામ પણ હતું.

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
g clip-path="url(#clip0_868_265)">