સોમનાથમાં રાજ્ય સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ, કેબિનેટ મંત્રીઓ, કલેક્ટર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિ, વિવિધ મુદ્દે મંથન- Photos

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યુ કે ગુજરાતે આજે વિકાસની જે હરણફાળ ભરી છે તેને વધુ ઉંચાઈએ લઈ જવાનો સામૂહિક અને સર્વગ્રાહી અવસર એટલે ચિંતન શિબિર.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2024 | 8:16 PM
સોમનાથમાં મહાદેવના સાનિધ્યમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. ત્યારે આ મુખ્યમંત્રીએ તેને ગુજરાતને વધુ ઉંચાઈએ પહોંચાડવાનો સર્વગ્રાહી અવસર ગણાવ્યો. સાથોસાથ ઉમેર્યુ કે જનકલ્યાણ અને લોકસેવા એ સરકારનો ધ્યેયમંત્ર છે અને નાના કર્મચારીથી માંડીને મંત્રી સુધી સૌ તે દિશામાં અહર્નિશ કાર્યરત છે.

1 / 7
રાજ્ય સરકારની આ ચિંતન શિબિરમાં  નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત, રાજ્ય સરકારના મંત્રીઓ, મુખ્યમંત્રીરીના મુખ્ય અગ્ર સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, અધિક મુખ્ય સચિવો, વિવિધ ખાતાના વડાઓ, જિલ્લા કલેક્ટર્સ, જિલ્લા વિકાસ અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

2 / 7
વહિવટી સુધારણા પ્રભાગના અગ્રસચિવ શ્રી હારિત શુક્લાએ ત્રિદિવસીય ચિંતન શિબિરની રૂપરેખા આપીને સૌને ચિંતન શિબિરમાં આવકારી જણાવ્યું હતું કે, વડાપ્રધાન  મોદીએ વર્ષ 2003માં શરૂ કરાવેલ ચિંતન શિબિર લક્ષ્ય કેન્દ્રીત વિચારણાની દિશામાં લઈ જાય છે. અગાઉની ચિંતન શિબિરોના મનોમંથનથી આજે વહીવટી તંત્ર દ્વારા રાજ્યમાં અનેક યોજનાઓની સફળ અમલવારી શક્ય બની છે.

3 / 7
મુખ્ય સચિવે ચિંતન શિબિરમાં સામેલ અધિકારીઓ પાસે અપેક્ષા વ્યક્ત કરતા કહ્યું હતું કે, કર્મયોગ એ જ વિકાસનો પર્યાય છે. ચિંતન શિબિરની 11મી કડીમાં “લર્નિંગ એક્સપિરિયન્સીસ”નો નવો આયામ ઉમેરાયો છે. સ્થાનિક કક્ષાએ સહભાગિતા વધારીને 'વર્કર નહીં, પણ લીડર'ના અભિગમથી સંકલ્પ સિદ્ધિ થઈ શકે છે.

4 / 7
રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિર અમૃતકાળમાં યોજાઇ રહી છે. ચિંતન એ સતત ચાલતી પ્રક્રિયા છે. કામ સાથે હેતુને જોડવાથી કામ વધુ આનંદદાયક અને પરિણામલક્ષી બની રહે છે.

5 / 7
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ, અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે, ત્રિદિવસીય ચિંતન શિબિરમાં સૌ એક થઈને, સાથે રહીને એવું ચિંતન કરીએ કે પ્રજાજનોને લોકોને કોઈ તકલીફ ન પડે, દુવિધા ન રહે તેવી પ્રશાસનિક સુશાસન વ્યવસ્થા સુનિશ્ચિત થાય.

6 / 7
 મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આપણી પાસે કોઈ કામ માટે આવતી વ્યક્તિ કે સામાન્ય માનવીને સંતોષ થાય, જો તેનું કામ ન થઈ શકે તેવું હોય તો પણ વિનમ્રતા-વિવેકથી ના કહી શકીએ તેવી કાર્યપદ્ધતિ આપણે ઊભી કરી છે તેને જાળવી રાખવાનું મંથન ચિંતન આ શિબિરના માધ્યમથી થવાનું છે.

7 / 7
Follow Us:
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video

અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ

ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ

મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
g clip-path="url(#clip0_868_265)">