સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો, 2 મહિના પહેલા ટોકન અપાયા છતા નંબર નથી આવ્યો, જુઓ Video
સુરતમાં રાશન કાર્ડ માટે E-KYC કરવા માટે લોકોને હાલાકીનો સામનો થઈ રહ્યો છે. સુરત જિલ્લા સહિતના શહેરમાં પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. શહેરની વિવિધ પુરવઠા કચેરીમાં લાંબી - લાંબી કતારો જોવા મળી છે. રેશન કાર્ડના લાભ માટે E-KYC ફરજિયાત કરાઈ છે.
સુરતમાં રાશન કાર્ડ માટે E-KYC કરવા માટે લોકોને હાલાકીનો સામનો થઈ રહ્યો છે. સુરત જિલ્લા સહિતના શહેરમાં પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. શહેરની વિવિધ પુરવઠા કચેરીમાં લાંબી – લાંબી કતારો જોવા મળી છે. રેશન કાર્ડના લાભ માટે E-KYC ફરજિયાત કરાઈ છે. E-KYC માટે પુણા પુરવઠા ઝોન કચેરી પર વહેલી સવારથી લાઈનો લાગી હતી. E-KYC માટે લોકો અનેક દિવસથી ધક્કા ખાઈ રહ્યાં છે. બે મહિના પહેલાં તારીખ માટે ટોકન અપાયા હોવા છતા નંબર નહીં આયો હોવાનું સામે આવ્યુ છે.
દાહોદમાં KYC માટે રાતથી જ લાગી લાઈન
બીજી તરફ દાહોદમાં પણ KYC માટે તાલુકા પંચાયત કચેરી ખાતે રાતથી જ લાઈન લાગી છે. તાલુકા પંચાયતમાં KYCની કામગીરી ધીમીગતિએ ચાલતી હોવાથી લોકોમાં રોષ જોવા મળે છે. પોતાનો નંબર આવે તે માટે કડકડતી ઠંડીમાં લોકો લાઈન લગાવવા મજબૂર બન્યા છે. અવારનવાર KYC માટે ધક્કા ખાતા હોવાનો અરજદારોનો આક્ષેપ કર્યો છે. લાઈનમાં ઉભા હોવા છતાં કામગીરી ન થતી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. કોઈ પણ પ્રકારની યોગ્ય વ્યવસ્થા ન કરાતા લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો છે.