ગુજરાતમાં દીકરીઓના ભાગીને થતા પ્રેમલગ્ન મુદ્દે પાટીદાર સહિત એક પછી એક સમાજ આગળ આવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે હવે સરકાર પણ આ મુદ્દે બની છે ચિંતિત.. દીકરીઓના પ્રેમલગ્નની નોંધણી મુદ્દે સુધારાની રજૂઆત મામલે કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું. ઋષિકેશ પટેલે ખાતરી આપી કે જે પ્રકારે બનાવો બનતા હતા તેને લીધે દીકરીઓની ચિંતા વધી છે. SPG ગ્રુપ, સમાજના આગેવાનો દ્વારા સરકારમાં રજૂઆત કરાઈ છે. આ મુદ્દે જ્યાં શક્યતાઓ છે ત્યાં સુધારાની સરકારે ખાતરી આપી છે. મહત્વનું છે કે ભાગેડુ લગ્ન પ્રથા મુદ્દે પાટીદાર ચિંતન શિબિરમાં ચર્ચા થઇ હતી. જે બાદ પાટીદાર આગેવાનોએ સરકારને રજૂઆત કરી કાયદામાં સુધારાની માગ કરી હતી. અને હવે સરકારે પણ સુધારાની ખાતરી આપી છે.