Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંસદ

સંસદ

સંસદ પ્રજાસત્તાક ભારતમાં કાયદા ઘડનારી સર્વોચ્ચ સભા છે. માત્ર સંસદ જ કાયદા ઘડવા અંગે સર્વોપરીતા ધરાવે છે અને તેથી ભારતમાં તમામ રાજકીય માળખા પર તેની અંતિમ સત્તા રહેલી છે. સંસદમાં ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા સાથે બે ગૃહો છે. બંને ગૃહો નવી દિલ્હીમાં સંસદ ભવનમાં જુદાં જુદાં ખંડોમાં મળે છે. બંને ગૃહના સભ્ય સામાન્ય રીતે સંસદ સભ્ય, સાંસદ કે MP તરીકે ઓળખાય છે. લોકસભાના સંસદ સભ્યો સીધી ચૂંટણી દ્વારા ચૂંટાય છે અને રાજ્યસભાના સંસદ સભ્યો રાજ્ય વિધાનસભાઓના સભ્યો દ્વારા મતદાનથી ચૂંટાય છે.

Read More

PM-GKAY હેઠળ ગુજરાતના 14 કરોડ લોકોને લાભ, 1329 કરોડની ફૂડ સબસિડી પ્રાપ્ત

PM-GKAY હેઠળ, ગુજરાત માટે કેન્દ્ર સરકારે કુલ રૂ. 9,69,614.09 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, FCI દ્વારા 81.35 કરોડ લોકોને મફત અનાજ પુરુ પાડવામાં આવે છે અને આ યોજના હેઠળ 80.56 કરોડ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Breaking News : લોકસભામાં કિરેન રિજિજુ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ, શું છે આરોપ?

કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે, લોકસભામાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ પર ખોટી માહિતી આપવાનો અને સંસદ ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વિશેષાધિકાર ભંગની નોટિસ પાઠવી છે. કોંગ્રેસે રિજિજુ સામે વિશેષાધિકાર અંતર્ગત કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે.

Breaking News : સરકારે સાંસદોને આપી મોટી ભેટ, પગાર, પેન્શન અને DA માં કરાયો આટલો વધારો

સાંસદોનો માસિક પગાર પહેલા રૂ. 1,00,000 હતો જે વધારીને રૂ. 1,24,000 પ્રતિ માસ કરવામાં આવ્યો છે. તે જ સમયે, દૈનિક ભથ્થું 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ સાંસદોનું માસિક પેન્શન પણ 25,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા કરવામાં આવ્યું છે.

8th Pay Commission: આઠમાં પગાર પંચ પર આખરે સરકારે કરી લીધો નિર્ણય, જાણો કેટલા સરકારી કર્મચારીઓને મળશે લાભ

8th Pay Commission Update: 8મા પગાર પંચમાં એક નવું અપડેટ આવ્યું છે. હવે સરકારે સંસદમાં પૂછાયેલા પ્રશ્નોના સત્તાવાર રીતે જવાબ આપ્યા છે જેમાં તેમણે 8મા પગાર પંચ વિશે માહિતી આપી છે. નાણા મંત્રાલયે લોકસભામાં પગાર પંચ, તેના લાભો, સરકાર પર નાણાકીય બોજ અને સંબંધિત મુદ્દાઓ પર પોતાનો જવાબ આપ્યો છે.

ભારતીયોને હથકડી સાથે પરત મોકલવા મુદ્દે સંસદમાં હંગામો, વિપક્ષે સરકારને ઘેરી, પ્રિયંકાએ કહ્યુ મોદી ટ્રમ્પ સારા મિત્રો તો આવુ કેમ?

અમેરિકાએ ભારતીયોને પરત મોકલ્યા તેનાથી વધુ જે પ્રકારે તેઓને મોકલ્યા, તે ચિંતાનો વિષય છે. જાણે કે આ ભારતીયો કોઈ આતંકવાદીઓ હોય તેમ પગમાં અને હાથમાં સાંકળ બાંધીને તેઓને યાતના આપતા હોય તે પ્રકારે ભારત મોકલાયા છે. પરત આવેલા લોકો એવા ઘવાયા છે કે આ ટ્રોમા તેઓ ક્યારેય નહી ભૂલી શકે. આ મામલે હવે વિપક્ષ સરકારને ઘેરી રહી છે તો સરકારનું કહેવું છે કે વર્ષોથી અમેરિકા ગેરકાયદે લોકોને પરત મોકલી રહી છે, આ કોઈ પહેલીવાર નથી

શું ખરેખર આવકવેરાની જૂની કર વ્યવસ્થાનો અંત આવશે ? બજેટમાં સરકારે આપ્યા સંકેત !

બજેટ 2025-2026 માં, સરકારે જૂની કર વ્યવસ્થા અંગે એક મોટો સંકેત આપ્યો છે, જેના કારણે એવું માનવામાં આવે છે કે સરકાર હવે નવી અને જૂની કર વ્યવસ્થામાંથી કોઈ એક જ વ્યવસ્થા ચાલુ રાખવા માંગે છે. જો કે સરકારનું ધ્યાન નવી કર વ્યવસ્થા પર વધુ રહેશે.

12 લાખની કરમુક્તિનો લાભ દેશમાં કેટલા લોકોને મળશે ? નિર્મલા સિતારમણે જણાવ્યું કેવી રીતે ગણાશે વેરો

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે, નવી કર વ્યવસ્થાના સ્લેબમાં ફેરફાર કરવાથી વધુ 1 કરોડ લોકોને કર રાહત મળશે. સરકારે નવી કર વ્યવસ્થા 7 લાખ રૂપિયાથી વધારીને 12 લાખ રૂપિયા કરી દીધી છે. સરકારના આ નિર્ણયને, મધ્યમ વર્ગના લોકો સાથે સીધી અસર માનવામાં આવી રહ્યી છે.

12.12 કલાકે કરોડો નોકરિયાતને નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે એવી તો શું ખુશખબર આપ્યા કે દરેક વ્યક્તિ થઈ આનંદિત ?

દેશના નાણાપ્રધાન નિર્મલા સિતારમણે આજે સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે નાણાકીય વર્ષ 2025-2026નું અંદાજપત્ર રજૂ કર્યું. આ અંદાજપત્રમાં નિર્મલા સિતારમણે, દેશના અર્થતંત્રને વેગવંતુ કરવા માટે અનેક પગલાંઓની જાહેરાત કરી. સમાજના તમામ વર્ગને સ્પર્શતા આ અંદાજપત્રમાં મોટામા મોટી જાહેરાત પગારદાર કરદાતા માટે પણ કરી હતી. જાણો.

સોનું થશે સસ્તું, આર્થિક સર્વેમાં સરકારે કહ્યું – આટલો થશે ઘટાડો

આર્થિક સર્વેક્ષણમાં સોનાના ભાવ અંગે મોટો અંદાજ લગાવવામાં આવ્યો છે. આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે સોનાના ભાવ ઘટવાની શક્યતા છે. જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે. ચાલો તમને જણાવીએ કે આર્થિક સર્વેક્ષણમાં શું દાવો કરવામાં આવ્યો છે.

Poor Lady ! રાષ્ટ્રપતિ પર સોનિયા ગાંધીની ટિપ્પણીએ સર્જ્યો રાજકીય હોબાળો

સંસદના બજેટસત્રના બીજા તબક્કાના પ્રારંભે રાષ્ટ્રપતિના સંબોધન પછી કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું, પરંતુ સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ મુર્મૂના એક કલાક લાંબા ભાષણ પછી રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન સોનિયાને પ્રતિક્રિયા આપતા સાંભળવામાં આવ્યા હતા.

Economic Survey : ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ, 2026 માં GDP 6.8 ટકાના દરે વધશે

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સર્વે 2024-25 રજૂ કર્યો. આર્થિક સર્વેની સમીક્ષા અનુસાર, ભારતનો જીડીપી વૃદ્ધિદર 6.4 ટકા રહેવાની સંભાવના છે. ભારતના અર્થતંત્રને લગતા આર્થિક સર્વે નામુખ્ય મુદ્દાઓ પર કરીએ એક નજર.

JPC on Waqf Bill : વકફ સુધારા બિલને મળી JPC ની મંજૂરી, 14 બદલાવ કરાયા, વિપક્ષના સૂચનો ફગાવી દેવાયા, જાણો વિગત

વકફ સુધારા બિલ 8 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષના વિરોધ બાદ, કેન્દ્ર સરકારે ભાજપના સાંસદ જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળ JPC ની રચના કરી હતી.

Budget 2025 : દેશના 64 વર્ષ જૂના આવકવેરા કાયદામાં થશે ફેરફાર ? સરકાર રજૂ કરી શકે છે નવું બિલ

નવો આવકવેરા કાયદો સંસદના બજેટ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. આ એક નવો કાયદો હશે, હાલના કાયદામાં સુધારો નહીં. હાલમાં કાયદા મંત્રાલય દ્વારા કાયદાના મુસદ્દા પર વિચારણા કરવામાં આવી રહી છે અને તેને બજેટ સત્રના બીજા ભાગમાં સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે.

સંસદમાં ધક્કામુક્કી મુદ્દે રાહુલ ગાંધીને ખખડાવનાર આ સાંસદ વડોદરા પહોંચ્યા, આંબેડકરના અપમાન મુદ્દે કહી આ વાત

વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ સંસદમાં થયેલા હોબાળા અને રાહુલ ગાંધી સાથેના ઘર્ષણ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આંબેડકરના અપમાનના આરોપો અને સંસદની ઓછી પ્રોડક્ટિવિટી અંગે ચિંતા વ્યક્ત કરી છે. જોશીએ કહ્યું કે, કોંગ્રેસના સતત વિરોધ અને હોબાળાને કારણે તેઓ તેમના ત્રણ પ્રશ્નો રજૂ કરી શક્યા નથી.

રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ માટે તેમણે રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ આપી છે.

g clip-path="url(#clip0_868_265)">