IPL Auction 2026: ધોનીની CSK માં નવા ધુરંધરોની એન્ટ્રી! IPL 2026 માટે ચેન્નાઈએ હરાજીમાં કયા ખેલાડીઓ પર લગાવ્યો દાવ?
16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાયેલી મીની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કયા ખેલાડીઓને તેમની ટીમમાં ઉમેર્યા તે જાણો. હરાજી પછી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ કેવી છે તે જાણો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની મીની હરાજી 16 ડિસેમ્બર, 2026 ના રોજ અબુ ધાબીમાં થઈ રહી છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL 2026 માં નવી શરૂઆતની આશા સાથે હરાજીમાં પ્રવેશી છે. MS ધોનીની ટીમ છેલ્લા બે વર્ષથી પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે અને 2025 માં છેલ્લા સ્થાને રહી હતી. આ વર્ષે, CSK તેના ભૂતપૂર્વ ફોર્મમાં પાછા ફરવાનો પ્રયાસ કરશે.

ટીમ માટે તેના ખેલાડીઓ અને વ્યૂહરચનામાં ફેરફાર કરીને મજબૂત વાપસી કરવાની આ એક તક છે. ઉત્તર પ્રદેશના 20 વર્ષીય સ્પિન-ઓલરાઉન્ડર પ્રશાંત વીર માટે જોરદાર બોલી લાગી, બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 14.20 કરોડમાં ખરીદ્યો. માત્ર 20 વર્ષના, ઓલરાઉન્ડર પ્રશાંત વીરને CSK દ્વારા ₹14.20 કરોડમાં ખરીદીને ઇતિહાસ રચ્યો છે, અને IPL ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો છે.

વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર અકીલ હોસીનને CSK એ રૂ.2 કરોડ ની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો છે . આ હરાજીમાં CSK નો આ પહેલો સોદો હતો. અકીલ હુસૈન (2 કરોડ), પ્રશાંત વીર (14.2 કરોડ), પ્રશાંત વીર પછી, CSK એ પણ બીજા અનકેપ્ડ કાર્તિક શર્મા માટે 14.20 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોલી જીતી લીધી.

IPL 2026 મીની ઓક્શનમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ એક યુવાન ખેલાડી પર ઘણા પૈસા ખર્ચ્યા. CSK એ આ ખેલાડી માટે સૌથી વધુ ₹14.20 કરોડની બોલી લગાવી. આ ખેલાડી તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે.

અકીલ હુસૈન (2 કરોડ), પ્રશાંત વીર (14.2 કરોડ), કાર્તિક શર્મા (14.2 કરોડ), મેથ્યુ શોર્ટ (1.5 કરોડ), અમન ખાન (40 લાખ), સરફરાઝ ખાન (75 લાખ), મેટ હેનરી (2 કરોડ), રાહુલ ચાહર (5.2 કરોડ), જેક ફોક્સ (75 લાખ) આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં આટલા ખેલાડીની હરાજી થઈ છે.
