ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી, ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ફિલ્મ જોયા બાદ કરી જાહેરાત, જુઓ Video

ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ ટેકસ ફ્રી, ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ફિલ્મ જોયા બાદ કરી જાહેરાત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2024 | 9:00 AM

ગુજરાતમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. ફિલ્મ નિહાળ્યા બાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ફિલ્મને ટેક્સ ફ્રિ કરવાનું એલાન કર્યું હતુ. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ નિહાળી હતી.

ગુજરાતમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. ફિલ્મ નિહાળ્યા બાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ફિલ્મને ટેક્સ ફ્રિ કરવાનું એલાન કર્યું હતુ. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. CM ભૂપેન્દ્ર પટેલ સાથે જિતેન્દ્ર અને એકતા કપૂર પણ સિટીગોલ્ડ ખાતે હાજર રહ્યાં હતા. તેમજ હર્ષ સંઘવી અને અન્ય નેતાઓએ પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. જો કે સોશિયલ મીડિયા પર મોદી- શાહ પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. ગોધરાકાંડ પર ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ આધારિત છે.

હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ જોયા બાદ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ છે. ગોધરાકાંડના સત્યને દરેક લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે તેવુ જણાવ્યુ છે. દેશના પ્રત્યેક નાગરિકો સમક્ષ સત્ય રજૂ કરતી ફિલ્મ હોવાનું જણાવ્યુ છે. દુનિયાના ખૂણે ખૂણે સાચી માહિતી અને ઘટના પહોંચશે. CM સાથે રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સૌ એક સાથે ફિલ્મ નિહાળી હતી. ધ સાબરમતી રિપોર્ટ ના નિર્મતાનો આભાર માનું છું.

 

g clip-path="url(#clip0_868_265)">