17 ડિસેમ્બરના મહત્વના સમાચાર: અમરેલીના બગસરામાં અકસ્માતમાં 3ના મોત, કારે પલટી મારતા સર્જાયો અકસ્માત
આજે 17 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
પાટણ: રાધનપુરમાં ભડકે બળ્યું શોપિંગ સેન્ટર
પાટણ જિલ્લાના રાધનપુરમાં હાઈવે પર આવેલા ખાનગી શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના કારણે શોપિંગ સેન્ટરમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
-
વડોદરા: સમા તળાવ પાસે ગમખ્વાર અકસ્માતમાં સગીરનું મોત
વડોદરાના સમા તળાવ પાસે નવીન નિર્માણાધીન બ્રીજની બાજુના સર્વીસ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 15 વર્ષીય સગીરનું ઘટના સ્થળે જ મોત થયું. પોલીસને ઘટનાની જાણ થતાં સગીરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. હાલ અકસ્માતનું સાચું કારણ શોધવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
-
-
ગાંધીનગર: આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
-
નૌસેનાને મળશે MH-60R ‘રોમિયો હેલિકોપ્ટરોનું બીજું સ્કવોડ્રન
ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો થવા જઈ રહ્યો છે કારણ કે નૌસેનાને MH-60R ‘રોમિયો’ હેલિકોપ્ટરોનું બીજું સ્કવોડ્રન મળવાનું છે, જેને ગોવામાં INS હંસા ખાતે નૌસેનાને સમર્પિત કરવામાં આવશે; આ સાથે ભારતીય નૌકાદળની એકંદર ઉડ્ડયન ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થશે અને દરિયામાં છુપાયેલી સબમરીનને શોધીને નષ્ટ કરવા સક્ષમ એવા અદ્યતન શસ્ત્રો, સેન્સર અને એવિઓનિક્સ સિસ્ટમ્સથી સજ્જ આ હેલિકોપ્ટર નૌસેનાં માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
-
છત્તીસગઢઃ શરાબ કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી
છત્તીસગઢના શરાબ કૌભાંડ મામલે EDએ મોટી કાર્યવાહી કરતાં પૂર્વ CM ભૂપેશ બઘેલની પૂર્વ સેક્રેટરી સૌમ્યા ચૌરસિયાની ધરપકડ કરી છે; કલાકોની લાંબી પૂછપરછ બાદ EDએ આ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે અને 3200 કરોડના શરાબ ગોટાળામાં સંડોવણીના આરોપ સાથે સૌમ્યાને આજે સવારે 11 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
-
-
ઇથિયોપિયાના 2 દિવસના પ્રવાસે વડાપ્રધાન મોદી
ઇથિયોપિયાના 2 દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીનું ઇથિયોપિયાના નેશનલ પેલેસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેમને દેશના સર્વોચ્ચ સન્માન ‘ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથિયોપિયા’થી સન્માનિત કરવામાં આવ્યા; આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં PM મોદીએ કહ્યું કે પ્રાચીન સભ્યતા દ્વારા મળેલું આ સન્માન ગૌરવની બાબત છે અને “આ માત્ર મારું નહીં પરંતુ અખંડ ભારતનું સન્માન છે.”
Gujarat Live Updates : આજે 17 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Dec 17,2025 7:29 AM