Year Ender 2025 : 2025ના આ 5 સૌથી મોટા વિવાદોએ બોલિવૂડને હચમચાવી નાખ્યું, જાણો વિસ્તારથી
આ વર્ષ બોલીવુડ માટે ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. આ વર્ષે ઘણા મોટા વિવાદો પણ જોવા મળ્યા, જેમાં સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં છરીથી હુમલો થવાથી લઈને દીપિકા પાદુકોણની 8 કલાકની શિફ્ટની માંગ પર થયેલા હોબાળાનો સમાવેશ થાય છે.

બોલિવુડ અને વિવાદ સાથે ખુબ જ ઉંડો સંબંધ રહ્યો છે. જેટલો આ ઈન્ડસ્ટ્રીનો ઈતિહાસ છે. ક્યારેક ફિલ્મમાં કાસ્ટિંગને લઈ વિવાદ ઉભા થાય છે. તો ક્યારેક ફિલ્મોમાં કાનુની કેસ થાય છે પરંતુ આ વખતે બોલિવુડમાં કેટલાક એવા વિવાદો થયા હતા. જે પહેલા ક્યારે પણ જોવા મળ્યા ન હતા.હવે જ્યારે આ વર્ષ પૂરું થવાનું છે, તો ચાલો જાણીએ 2025 ના કેટલાક આવા વિવાદો વિશે, જેણે સમગ્ર બોલિવુડને હચમચાવી નાંખ્યું છે.
અભિનેતા પર ચાકુ વડે હુમલો
આપણે સૌથી પહેલા વિવાદની વાત કરીએ તો વર્ષની શરુઆતમાં સૈફ અલી ખાન પર એક વ્યક્તિએ ચાકુથી હુમલો કર્યો હતો. આ વ્યક્તિએ સૈફ અલી ખાન પર 6 વખત હુમલો કર્યો હતો અભિનેતાને લથપથ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સર્જરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
બાબુ ભૈયા રહ્યા વિવાદમાં
મેકર્સે હેરા-ફેરી 3ની જાહેરાત કરી તો ચાહકો ખુબ જ ખુશ થયા હતા પરંતુ આ વચ્ચે એક ખુબ જ ગંભીર સમાચાર સામે આવ્યા હતા. ફ્રેન્ચાઈઝીએ બાબુ ભૈયાના પાત્રમાં ચાહકોને હસાવનાર પરેશ રાવલ હવે આ ફિલ્મનો ભાગ નથી. પરેશ રાવલ ખુદ એક પોસ્ટ કરી આ વાતની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ આ મામલો ધીમે ધીમે ગંભીર બની કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ પરેશ રાવલે પોતાનું મન બદલી હેરા ફેરી 3માં વાપસી કરી લીધી છે. જેનાથી ચાહકો પણ ખુશ થયા છે.
8 કલાકની શિફ્ટ
સૌથી મોટી કોન્ટ્રવર્સી આ વર્ષે દીપિકા પાદુકોણની પણ રહી હતી. દીપિકા પાદુકોણની કથિત 8 કલાકની શિફ્ટ પર કોન્ટ્રીવર્સીમાં રહી હતી, જેના કારણે વિવાદ એટલો વધી ગયો કે દીપિકા પાદુકોણને બે મોટા બજેટની ફિલ્મો ગુમાવવી પડી.
દિલજીત દોસાંઝ
ફેમસ સિંગર અને અભિનેતા દિલજીત દોસાંઝ પણ આ વર્ષે ચર્ચામાં રહ્યો છે. ક્યારેક પોઝિટિવ તો ક્યારેક નેગેટિવના કારણે ચર્ચામાં રહે છે.જ્યારે તેમના દિલ લુમિનાટી કોન્સર્ટે વિશ્વભરમાં ચર્ચા જગાવી હતી, ત્યારે તેમણે તેમની ફિલ્મ “સરદાર જી 3” માં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરને દર્શાવીને વિવાદ પણ ઉભો કર્યો હતો. 22 એપ્રિલ, 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ હુમલા પછી ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ, ચાહકોએ દિલજીત દોસાંઝનો બાયકોડટ કરવાની માંગ શરુ કરી હતી.
ઉદિત નારાયણને ટ્રોલ
આ વર્ષની શરુઆતમાં એક કોન્સર્ટનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ઉદિત નારાયણે ચાહકને કિસ કરીને વિવાદ ઉભો થયો હતો.. લાઈવ કોન્સર્ટમાં મહિલા ચાહકને આ રીતે કિસ કરતા જોવા મળ્યા બાદ હાલ નેટિઝન્સ ઉદિત નારાયણને ભારે ટ્રોલ કર્યો હતો.
