વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ, કારેલીબાગ પોલીસ સ્ટેશનના 17 અધિકારી-કર્મચારીની બદલી, જુઓ Video
વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા કેસમાં મુખ્ય આરોપી બાબર પઠાણના ચોથા ભાઈ સહિત બે નવા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે આ કેસમાં કુલ નવ આરોપીઓ પકડાયા છે. પોલીસે બાબર પઠાણ સાથે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરી વીડિયોગ્રાફી પણ કરી છે. આ ઉપરાંત, કારેલીબાગ પોલીસ સ્ટેશનના 17 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.
વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાના કેસમાં મુખ્ય સૂત્રધાર બાબર પઠાણના ચોથા ભાઈ સહિત વધુ બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ હત્યા કેસમાં કુલ નવ આરોપીઓ સકંજામાં આવી ગયા છે. હાલમાં પકડેલા બન્ને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે.
પોલીસે વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાના કેસમાં મુખ્ય સૂત્રધારબાબર પઠાણને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતુ. હત્યાને કઈ રીતે અંજામ આપ્યો તે મુદ્દે પોલીસે આરોપીઓની વીડિયોગ્રાફી કરી પૂછપરછ પણ કરી.
આ તરફ વડોદરાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા મામલે સાગમટે બદલીનો દોર પણ જોવા મળી રહ્યો છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનના 17 અધિકારી અને કર્મચારીઓની બદલી કરાઈ છે. બદલી કરાયેલા સ્થળે તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ કર્યો છે.
Latest Videos