AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લિયોનેલ મેસ્સી ભારત શા માટે આવ્યો? કોલકાતાના ચાહકો કેમ ગુસ્સે થયા? સ્ટાર ફૂટબોલરનું આખું શેડ્યુલ જુઓ

Lionel Messi India Tour : લિયોનેલ મેસ્સી યુનાઈટેડ નેશન્સના ચાઈલ્ડ ઓર્ગેનાઈઝેશન UNICEFનો બ્રાન્ડ એમ્બેસેજડર છે. UNICEFના પ્રેગ્રામ હેઠળ તે GOAT ઈન્ડિયા'ના ટુર પર છે. તેમણે કોલકાતા, હૈદરાબાદ અને મુંબઈ તેમજ દિલ્હીનો પણ પ્રવાસ કરશે. તો ચાલો જોઈએ મિસ્સીનું આજનું શેડ્યુલ શું છે.

લિયોનેલ મેસ્સી ભારત શા માટે આવ્યો? કોલકાતાના ચાહકો કેમ ગુસ્સે થયા? સ્ટાર ફૂટબોલરનું આખું શેડ્યુલ જુઓ
| Updated on: Dec 14, 2025 | 8:01 AM
Share

Lionel Messi India Tour : આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી 3 દિવસની ભારત મુલાકાતે છે. આ સમયગાળા દરમિયાન મેસ્સીનું શેડ્યુલ ખુબ જ વ્યસ્ત છે. મેસ્સી ચાહકોને મળશે, કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે અને એક ફ્રેન્ડલી મેચ પણ રમી રહ્યો છે. લિયોનેલ મેસ્સી, ઉરુગ્વેના સ્ટ્રાઈકર લુઈસ સુઆરેઝ અને આર્જેન્ટિનાના મિડફિલ્ડર રોડ્રિગો ડી પોલ સાથે શુક્રવારે મધ્યરાત્રિએ કોલકાતા એરપોર્ટ પર પહોંચ્યો હતો. શનિવારે સવારે, તેઓ કોલકાતા સ્ટેડિયમમાં એક કાર્યક્રમમાં ભાગ લેવાના હતા.લિમિટ કરતાં વધુ ચાહકો તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા.

મેસ્સીની એક ઝલક ન મળવાને કારણે, ચાહકો બેકાબૂ થઈ ગયા અને સ્ટેડિયમમાં તોડફોડ પણ કરી હતી. સાંજે મેસ્સીએ હૈદરાબાદના ઉપ્પલ સ્ટેડિયમમાં એક ફ્રેન્ડલી ફૂટબોલ મેચ રમી હતી.આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સી આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે.

View this post on Instagram

A post shared by Leo Messi (@leomessi)

સ્ટાર ફૂટબોલરનું આખું શેડ્યુલ જુઓ

14 ડિસેમ્બર, મુંબઈ

  • બપોરે 3:30 વાગ્યે: ​​ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે પેડલ કપમાં ભાગ લેશે
  • 4 : 00 વાગ્યે: ​​સેલિબ્રિટી ફૂટબોલ મેચ
  • 5 : 00 વાગ્યે: ​​વાનખેડે સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ, ત્યારબાદ ચેરિટી ફેશન શો.

15 ડિસેમ્બર, નવી દિલ્હી

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત
  • 1:30 વાગ્યે: ​​અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ, જેમાં મિનર્વા એકેડેમીના ખેલાડીઓનું સન્માન સમારોહ

મિસ મેનેજમેન્ટની ચર્ચા

કોલકાતામાં સ્ટાર ફૂટબોલર મેસ્સીના કાર્યક્રમના મિસ મેનેજમેન્ટની ચર્ચા માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે થઈ રહી છે. કોલકાતામાં જે બન્યું તેને દેશની છબી પર ડાઘ ગણાવવામાં આવી રહ્યું છે.તેણે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેના માટે તેણે મોટી રકમ વસૂલ કરી હતી. કેટલાકે 5,000, કેટલાકે 10,000 અને કેટલાકે 25,000 માં ટિકિટ ખરીદી હતી. પરંતુ બદલામાં, લોકોને મેસ્સીની એક ઝલક પણ મળી નહીં. પરિણામે, આ કાર્યક્રમ મિસ મેનેજમેન્ટમાં ફેરવાઈ ગયો.પોલીસે હાલમાં ઇવેન્ટ આયોજકની ધરપકડ કરી છે અને દાવો કર્યો છે કે લોકોના પૈસા પરત કરવામાં આવશે.

ફૂટબોલ સામાન્ય રીતે લંબચોરસ ઘાસ અથવા કૃત્રિમ મેદાન પર દરેક છેડે એક ગોલપોસ્ટ સાથે રમાય છે. આ રમતનો ઉદ્દેશ એ છે કે ખેલાડીઓ ચતુરાઈથી બોલને વિરોધી ટીમના ગોલ પોસ્ટમાં નાખે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">