IPL Auction 2026: આ 5 સ્ટાર ખેલાડીઓ બેઝ પ્રાઈસ પર જ વેચાયા, ટીમોએ સસ્તા ભાવે કર્યા મોટા સોદા
IPL 2026: જ્યારે અબુ ધાબીમાં મીની ઓક્શન શરૂ થયું, ત્યારે ડેવિડ મિલર વેચાનારા પહેલો ખેલાડી હતો. આશ્ચર્યજનક રીતે તેને તેના બેઝ પ્રાઈસ પર ખરીદવામાં આવ્યો હતો. જોકે, અન્ય કેટલાક સ્ટાર ખેલાડીઓ પણ હતા જે તેમના બેઝ પ્રાઈસ પર જ વેચાયા હતા.

IPL 2026 મીની ઓક્શનમાં પાંચ સ્ટાર ખેલાડીઓ બેઝ પ્રાઈસ પર વેચાયા હતા. ટીમોએ તેનાથી વધુ બોલી લગાવી ન હતી. ચાલો આપણે જે પાંચ ખેલાડીઓ વિશે વાત કરી રહ્યા છીએ તેમના નામ પર એક નજર કરીએ જે IPL 2026 ઓક્શન તેમના બેઝ પ્રાઈસ પર વેચાયા હતા.

બેન ડકેટ - આ ઇંગ્લેન્ડના વિકેટકીપર-બેટ્સમેને IPL 2026 ઓક્શનમાં પોતાની બેઝ પ્રાઈસ ₹2 કરોડ રાખી હતી. અને તેને બરાબર એ જ મળ્યું. દિલ્હી કેપિટલ્સે તેને તેની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો.

ક્વિન્ટન ડી કોક - દક્ષિણ આફ્રિકાનો આ સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન છેલ્લી ઘડીએ IPL ઓક્શનમાં સામેલ થયો હતો. તેણે પોતાની બેઝ પ્રાઈસ 1 કરોડ રાખી હતી અને તેની ભૂતપૂર્વ ફ્રેન્ચાઇઝી MI એ તે જ કિંમતે ડી કોકને ખરીદી લીધો હતો.

ડેવિડ મિલર - દક્ષિણ આફ્રિકાનો આક્રમક અને અનુભવી બેટ્સમેન ડેવિડ મિલર IPL 2026 મીની ઓક્શનમાં વેચાનારો પ્રથમ ખેલાડી હતો. તેને દિલ્હી કેપિટલ્સે ₹2 કરોડની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો.

ફિન એલન - આ ન્યુઝીલેન્ડના ખેલાડીએ IPL 2026 મીની ઓક્શન માટે તેની બેઝ પ્રાઈસ ₹2 કરોડ રાખી હતી. અને KKR એ તેને તે જ કિંમતે ખરીદ્યો.

વાનિન્દુ હસરંગા – આ શ્રીલંકન લેગ-સ્પિનરને લખનૌ સુપર જાયન્ટ્સે 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. (PC: PTI)
IPL 2026 સિઝન પહેલા ખેલાડીઓ પર લાગી બોલી. મીની ઓક્શનમાં યુવા ખેલાડીઓનો દબદબો. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
