ભાવનગરમાં રખડતી રંઝાડનો ત્રાસ બેફામ, તંત્રની બેદરકારીના પાપે વધુ એક વ્યક્તિનો ગયો જીવ- Video

ભાવનગરમાં રખડતી રંઝાડનો ત્રાસ બેફામ, તંત્રની બેદરકારીના પાપે વધુ એક વ્યક્તિનો ગયો જીવ- Video

Ajit Gadhavi
| Edited By: | Updated on: Nov 21, 2024 | 6:22 PM

ભાવનગરમાં રખડતા ઢોરના ત્રાસે હવે માઝા મુકી છે. અત્યાર સુધીમાં ભાવનગર શહેરના 8 થી 10 લોકોએ રખડતા ઢોરના અડફેટે આવવાથી અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. છતા તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ નિરાકણ કરવામાં આવતુ નથી. ત્યારે તંત્રની બેદરકારીના પાપે વધુ એક યુવકનો જીવ ગયો છે.

ભાવનગરમાં જો તમારે ઘરની બહાર નીકળવું હોય તો તમારા જ જોખમે અને જવાબદારીએ નીકળજો. કારણ કે જો બેદરકાર અને રેઢિયાળ તંત્રના ભરોસે રહ્યા તો એ ભરોસો તમને ભારે પડી શકે છે.

ભાવનગર શહેરમાં તંત્રના પાપે રખડતા ઢોરનો ત્રાસ એવો વધ્યો છે કે લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. ભાવનગરમાં રખડતા ઢોરે અનેક લોકોને અડફેટે લીધા છે. ભાવનગરના તળાજામાં જ રખડતા ઢોરે એક યુવકનો જીવ લઇ લીધો. દેવરાજ સરવૈયા નામનો યુવક વેળાવદરથી તળાજા આવી રહ્યો હતો ત્યારે આખલાએ તેને અડફેટે લીધો. જેના કારણે દેવરાજનું કરૂણ મોત થયું… યુવકના મોતને કારણે તેના પરિવારમાં માતમ છવાયો છે. અગાઉ ભાવનગરનાં પૂર્વ મેયર ગોવિંદ કુકરેજાને આખલાએ અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. ભાવનગર શહેર અને જિલ્લામાં દિન પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે.

ભાવનગર શહેરના પૂર્વ મેયર મેહુલ વડોદરીયાને પણ આખલાએ અડફેટે લેતા તેમને ગંભીર ઇજા પહોંચી છે. પૂર્વ મેયર મેહુલ વડોદરીયા બાઇક પર રૂપાણી સર્કલ પાસે જઇ રહ્યા હતા, ત્યારે અચાનક જ ધસી આવેલા આખલાએ પૂર્વ મેયરને અડફેટે લેતા તેઓ રોડ પર પટકાયા. મેહુલ વડોદરિયાને માથા અને હાથના ભાગે ઇજા પહોંચતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ જીવલેણ બની રહ્યો છે. છતાં મનપા તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">