અમદાવાદ શહેર DEO હસ્તક 1800 જેટલી શાળાઓ આવેલી છે. જેમાં અંદાજે 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમને ધ્યાને રાખી, શહેર DEOએ ઠંડીના ઋતુમાં શાળાઓને છૂટછાટ આપી છે. જેમાં શાળાઓ વધુ પડતી ઠંડીના સમયે સ્કૂલના સમયમાં ફેરફાર અંગે જાતે નિર્ણય લઈ શકશે.. ઉપરાંત, વધુ પડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ એકથી વધુ સ્વેટર કે ગરમ વસ્ત્રો પહેરતા હોય છે. તેવા સંજોગોમાં શાળાઓ ચોક્કસ પ્રકારના ગરમ કપડાં કે સ્વેટર પહેરવા માટે આગ્રહ નહીં કરી શકે. અને વિદ્યાર્થીઓ કોઈ પણ સ્વેટર પહેરી શાળાએ જઈ શકશે. શિયાળાની ઋતુને ધ્યાને રાખી શહેર DEO દ્વારા સ્પષ્ટતાની સાથે આ આદેશ કરાયો છે.