Stock Market : રોકાણકારોને મળશે દમદાર ડિવિડન્ડ ! હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના શેરની મોટી જાહેરાત, સ્ટોક ₹1000 ને પાર જઈ શકે છે
રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ દમદાર ડિવિડન્ડની મોટી જાહેરાત કરી છે. આ ડિવિડન્ડના એલાન બાદ હાઉસિંગ ફાઇનાન્સના શેર પર રોકાણકારોની ખાસ નજર છે અને નિષ્ણાતોના મુજબ આ સ્ટોક આવનાર સમયમાં ₹1000 ને પાર જઈ શકે છે.

સોમવારે શેરબજાર બંધ થયા પછી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સોમવારે એટલે કે 15 ડિસેમ્બર, 2025 ના રોજ યોજાયેલી તેમની બેઠકમાં 2 મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે.

બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર ₹7 (350%) ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડ ₹2 ની ફેસ વેલ્યુવાળા ઇક્વિટી શેર પર ચૂકવવામાં આવશે.

કંપનીએ આ માટે રેકોર્ડ તારીખ શુક્રવાર (19 ડિસેમ્બર, 2025) નક્કી કરી છે. આ વચગાળાનું ડિવિડન્ડ 30 દિવસની અંદર એટલે કે 13 જાન્યુઆરી, 2026 સુધીમાં પાત્ર શેરધારકોના ખાતામાં જમા થઈ જશે.

આ ઉપરાંત, કંપનીના બોર્ડે સુરેશ શ્રીનિવાસન અય્યરને ફરી એકવાર 2 વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. સુરેશ શ્રીનિવાસનનો નવો કાર્યકાળ 18 માર્ચ, 2026 થી અમલમાં આવશે. જો કે, આ નિમણૂક (Appointment) ભારતીય રિઝર્વ બેંક (RBI) ની પૂર્વ મંજૂરીને આધીન રહેશે.

સોમવારે કંપનીના શેર 0.044% ઘટીને રૂ. 915 પર બંધ થયા હતા. વધુમાં જોઈએ તો, છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 14.10% નો વધારો થયો છે. નિષ્ણાતોના મતે, આ શેર ભવિષ્યમાં +14.17% વધીને ₹1050.00 ની નવી ઊંચાઈએ પહોંચી શકે છે.

Can Fin Homes Ltd. ના શેરને લઈને 19 એનાલિસ્ટમાંથી 17 લોકોએ આ સ્ટોકને ખરીદવાની વાત કરી છે અને બાકીના 2 નિષ્ણાતોએ આ શેરને 'Hold' પર રાખવાની વાત કરી છે. નોંધનીય છે કે, એકપણ એનાલિસ્ટે આ સ્ટોકને વેચવાની વાત કરી નથી.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
