ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે, બેન્જામિન નેતન્યાહુની ધરપકડ માટે જાહેર કર્યું વોરંટ

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ, પૂર્વ રક્ષા મંત્રી યોવ ગાલાંટ અને હમાસના લશ્કરી કમાન્ડર મોહમ્મદ ડેઈફ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. જો કે, ઇઝરાયેલ અને હમાસ બંનેએ આ આરોપોને નકારી કાઢ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2024 | 7:22 PM
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના ન્યાયાધીશોએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ, પૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ અને હમાસના લશ્કરી કમાન્ડર મોહમ્મદ ડેઈફ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ICCએ કહ્યું કે આ નેતાઓ પર ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ દરમિયાન યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધોનો આરોપ છે. કોર્ટે નેતન્યાહુ પર લાગેલા આરોપોની તપાસનો પણ આદેશ આપ્યો છે.

1 / 6
આ બાબત આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ઘણી ચર્ચાનો વિષય બની રહી છે. ઉપરાંત, ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે જુલાઈમાં ગાઝા પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં મોહમ્મદ દેઈફ માર્યો ગયો હતો.

2 / 6
રિપોર્ટ અનુસાર, ICCએ PM નેતન્યાહુ અને ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીને ઈરાદાપૂર્વક પેલેસ્ટિનિયન નાગરિકોને મારવા અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સહાયને ગાઝા સુધી પહોંચતા અટકાવવા માટે દોષિત ઠેરવ્યા હતા, જેના કારણે ત્યાં ભૂખમરો સર્જાયો હતો.

3 / 6
અદાલતને તેની તપાસમાં જાણવા મળ્યું કે, ઇઝરાયલના પીએમએ યુદ્ધના બહાને પેલેસ્ટિનિયન નાગરિકોની હત્યા કરાવી અને ગાઝાના વિનાશનો આદેશ પણ આપ્યો. આ તમામ પાસાઓને ધ્યાનમાં લઈને આઈસીસીના ન્યાયાધીશોએ તેની સામે વોરંટ જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.

4 / 6
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ,  વોરંટ અંગે પોતાનો નિર્ણય તમામ સભ્ય દેશોને મોકલશે. તેમ છતાં આઈસીસીનું વોરંટ સભ્ય દેશો માટે માત્ર એક સલાહ છે, તેઓ તેનું પાલન કરવા બંધાયેલા નથી. આની પાછળનો તર્ક એ છે કે દરેક દેશ પોતાની આંતરિક અને વિદેશ નીતિ નક્કી કરવા માટે સ્વતંત્ર છે. આ કારણોસર, અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની જેમ, ICC પણ તેને સ્વીકારે છે.

5 / 6
ICC કોર્ટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જાહેર કર્યું હતું. તે યુક્રેનમાં નરસંહારના કેસોમાં દોષી સાબિત થયા હતા. આમ છતાં પુતિને ઘણા દેશોની મુલાકાત લીધી છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">