Ahmedabad: વરસાદી પાણીમાં ખેતરો ડૂબ્યા! ખેતરોમાં પાણી ભરાતા ડાંગરના પાકને નુકસાન, સમસ્યાના કાયમી ઉકેલની માગ કરતા ખેડૂતો

|

Jul 21, 2022 | 8:05 AM

અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સાથળ અને સહીજ ગામના ખેતરોમાં વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે.

Ahmedabad: અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સાથળ અને સહીજ ગામના ખેતરોમાં વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. સામાન્ય એવા વરસાદમાં પણ અહીંના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. અહીંના ખેડૂતોએ તંત્રમાં અનેક રજૂઆતો કરી હોવા છતાં પાણી નિકાલની કામગીરી કરાતી નથી. આ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા હજારો વિઘા જમીનમાં ડાંગરના પાકને નુકસાન પહોચ્યું છે. ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. તંત્ર ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવે એવી માગ કરવામાં આવી છે.

ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું મનપાનું બુલડોઝર

અમદાવાદમાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું મનપાનું બુલડોઝર. અસારવા-ચમનપુરામાં પતરાવાળીની ચાલીમાં 576 ગેરકાયદે મકાનો તોડી પડાયા છે. એસ્ટેટ ખાતાની ટીમે બે જેસીબી અને પોલીસના 6 ગાડીઓના કાફલા સાથે આ કાર્યવાહી કરી હતી. જો કે ચોમાસાના સમયમાં બેઘર બનેલા લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે કે, કોઈપણ જાણ કર્યા વિના જ તેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે. સ્થાનિકોમાં ભારે રોષ છે. તેમણે માગ કરી છે કે દિવાળી સુધીનો સમય આપવામાં આવે.

Next Video