Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશ કેસમાં ‘બોઇંગ કંપની’ સામે લડશે અમેરિકન વકીલ, જુઓ video
એર ઇન્ડિયાનું 787 પ્લેન બનાવનાર બોઇંગ કંપની સામે યુએસ ફેડરલ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. અમેરિકાના વકીલ માઇક એન્ડ્રીયુ સુરતમાં પીડિતોના પરિવારને મળવા આવ્યા હતા અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 80 વધુ પરિવારો સાથે મુલાકાત કરી હતી.
એર ઇન્ડિયાનું 787 પ્લેન બનાવનાર બોઇંગ કંપની સામે યુએસ ફેડરલ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. કેસ કરનાર અમેરિકાના વકીલ માઇક એન્ડ્રીયુ સુરતમાં પીડિતોના પરિવારને મળવા આવ્યા હતા અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 80 વધુ પરિવારો સાથે મુલાકાત કરી હતી. જણાવી દઈએ કે, 65 જેટલા પરિવારો કેસ કરવા માટે તૈયાર છે.
વકીલના જણાવ્યા મુજબ, આમાં કોઈ પાઇલટની ભૂલ નથી પરંતુ બોઇંગ કંપનીના એન્જિનમાં ખામી હોવાના કારણે આ ઘટના બની હતી. ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે બોઇંગ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કેસમાં સૌથી મહત્વનો પુરાવો પ્લેનના બ્લેક બોક્સનો ડેટા છે. બ્લેક બોક્સમાં ડેટાની સંપૂર્ણ વિગત ઝડપથી આપવા કોર્ટમાં સરકાર સમક્ષ માંગ કરાઈ છે.
બ્લેક બોક્સમાં રહેલ CVR (ઓડિયો-વિડિયો ડેટા) અને FDR (ડિજિટલ ડેટા) સહિત સંપૂર્ણ રો મટીરિયલ સાથેના ડેટાની માંગ કરવામાં આવી છે. પીડિત પરિવારો ન્યાયની માંગ કરી રહ્યા છે, જેમાં ભારતીય, પોર્ટુગીઝ અને બ્રિટિશ પરિવારોનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

