Breaking News : અમદાવાદના નારોલમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 2ના મોત 3 ઈજાગ્રસ્ત
અમદાવાદ નારોલનાં શાહવાડીની સત્યમ નગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં આગથી 2 લોકોનાં મોત થયા છે. જ્યારે એક મહિલા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. મકાનનાં પહેલા માળે ગેસ સિલિન્ડરમાં ગેસ લિકેજને કારણે આગ લાગ્યા બાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.
અમદાવાદ શહેરમાં નારોલનાં શાહવાડીની સત્યમ નગર સોસાયટીમાં આગની ઘટના સામે આવી છે.રહેણાંક મકાનમાં આગથી 2 લોકોનાં મોત થયા છે. એક મહિલા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.મકાનનાં પહેલા માળે ગેસ સિલિન્ડરમાં લિકેજ બાદ આગ લાગી હતી. ત્યારબાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.બ્લાસ્ટ બાદ એક યુવક દાઝેલી હાલતમાં ઘરમાંથી બહાર આવ્યો હતો. જેને 108 એમ્બુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને LG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
3 લોકો ઈજાગ્રસ્ત
ફાયર બ્રિગેડનાં જવાનોએ આગને કાબુમાં લીધી છે. બ્લાસ્ટ થતા આગ ઓલવવાનો પ્રયત્ન કરતી મહિલા પણ દાઝી ગઈ છે. ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં 22 વર્ષીય યુવક મહેવીશ નરેશ સોલંકી તથા 19 વર્ષીય લાલો સોલંકીનું મોત થયું છે. જ્યારે 42 વર્ષીય ભારતી નામની મહિલા ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ છે.

