કાનુની સવાલ : MMS વાયરલ કરવા બદલ શું સજા છે? જાણો શું કહે છે ભારતનો કાનુન
આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક MMS વિશે ચર્ચા ચાલી રહી છે. સાચા કે ખોટા વિશેની આ ચર્ચા વચ્ચે, MMS વાયરલ કરવાની સજા જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ વિસ્તારથી.

ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા અને આધુનિક યુગમાં કન્ટેટ ક્રિએટર વચ્ચે વધુ લાઈક અને વ્યુ માટેની રેસ લાગી છે. આ રેસમાં આગળ નીકળવા માટે કેટલીક વખત ક્રિએટર સાચા-ખોટાનું અંતર ભૂલી જાય છે. તે ગુનામાં સંડોવાય જાય છે.

તેમને જાણ નથી રહેતી કે, વધારે લાઈક અને વ્યુ માટે કેટલીક વખત યુઝર MMS જેવી વસ્તુઓ પણ વાયરલ કરી દે છે. જેની સમાજ પર નેગેટિવ અસર પડે છે. પરંતુ શું તમે જાણો છો કે,MMS વાયરલ કરવા પર કેટલી સજા મળે છે અને BNSની કઈ કલમમાં તમારા પર એક્શન લેવામાં આવે છે. જો તમને ખબર નથી તો ચાલો આજે આપણે અમારી કાનુની સવાલની સીરિઝમાં આ વિશે વાત કરીએ.

ભારતીય કાયદા મુજબ કોઈની પરવાનગી વિના વ્યક્તિગત અથવા ખાનગી વિડિઓ રેકોર્ડ કરવી અથવા પ્રસારિત કરવોએ ગુનો છે. ભારતીય કાયદા હેઠળ કડક કાર્યવાહી જરૂરી છે.

આમ કરતા પકડાયેલા કોઈપણને ગોપનીયતાનું ઉલ્લંઘન માનવામાં આવે છે અને ગંભીર ફોજદારી કાયદા હેઠળ તેની સામે કાર્યવાહી થઈ શકે છે. આ જ નિયમો AIનો ઉપયોગ કરીને બનાવેલા ડીપફેક અથવા અશ્લીલ અથવા હેરફેર કરેલા વિડિઓઝ પર લાગુ પડે છે.

જો કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિનો ઓશ્લીલ વીડિયો કે ફોટો બનાવે છે. તો આ કૃત્ય પણ ભારતીય દંડ સંહિતાની કલમ 77 હેઠળ તેને ગુનો ગણવામાં આવશે.

જો કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિનો અશ્લીલ વીડિયો કે ફોટો બનાવે છે. તો આ કૃત્ય પણ ભારતીય દંડ સંહિતાની કલમ 77 હેઠળ તેને ગુનો ગણવામાં આવશે.

જો ગુનેગાર બીજી વાર તે જ ગુનો કરે છે, તો તેને ઓછામાં ઓછી ત્રણ વર્ષની જેલની સજા થશે, જે સાત વર્ષ સુધી લંબાવી શકાય છે, અને દંડ પણ થઈ શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. કાયદો એ કોઈપણ લેખિત અથવા પોઝિટિવ નિયમ અથવા રાજ્ય અથવા રાષ્ટ્રના અધિકાર હેઠળ નિર્ધારિત નિયમોનો સંગ્રહ છે. અહી ક્લિક કરો
