અમદાવાદની શિવમ વિદ્યાલયની મનમાની સામે NSUIએ કર્યો ઉગ્ર વિરોધ, શિક્ષણાધિકારીની નોટિસ બાદ પણ નથી ઉતાર્યો મોબાઈલ ટાવર

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી શિવમ વિદ્યાલયની મનમાની સામે આવી છે. સ્કૂલની ટેરેસ પર રહેલો મોબાઈલ ટાવર હટાવવા અંગે શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી હોવા છતા શાળા દ્વારા આ અંગે કોઈ કામગીરી ન કરાતા NSUIએ આચાર્યની ઓફિસમાં જઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Nov 21, 2024 | 2:20 PM

અમદાવાદની શિવમ વિદ્યાલયે પહેલા તો નિયમોનો ઉલાળિયો કરી શાળાની ટેરેસ પર મોબાઈલ ટાવર લગાવ્યો. આ અંગે NSUIએ શિક્ષણાધિકારીને રજૂઆત કર્યા બાદ શિક્ષણાધિકારીએ 7 દિવસની અંદર મોબાઈલ ટાવર શાળા પરથી હટાવવાની શિવમ વિદ્યાલયને નોટિસ ફટકારી છે. છતા શિવમ વિદ્યાલયના સત્તાધિશો મનમાની કરી રહ્યા છે અને હજુ પણ મોબાઈલ ટાવર હટાવવાની કોઈ જ કામગીરી કરવામાં આવી નથી.

નક્લી નોટો ઉડાડી NSUIએ આચાર્યની ઓફિસમાં કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર

આ જ મુદ્દે NSUI દ્વારા આજે ફરી શાળામાં આચાર્યની ઓફિસમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યા અને નક્લી નોટો ઉડાડી વિરોધ કરવામાં આવ્યો. આ તરફ NSUIના વિરોધને પગલે શાળાએ પણ વિદ્યાર્થીઓને સમય કરતા વહેલા જ ઘરે રવાના કરી દીધા હતા. ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું શાળા મોબાઈલ ટાવર અંગે વિદ્યાર્થીઓને અંધારામાં રાખી રહી છે? શું આ જ કારણે પાપ છુપાવવા જ વિદ્યાર્થીઓ કંઈ સમજે એ પહેલા જ તેમને સમય કરતા વહેલા ઘરે રવાના કરી દેવાયા ?

NSUI ના વિરોધને પગલે શાળાએ નિયમો નેવે મુકી વિદ્યાર્થીઓને ઘરે રવાના કરી દીધા

જો કે સમગ્ર મામલે NSUI દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જ્યાં સુધી શાળા દ્વારા મોબાઈલ ટાવર હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ શાંતિથી બેસશે નહીં. NSUIની રજૂઆત છે કે નિયમ મુજબ કોઈપણ શાળા તેમના પરિસરમાં કે નજીકમાં ક્યાંય પણ મોબાઈલ ટાવર લગાવવાની મંજૂરી આપી શકે નહીં. મોબાઈલ ટાવરમાંથી નીકળતા ખતરનાક રેડિયેશન લોકોના સ્વાસ્થ્ય માટે ઘણા જોખમી હોય છે. આ  રેડિયેશનના કારણે લાંબા ગાળે સ્કિન કેન્સર જેવા જીવલેણ રોગો થઈ શકે છે. આ તમામ બાબતો જાણતી હોવા છતા શિવમ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓના જીવના જોખમે ટેરેસ પર જ મોબાઈલ ટાવર ખડો કરી દેવામાં આવ્યો છે અને ટાવર હટાવવા અંગે શિક્ષણાધિકારીએ નોટિસ આપી હોવા છતા તેની પણ ઉપેક્ષા કરી રહી છે. આ મામલે NSUI પણ કોઈ બાંધછોડ કરવાના મૂડમાં જણાતી નથી.  ત્યારે જોવુ રહ્યુ કે આ હવે મોબાઈલ ટાવર હટે છે કે કેમ !

Dry Coconut benefits : શિયાળામાં સૂકું નાળિયેર ખાવાના ફાયદા, હિમોગ્લોબિન વધશે ફટાફટ
ઘરમાં એક સાથે 2 મની પ્લાન્ટ ઉગાડી શકાય ?
આજનું રાશિફળ તારીખ : 21-11-2024
મુકેશ અંબાણીએ 15 રૂપિયાના પ્લાન સાથે લોન્ચ કર્યું JioStar, જાણો
ઉદ્ધવ, ફડણવીસ, અજિત પવાર કે શિંદે... ચાર નેતાઓમાં કોણ ઉંમરમાં સૌથી મોટા છે?
પૃથ્વીથી મંગળ પર મેસેજ મોકલવામાં કેટલો સમય લાગે ?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
g clip-path="url(#clip0_868_265)">