21 નવેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો, નલિયામાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નોંધાયુ
આજે 21 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
બનાસકાંઠા: પાલનપુરમાં અસામાજિક તત્વોએ ગૌમાતા પર ફેંક્યું એસિડ
બનાસકાંઠા: પાલનપુરમાં અસામાજિક તત્વોએ ગૌમાતા પર એસિડ ફેંક્યું. ખોમાણા નજીક ગૌમાતા પર એસિડ ફેંકતા ગૌમાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઓનલાઈન પશુ સેવા કેન્દ્રમાં જાણ કરાતા તબીબોએ ગૌમાતાની સારવાર કરી. એસિડ ફેંકનારાઓને પકડી કડક કાર્યવાહી કરવાની ગ્રામજનોએ માગ કરી છે. વારંવાર પશુ પર એસિડ છાંટવાની ઘટનાઓથી ગૌ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
-
રાજકોટ: જસદણ માર્કેટ યાર્ડમાં બબાલ
રાજકોટ: જસદણ માર્કેટ યાર્ડમાં બબાલ થઇ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં પહેલાં જ બંધ થઇ. દસ દિવસથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાની રાહ જોઈ રહ્યા છે. 10 ખેડૂતોને આજે ટેકાના ભાવે મગફળી વેચવા બોલાવાયા હતા. ખેડૂતો વહેલી સવારે મગફળી લઈને માર્કેટ યાર્ડ પહોંચ્યા. ખર્ચો કરીને આવેલા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીની ના પાડી. ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા ખેડૂતોએ APMCના ચેરમેનને ફોન કરી ખખડાવ્યા. ચેરમેન અરવિંદ તાગડીયાએ પોતાની જવાબદારી ન હોવાનું કહેતા વાત વણસી.
-
-
ભાવનગર: હેલ્મેટ પહેરવાના નિયમનું કડકપણે પાલન કરાવાશે
ભાવનગર: હેલ્મેટ પહેરવાના નિયમનું કડકપણે પાલન કરાવાશે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને સૂચના આપી છે. હેલ્મેટ વગર જો પકડાયા તો દંડ માટે રહેવું પડશે તૈયાર રોન્ગ સાઈડમાં વાહન ચલાવતા પકડાયા તો પણ થશે કડક કાર્યવાહી. જરૂર પડે વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની પણ સૂચના અપાઈ. અકસ્માતોની વધતી ઘટનાઓને રોકવા રોડ સેફ્ટીના નિયમોનું કડપણે પાલન કરાવાશે.
-
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ ટેકસ ફ્રી
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ ટેકસ ફ્રી થયુ છે. ફિલ્મ નિહાળ્યા બાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ સિટીગોલ્ડ ખાતે નિહાળી હતી. CM ભૂપેન્દ્ર પટેલ સાથે જિતેન્દ્ર અને એકતા કપૂર પણ રહ્યા હાજર. હર્ષ સંઘવી અને અન્ય નેતાઓએ પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી.
-
રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો
રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યુ છે. નલિયામાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. પોરબંદરમાં 15.8, ડીસામાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજકોટ, અમરેલી, કેશોદમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. મહુવા અને વડોદરામાં 17 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 17.4 અને અમદાવાદમાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયુ.
-
ગુજરાતમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ ટેક્સ ફ્રી. ફિલ્મ જોયા બાદ ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કરી જાહેરાત. આજથી સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન. 3 દિવસ સુધી યોજાશે ચિંતન શિબિર. CM સહિતના નેતાઓ અધિકારીઓ રહેશે હાજર. રાજકોટના વિમલ નગર ચોકમાં હિટ એન્ડ રન..કારે અડફેટે લેતા 30 વર્ષીય યુવકનું મોત…અકસ્માત સર્જી કાર ચાલક ફરારપોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી. અલીગઢમાં ટ્રક અને બસ વચ્ચે ટક્કર. અકસ્માતમાં 5 લોકોના મોત. 15થી વધુ યાત્રિકો ઈજાગ્રસ્ત. દિલ્લીમાં પ્રદૂષણ જોખમી સ્તરે. અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર. વજીરપુરમાં AQI સૌથી વધુ 436 નોંધાયો. યમુના નદીના પ્રદૂષણમાં વધારો. નદી પર ઝેરી ફીણની ચાદર જોવા મળી. કાલિંદી કૂંજ વિસ્તારમાં ફીણના ગોટેગોટા જોવા મળ્યા.