“એન્ટી રેગિંગ કમિટીથી કંઈ નહીં થાય, પહેલા તો મેડિકલ કોલેજોમાં સિનિયર-જુનિયરનું કલ્ચર અને રેગિંગની પરંપરાને ધરમૂળથી તોડવાની જરૂર” – Video

પાટણમાં GMERS મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ એક વિદ્યાર્થીનુ મોત થતા રાજ્યભરની મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે અમદાવાદની બી.જે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ કેટલાક સલામત છે તે જાણવા tv9એ કર્યુ રિયાલિટી ચેક. જેમા વિદ્યાર્થીઓમાં રેગિંગ બાબતે ડરનો માહોલ જોવા મળ્યો.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Nov 18, 2024 | 8:33 PM

પાટણમાં ધારપુર GMERS મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ વિદ્યાર્થીના મોત થતા સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજ્યની તમામ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. ત્યારે અમદાવાદની બી.જે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ કેટલા સલામત છે અન્ટી રેગિંગ કમિટીના કામથી સંતુષ્ટ છે કે કેમ તે જાણવા tv9ની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરાયુ હતુ.

મેડિકલ કોલેજમાં છાશવારે બનતી રેગિંગની ઘટનાઓને લઈને બી.જે. મેડિકલ કોલેજના ડીન હંસા ગોસ્વામીએ જણાવ્યુ કે કોલેજમાં હાલ 28 લોકોની એન્ટી રેગિંગ કમિટી કાર્યરત છે. આ કમિટી દ્વારા 2 મહિને એકવાર લાઈબ્રેરી, હોસ્ટેલ, લેબ સહિતના પોઈન્ટ પર  સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવે છે. રેગિંગની ફરિયાદ મળ્યા બાદ કમિટી દ્વારા 24 કલાકમાં જ કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને એડમિશન સમયે જ એન્ટી રેગિંગના ફોર્મ ભરાવવામાં આવે છે.

“મેડિકલ કોલેજમાં ઈન્ટ્રોના નામે જુનિયર સાથે રેગિંગ કરવામાં આવે છે”

પાટણની મેડિકલ કોલેજમાં સૌરાષ્ટ્રના વિદ્યાર્થીનું રેગિંગ બાદ મોત થયુ હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. આ ઘટના અંગે બી.જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ કે પાટણની ઘટના ઘણી જ દુખદ છે. જો કે વિદ્યાર્થીઓએ છાશવારે ઈન્ટ્રોના નામે સિનિયર દ્વારા થતી રેગિંગની ઘટનાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. વિદ્યાર્થીઓએ જણાવ્યુ કે એન્ટી રેગિંગ કમિટી હોવા છતા અનેક કોલેજમાં આ એક પરંપરાની જેમ ચાલ્યુ આવે છે અને સિનિયર વિદ્યાર્થીઓ આ પ્રકારે જુનિયરને હેરેસ કરે છે. વિદ્યાર્થીઓ જણાવે છે કે હજુ પણ મેડિકલ કોલેજીસમાં સિનિયર જુનિયરનું કલ્ચર મોટા પ્રમાણમાં જોવા મળે છે જે સદંતર રીતે બંધ થવુ જોઈએ.

લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024
કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા
અંબાણી પરિવારની નાની વહુ 23 હજારનુ જીન્સ પહેરી પતિ સંગ ડિનર પર ગઈ

“સિનિયર-જુનિયરની માનસિક્તામાંથી બહાર આવી રેગિંગની પરંપરાને તોડવી ખૂબજ જરૂરી”

મેડિકલ કોલેજમાં ઈન્ટ્રો લેવાના નામે સિનિયર દ્વારા જુનિયર્સનું ફિઝિકલ લેવલે રેગિંગ થતુ હોય છે. આના માટે સરકારે અત્યંત કડક હાથે કામ લેવાની જરૂર છે. રેગિંગને લઈને માર્ગદર્શિકા અને સ્કવોડ તો બનાવી દીધી પણ ક્યાંકને ક્યાંક તેનુ જોઈએ તેવુ ઈમ્પ્લીમેન્ટેશન નથી થઈ રહ્યુ અને તેના જ કારણે સિનિયર વિદ્યાર્થીઓમાં એન્ટી રેગીંગ કમિટીને લઈને કોઈ ડર જોવા મળતો નથી. વિદ્યાર્થીઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે એન્ટી રેગિંગ કમિટી જેવી હોવી જોઈએ એટલી એક્ટિવ નથી. મેન્ટર-મેન્ટી જેવા પ્રોગ્રામનું વધુ ઈમ્પ્લીમેન્ટેશન થતુ નથી, જે કરવાની જરૂર છે. ઉપર લેવલેથી ધરમૂળથી માનસિક્તામાં બદલાવ જરૂરી છે અને રેગિંગ જેવી વસ્તુને તમામ સિનિયરોએ જે પરંપરા બનાવી દીધી છે. તે પરંપરાને જડમૂળમાંથી તોડવામાં આવે તો જ આવી ઘટનાઓ પર રોક લાગશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
ભરૂચમાં પિતા - પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી
ભરૂચમાં પિતા - પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી
g clip-path="url(#clip0_868_265)">