ભારે પવનને કારણે તણખલાની જેમ પડી બ્રાઝિલની Statue Of Liberty, Viral Videoમાં જોવા મળ્યું અવિશ્વસનીય દ્રશ્ય!
Statue Of Liberty Replica Topples: બ્રાઝિલના ગુઆઇબામાં એક રિટેલ સ્ટોરના પાર્કિંગમાં આશરે 24-મીટર ઉંચી આ રચના સ્થાપિત કરવામાં આવી હતી. વાયરલ વીડિયોમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની વિશાળ પ્રતિકૃતિ જમીન પર તણખલાની જેમ તૂટી પડી હતી.

દક્ષિણ બ્રાઝિલના ગુઆઈબા શહેરનો એક આઘાતજનક અને અવિશ્વસનીય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જ્યાં ભારે પવનને કારણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની એક વિશાળ પ્રતિકૃતિ જમીન પર પડી ગઈ છે. રિયો ગ્રાન્ડે દો સુલ મેટ્રોપોલિટન પ્રદેશમાં પોર્ટો એલેગ્રે નજીક એક રિટેલ સ્ટોરના પાર્કિંગ વિસ્તારમાં આશરે 24 મીટર ઉંચી આ રચના સ્થાપિત કરવામાં આવી હતી. આ ભયાનક ઘટના સોમવારે બપોરે 3 વાગ્યે બની હતી અને કોઈ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નથી. આ ઘટનાનો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે કેવી રીતે વિશાળ પ્રતિમા પહેલા તો જોરદાર પવનને લીધે ધીમે-ધીમે ઝૂકે છે અને પછી જમીન પર પડી જાય છે. નજીકના વ્યસ્ત રસ્તા પર વાહનો સામાન્ય રીતે ચાલી રહ્યા હતા પરંતુ પ્રતિમા પડતાની સાથે જ ગભરાટ ફેલાઈ ગયો. કેટલાક ડ્રાઇવરો ઝડપથી પોતાના વાહનો દૂર ખસેડતા પણ જોઈ શકાય છે. આ વિશાળ પ્રતિકૃતિ હાવન રિટેલ ચેઇનની હતી અને તે ફાસ્ટ-ફૂડ આઉટલેટની બાજુમાં આવેલી હતી.
કોઈ જાનહાનિ નથી
સદનસીબે આ ભયાનક અકસ્માત સમયે વિસ્તાર લગભગ ખાલી હતો. તેથી કોઈને ઈજા થઈ નથી. સ્થાનિક અધિકારીઓ અને પ્રતિકૃતિ બનાવનાર કંપનીના જણાવ્યા અનુસાર, કોઈ પણ વ્યક્તિને નુકસાન થયું નથી.
આ ઘટના સોમવારે બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે તોફાન ખૂબ જ તીવ્ર હતું, અને પવન 90 કિમી/કલાકની ઝડપે ફૂંકાયો હતો. આ પહેલા વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને લોકોને ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્યું હતું.
પડવાનું કારણ શું હતું?
આ પ્રતિકૃતિ આટલા જોરદાર પવનનો સામનો કેમ ન કરી શકી? નાગરિક સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું છે કે માળખાના પતનના કારણની તપાસ કરવા માટે તકનીકી મૂલ્યાંકન કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.
વીડિયો અહીં જુઓ: બ્રાઝિલમાં પવનના એક ઝાપટાએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને તોડી પાડ્યું!
Meanwhile in Brazil
Strong Winds just toppled this replica statue of Liberty. pic.twitter.com/DVlU0IZRUp
— Concerned Citizen (@BGatesIsaPyscho) December 15, 2025
(Credit Source: @BGatesIsaPyscho)
(NOTE: TV9 ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.)
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
