ડોનાલ્ડ ટ્રમ્પ બદલશે બંધારણ ? શું અમેરિકામાં આવી રહી છે તાનાશાહી ?

ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનની એક હોટલમાં પોતાના સમર્થકોને કહ્યું, મને લાગે છે કે હું ફરીથી ચૂંટણી નહીં લડું. પરંતુ જો તમે ઈચ્છો તો હું તેના વિશે વિચારી શકું છું. આ નિવેદન બાદ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અમેરિકામાં કોઈ વ્યક્તિ બે વખત જ રાષ્ટ્રપતિ બની શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ બદલશે બંધારણ ? શું અમેરિકામાં આવી રહી છે તાનાશાહી ?
Donald Trump
Follow Us:
| Updated on: Nov 19, 2024 | 7:30 PM

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પૂરા ઉત્સાહમાં છે. તે પોતાની નવી સરકાર માટે ટીમ પસંદ કરવામાં વ્યસ્ત છે. જો કે, આ દરમિયાન તેમણે કંઈક એવા સંકેત આપ્યા જે છેલ્લા 70 વર્ષમાં કોઈ રાષ્ટ્રપતિ અમેરિકામાં કરી શક્યા નથી. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે તેઓ ત્રીજા કાર્યકાળ માટે પણ તૈયાર છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનની એક હોટલમાં પોતાના સમર્થકોને કહ્યું, મને લાગે છે કે હું ફરીથી ચૂંટણી નહીં લડું. પરંતુ જો તમે ઈચ્છો તો હું તેના વિશે વિચારી શકું છું. ટ્રમ્પના આ નિવેદન બાદ ફરી એકવાર એ ચર્ચાએ જોર પકડ્યું છે, કે શું ટ્રમ્પ બંધારણ બદલશે.

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર દરમિયાન કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ લગાવ્યો હતો કે, જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો, બંધારણ બદલી નાખશે. તેમણે કહ્યું કે જો તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બનશે તો તેઓ અમેરિકન લોકશાહીને તાનાશાહીમાં ફેરવી દેશે. ત્યારે કમલા હેરિસના નિવેદન બાદ હવે ટ્રમ્પના ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાના નિવેદનને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે કે, શું ખરેખર ટ્રમ્પ અમેરિકાનું બંધારણ બદલવા માંગે છે ?

શિયાળામાં મૂળા ખાવાથી થાય છે અનેક લાભ, જાણો
Coffee પીવાથી શરીરને થાય છે આ મોટા ફાયદા ! પણ આ વાતનું રાખો ધ્યાન
Pistachios and Peanuts : પિસ્તા અને મગફળી એક સાથે ખાવાના ફાયદાઓ
આજનું રાશિફળ તારીખ : 10-12-2024
કારમાં ભૂલથી પણ આ વસ્તુઓ ન રાખતા, એરબેગ્સ પણ નહીં ખુલશે અને બ્રેક પણ નહીં લાગે
Income Tax : ભારતમાં આટલી કમાણી પર નથી લાગતો ટેક્સ, જાણી લો

અમેરિકામાં બે વખત રાષ્ટ્રપતિ બનવાની જોગવાઈ છે. ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આ પહેલા તેઓ 2017 થી 2021 સુધી રાષ્ટ્રપતિ રહ્યા હતા. જો ટ્રમ્પને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવું હોય તો તેમણે આ માટે બંધારણમાં સુધારો કરવો પડશે. આ માટે અમેરિકી સંસદ અને રાજ્યોના સમર્થનની જરૂર પડશે.

1951માં બે વખત જ રાષ્ટ્રપતિ બનવાનો નિયમ બન્યો હતો

અગાઉ અમેરિકામાં કોઈ વ્યક્તિ માત્ર બે વખત રાષ્ટ્રપતિ બને તેવી કોઈ જોગવાઈ નહોતી. 1951માં બંધારણમાં 22મો સુધારો કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે અમેરિકામાં વ્યક્તિ માત્ર બે વાર જ રાષ્ટ્રપતિ બની શકશે.

અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન બે કાર્યકાળ પછી નિવૃત્તિ થયા હતા. ત્યારથી રાષ્ટ્રપતિ માટે બે ટર્મથી વધુ સેવા ન આપવાનો અનૌપચારિક નિયમ બની ગયો હતો. આ પછી અમેરિકામાં આ એક પરંપરા બની ગઈ.

31 અમેરિકન રાષ્ટ્રપતિઓમાંથી કોઈએ પણ આ પ્રથા તોડી નહોતી, પરંતુ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટના યુગમાં આ નિયમ તોડવામાં આવ્યો હતો. તેઓ 1933 થી 1945 દરમિયાન ચાર વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

ત્યાર બાદ 1946ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની વાપસી થઈ. 1947માં કેન્દ્ર સરકારમાં વહીવટી ફેરફારો માટે હૂવર કમિશનની રચના કરવામાં આવી હતી. આ કમિશનની ભલામણ પછી 22મા સુધારા દ્વારા રાષ્ટ્રપતિને બે ટર્મથી વધુ સેવા આપતા અટકાવવા માટે કાયદો બનાવવામાં આવ્યો હતો.

ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ 4 વખત બન્યા હતા રાષ્ટ્રપતિ

ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ 1932માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 1936માં યોજાયેલી ચૂંટણીમાં પણ જીત્યા હતા. રૂઝવેલ્ટ 1940માં ત્રીજી મુદત માટે પણ ચૂંટાયા હતા અને તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. આ એ સમય હતો જ્યારે વિશ્વ મંદીમાંથી પસાર થઈ રહ્યું હતું અને બીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું હતું. આ કટોકટીના સમયે રૂઝવેલ્ટ 1944માં ચોથી વખત ચૂંટણીમાં ઊભા રહ્યા અને તેઓ જીત્યા હતા, પરંતુ તેઓ તેમની ચોથો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા ન હતા. 12 એપ્રિલ, 1945ના રોજ તેમનું અવસાન થયું હતું.

બંધારણીય સુધારો ઉલટાવી શકાય ?

જો કે ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત હળવાશથી કહી હતી, પરંતુ તેમણે એક નવી ચર્ચાને જન્મ આપ્યો હતો. હકીકતમાં વર્ષ 1951માં યુએસ બંધારણમાં એક સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં કોઈપણ રાષ્ટ્રપતિ માટે ત્રીજી મુદત બંધારણીય રીતે પ્રતિબંધિત હતી. યુનાઈટેડ સ્ટેટ્સના બંધારણ મુજબ, કોઈ પણ વ્યક્તિ બે વખતથી વધુ વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકે નહીં. આ સુધારાને ઉલટાવી શકાય છે, પરંતુ તેના માટે બંધારણમાં ફેરફારની જરૂર પડશે. આ માટે કોંગ્રેસના બંને ગૃહોમાં બે તૃતિયાંશ બહુમતી અને ત્રણ-ચતુર્થાંશ રાજ્યોની મંજૂરીની જરૂર પડશે.

શું ટ્રમ્પ બદલી શકે છે બંધારણ ?

જો ટ્રમ્પ ત્રીજી વખત અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવા માગે છે તો તેમને અમેરિકી બંધારણમાં ફેરફાર કરવા પડશે, જે એટલું સરળ નથી. આ માટે ટ્રમ્પે યુએસ સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ ​​બંનેમાં બે તૃતીયાંશ બહુમતી સાથે બિલ પાસ કરવું પડશે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના બંને ગૃહોમાં એટલા સભ્યો નથી.

ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સેનેટમાં 100માંથી 52 સેનેટર છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 435માંથી 220 સભ્યો છે. બંધારણીય સુધારા માટે જરૂરી બે તૃતીયાંશ અથવા 67% બહુમતી કરતાં આ ઘણા ઓછા છે.

જો ટ્રમ્પ આ બહુમતી હાંસલ કરી લે તો પણ તેમના માટે બંધારણમાં સુધારો કરવાનું એટલું સરળ નહીં હોય. યુએસ કોંગ્રેસના બંને ગૃહો દ્વારા બિલ પસાર થયા પછી, આ સુધારા માટે રાજ્યો પાસેથી મંજૂરી લેવી પડશે.

આ માટે ત્રણ-ચતુર્થાંશ રાજ્યોની બહુમતી પછી જ બંધારણમાં સુધારો થઈ શકે છે. તેનો અર્થ એ છે કે જો 50માંથી 38 અમેરિકન રાજ્યો બંધારણ બદલવા માટે સંમત થાય તો જ નિયમો બદલી શકાય છે.

પ્રોજેક્ટ 2025 કેમ ચર્ચામાં ?

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી અને તેમના સત્તામાં આવ્યા પછીની યોજના શું છે તે અંગેનો એક દસ્તાવેજ લીક થયો હતો. દક્ષિણપંથી સંગઠનોએ 900થી વધુ પાનાનો દસ્તાવેજ તૈયાર કર્યો હતો. જેમાં આવનારી સરકાર કેવી રીતે અને શું કામ કરશે તેનો ઉલ્લેખ છે. તેમાં આવા ઘણા એજન્ડા છે, જે અમેરિકાની ઉદાર છબીથી અલગ છે.

આ પ્રોજેક્ટ કહે છે કે ભવિષ્યમાં LGBQ અધિકારો ઓછા કરવા જોઈએ. મહિલાઓ પાસેથી ગર્ભપાતનો અધિકાર છીનવી લેવો જોઈએ. શરણાર્થીઓ માટેના દરવાજા બંધ કરવા એ પણ એક એજન્ડા છે. તો ચીન સાથે વેપાર બંધ કરવાનું સૂચન છે. સંરક્ષણ અને વિદેશ નીતિને વધુ આક્રમક બનાવવાનું પણ પ્રોજેક્ટમાં લખાયું છે. પર્યાવરણ સંરક્ષણ અંગેની પ્રવર્તમાન યોજનાઓને પણ બદલવાની વાત કરવામાં આવી હતી.

આ લાંબા દસ્તાવેજમાં ક્યાંય પણ ટ્રમ્પના નામનો ઉલ્લેખ નથી, પરંતુ સતત આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા કે આ બધું માત્ર ટ્રમ્પ માટે થઈ રહ્યું છે. હકીકતમાં તેનો એજન્ડા ટ્રમ્પના નિવેદનો સાથે ઘણો મળતો આવતો હતો. ટ્રમ્પ માઈગ્રેશન, ચીન સાથેના વેપાર અને ટ્રાન્સજેન્ડરોને લઈને ઘણી વખત આક્રમક રહ્યા છે. તેમણે ક્લાઈમેટ ચેન્જ વિશે તો ત્યાં સુધી કહ્યું છે કે અન્ય દેશો પ્રદૂષિત થઈ રહ્યા છે અને અમેરિકા પર દબાણ લાવી રહ્યા છે.

જો કે, ટ્રમ્પ પ્રોજેક્ટ 2025ના મુદ્દાથી દૂર રહ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે તેને આ અંગે કંઈ ખબર નથી. આની પાછળ કોણ છે તે પણ તેઓ જાણતા નથી. તેમણે લખ્યું હતું કે, તેઓ જે કહી રહ્યા છે તેની ઘણી બાબતોથી હું અસંમત છું. અને કેટલીક વાતો જે કહેવામાં આવી રહી છે તે મૂર્ખતાભરી અને ખોટી છે.

બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ સુરતના કાપડ ઉદ્યોગની સ્થિતિ વણસી
બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ સુરતના કાપડ ઉદ્યોગની સ્થિતિ વણસી
દુબઈમાં રોકાણ કરવાના બહાને બંટી બબલીએ અનેક લોકોને લગાવ્યો ચૂનો- Video
દુબઈમાં રોકાણ કરવાના બહાને બંટી બબલીએ અનેક લોકોને લગાવ્યો ચૂનો- Video
બાળકને કચડી નાખનાર કચરાની ગાડીના ડ્રાયવરની ધરપકડ
બાળકને કચડી નાખનાર કચરાની ગાડીના ડ્રાયવરની ધરપકડ
રેસ્ટોરેન્ટના જમવામાં ઈયળ કે જીવડું નહીં, મોટો કાચનો ટુકડો નીકળ્યો
રેસ્ટોરેન્ટના જમવામાં ઈયળ કે જીવડું નહીં, મોટો કાચનો ટુકડો નીકળ્યો
અમદાવાદ - મહેસાણા હાઈવે પર ST વોલ્વો બસમાં લાગી ભીષણ આગ
અમદાવાદ - મહેસાણા હાઈવે પર ST વોલ્વો બસમાં લાગી ભીષણ આગ
નકલી રબર સ્ટેમ્પ કૌભાંડનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ
નકલી રબર સ્ટેમ્પ કૌભાંડનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ
રાશિફળ વીડિયો :આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
રાશિફળ વીડિયો :આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
ગુજરાત બનશે ઠંડુગાર ! આ જિલ્લાઓમાં શીતલહેર મચાવી શકે છે કહેર
ગુજરાત બનશે ઠંડુગાર ! આ જિલ્લાઓમાં શીતલહેર મચાવી શકે છે કહેર
રાજ્યના 25 IPSની બદલી, રાજકુમાર પાંડિયનની લો એન્ડ ઓર્ડરમાં બદલી
રાજ્યના 25 IPSની બદલી, રાજકુમાર પાંડિયનની લો એન્ડ ઓર્ડરમાં બદલી
રાજ્યમાં કડકડતી ઠંડી, સિઝનમાં પ્રથમવાર તાપમાનનો પારો 8 ડિગ્રી નીચે
રાજ્યમાં કડકડતી ઠંડી, સિઝનમાં પ્રથમવાર તાપમાનનો પારો 8 ડિગ્રી નીચે
g clip-path="url(#clip0_868_265)">