શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન

21 નવેમ્બર, 2024

તમામ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને આજ કાલ વધુ ચિંતામાં રહેતા હોય છે.

ત્યારે તમે નહીં જાણતા હોવ કે, B12 ની કમી હાલના સમયમાં લોકોને વધી રહી છે.

એક રિપોર્ટ અનુસાર દેશમાં 47 ટકા લોકોને B12 ની કમી જોવા મળી છે.

લોકો આ વિટામિનને સામાન્ય ગણે છે. પરંતુ શરીરમાં જો B12 ની ઉણપ જણાય તો ઘણી તકલીફ થઈ શકે છે.

બ્રેઇન સેલ થી લઈ બ્લડ સેલ સુધી આ વિટામિન મહત્વનો રોલ ભજવે છે.

મહત્વનું એ છે કે તમારી બોડી આ વિટામિન B12 નું ઉત્પાદન નથી કરતું.

બાહ્ય સોર્સ દ્વારા આ વિટામિન તમારા શરીરને મળે છે.

તમે નહીં જાણતા હોવ પરંતુ તમારી બોડી  વિટામિન B12 સ્ટોર કરીને રાખે છે. જે 3 થી 5 વર્ષના સમયગાળા સુધી સચવાય છે.

વિટામિન B12 ડેરી પ્રોડક્ટમાં વધુ હોય છે. જે ખાવાથી તમારું આ વિટામિન શરીરમાં સારી માત્રામાં જોવા મળે છે.  

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.