Breaking News : સિડનીમાં આતંકી હુમલો કરનાર માસ્ટમાઈન્ડ પાકિસ્તાની પિતા-પુત્ર કોણ છે? આ રીતે કાવતરું ઘડ્યું
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રવિવારના રોજ એક આંતકી હુમલો થયો હતો. આ હુમલામાં અંદાજે 15 લોકોના મૃત્યું થયા હતા. આ સાથે એક હુમલાખોરનું પણ મૃત્યું થયું હતુ. તો ચાલો જાણીએ આ સિડની આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ કોણ છે.

સિડનીમાં રવિવારે થયેલા ગોળીબારમાં અંદાજે 15 લોકો માર્યા ગયા હતા, જેમાં એક હુમલાખોરનો પણ સમાવેશ થાય છે. પોલીસે હવે ખુલાસો કર્યો છે કે એક પિતા અને પુત્રએ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે 50 વર્ષીય પિતા અને 24 વર્ષીય પુત્રએ સિડનીમાં હુમલો કર્યો હતો.આ ગોળીબાર યહૂદીઓના હનુક્કાહ તહેવાર દરમિયાન થયો હતો. હવે એવું બહાર આવ્યું છે કે એક પિતા અને પુત્રએ આ આતંકી હુમલો કર્યો હતો. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે અહેવાલ આપ્યો છે કે 50 વર્ષીય પિતા અને 24 વર્ષના પુત્રએ સાથે મળીને આ હુમલો કર્યો હતો. બંનેના પાકિસ્તાન સાથે કનેક્શન છે.
આતંકવાદી હુમલો જાહેર
પોલિસે પુષ્ટી કરી કે, આ હુમલામાં અન્ય કોઈ હુમલાખોર સામેલ નથી. પોલીસે જણાવ્યું કે, હનુક્કાહ ઉજવણી દરમિયાન સિડનીના યહૂદી સમુદાયના સભ્યોને નિશાન બનાવાયેલા આ ગોળીબારને સત્તાવાર રીતે આતંકવાદી હુમલો જાહેર કરવામાં આવ્યો છે.
***IMPORTANT INFORMATION***
Police can confirm 16 people have died and 40 people remain in hospital following yesterday’s shooting at Bondi.
More information will be made available soon.
— NSW Police Force (@nswpolice) December 14, 2025
માસ્ટમાઈન્ડ પિતા-પુત્ર કોણ છે?
અમેરિકી ખુફિયા અધિકારીઓના જણાવ્યા અનુસાર 24 વર્ષિય કથિત હુમલાખોરની ઓળખ પાકિસ્તાનના નાગરિક નવીદ અકરમ તરીકે થઈ છે. નવીદ અકરમ પાકિસ્તાની સેનાના રિટાયર જનરલ સાદિક અકરમનો દીકરો છે. જણાવવામાં આવે છે કે, તે થોડા મહિના પહેલા આઈએસએસમાં સામેલ થયો હતો. તેમજ આ માટેની વ્યવસ્થા તેના પિતા જનરલ સાદિક અકરમે કરી હતી. નવીદ અકરમનો પરિવાર હાલમાં ઈસ્લામાબાદમાં રહે છે.
24 વર્ષનો દીકરો ગંભીર રીતે ઘાયલ
ન્યુ સાઉથ વેલ્સ પોલિસ આયુક્ત માલ લૈન્યને આતંકી હુમલાને લઈ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. લૈન્યે જણાવ્યું કે, 50 વર્ષના શૂટરને વ્યક્તિને પોલીસે ગોળી મારી હતી. જેનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતુ. જ્યારે 24 વર્ષનો દીકરો ગંભીર રીતે ઘાયલ છે. તે હાલ પોલિસની દેખરેખમાં છે.તેમણે એમ પણ કહ્યું કે, ઘટના સ્થળ નજીક બે ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો (IEDs) મળી આવ્યા હતા, જેને બાદમાં પોલીસ અધિકારીઓ દ્વારા સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા.
