
ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરિઝ શરુ થવામાં હવે માત્ર થોડો સમય જ બાકી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમ આરામ પર હતી પરંતુ હવે ફરી મેદાનમાં ઉતરશે. 2 ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચ 15 ઓગસ્ટથી રમાશે. આ માટે બંને ટીમની તૈયારી પુરી થઈ ચૂકી છે. હવે માત્ર રણનીતિ બનાવવાનું કામ થઈ રહ્યું છે. આ વચ્ચે મેચ કેટલા વાગ્યે શરુ થશે. કારણ કે, જો તમને ખબર નહી હોય તો તમે મેચ જોવાનું ચુકી જશો. તો પહેલા આ જાણી લો.
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસ પર છે. અહી 2 ટેસ્ટ મેચની સીરિઝની શરુઆત થવા જઈ રહી છે. ટીમ પહેલા કોલંબો પહોંચી હતી. અહી 3 દિવસની એક વોર્મઅપ મેચ રમાય હતી. ભારતીય ટીમે આ મેચ જીતી હતી. ત્યાર પછી ટીમ હવે ગોલ પહોંચી ચૂકી છે. કારણ કે, અહી પહેલી ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ મેચ ખુબ ખાસ રહેશે. કારણ કે, ડબલ્યુટીસી વર્લ્ડકપ ચેમ્પિયનશીપનો ભાગ છે.
ભારત અને શ્રીલંકાના સમયમાં વધારે તફાવત નથી. આ માટે ભલે મેચ ભારતની બહાર થઈ રહી છે પરંતુ તેના પર વધારે અસર પડશે નહી. પહેલી મેચ ગોલમાં ભારતીય સમય અનુસાર સવારે 10 કલાકે શરુ થશે. સાડા 9 કલાકે ટોસ થશે. ત્યારબાદ મેચ શરુ થશે. ટેસ્ટમાં એક દિવસમાં 90 ઓવરની રમત રમાઈ છે. મેચ અંદાજે 5 થી 6 કલાક સુધી રમાતી જોવા મળી શકે છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો. ભારતીય ટીમ 48.15 સાથે પાંચમાં નંબર પર છે. શ્રીલંકાની ટીમ 41.67 છે. તે છઠ્ઠા સ્થાને છે. ટુંકમાં મેચનું રિઝલ્ટ જે પણ આવશે. પોઈન્ટ ટેબલ અને પીસીટી પર ખાસ અસર પડશે.
યશસ્વી જ્યસ્વાલ, કે.એલ રાહુલ, દેવદત્ત પેડિક્કલ, શુભમન ગિલ,ઋષભ પંત,ધ્રુવ ઝુરેલ,રિવેન્દ્ર જાડેજા,માનવ સુથાર,કુલદીપ યાદવ,ગુરનુર બ્રાર અને મોહમ્મદ સિરાજ