AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતી પાયલટ સ્મિતને હનુમાનજીમાં અતૂટ આસ્થા, કહ્યુ ફ્લાઈટની એ મુશ્કેલ ઘડીમાં પણ 'હનુમાન ચાલિસા' બોલી રહ્યો હતો- જુઓ Video

ગુજરાતી પાયલટ સ્મિતને હનુમાનજીમાં અતૂટ આસ્થા, કહ્યુ “ફ્લાઈટની એ મુશ્કેલ ઘડીમાં પણ ‘હનુમાન ચાલિસા’ બોલી રહ્યો હતો”- જુઓ Video

| Updated on: Oct 02, 2026 | 7:50 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાઈ દુબઈની ફ્લાઈટના પાયલટ સ્મિત મચ્છક સાથે વીડિયો કોલ પર વાતચીત કરી તેની તબિયત અંગે જાણકારી લીધી. આ દરમિયાન ફ્લાઈટમાં કો પાયલટના હુમલાથી સર્જાયેલી અત્યંત કટોકટીની પળોમાં સ્મિતની માનસિક સ્થિતિ શું હતી તે અંગે સ્મિતે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યુ.

દુબઈથી ઈઝરાયેલ જનારી ફ્લાઈટના કેપ્ટન સ્મિત પાયલટ પર કો પાયલટે હુમલો કરી દીધો અને એક સમયે પ્લેન હાઈજેકિંગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો સ્મિતે સમયસર સૂજબુજ અને સાહસનો પરિચય ન આપ્યો હોત તો એ પ્લેનક્રેશ થઈ જતુ. કો પાયલટ પ્લેન હાઈજેક કરી ને 9/11 જેવી ઘટનાને અંજામ આપી શક્તો હતો. પરંતુ ફ્લાઈટના ભારતીય પાયલટ સ્મિત મચ્છરે બહાદુરીથી તેનો સામનો કર્યો અને 180 લોકોના જીવ બચાવી લીધા એ ખુદ પણ ગંભીર રીતે એ હુમલામાં ઘાયલ હોવા છતા તેમણે પ્લેન પરનો કંટ્રોલ જાળવી રાખ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2જી ઓક્ટોબરે જ્યારે સ્મિત મચ્છર સાથે આ સમગ્ર ઘટના અંગે તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવવા માટે વીડિયો કોલ પર વાતચીત કરી. ત્યારે સ્મિત મચ્છરે PM મોદીને જણાવ્યુ કે એ તેઓ જ્યારે પણ પીડામાં કે કોઈ મુશ્કેલીમાં હોય છે ત્યારે હનુમાનજીને યાદ કરે છે. ફ્લાઈટ કો-પાયલટ સાથે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન જીવન મરણ ના એ ખેલ વચ્ચે પણ તેઓ હનુમાન ચાલિસા બોલી રહ્યા હતા. સ્મિતે એવુ પણ કહ્યુ કે તેમને હનુમાનજીએ બચાવી લીધા.

સ્મિતે જણાવ્યુ કે તેમને બજરંગબલિ પ્રત્યે તેમને અપાર આસ્થા છે અને તેમનો અને ફ્લાઈટમાં સવાર તમામ યાત્રિકોનો જીવ પણ હનુમાનજીએ બચાવ્યો છે. સૌથી મોટી વાત તેમણે એ કરી કે તેઓ જ્યારે અત્યંત ગંભીર રીતે ઘાયલ હતા. લોહીલુહાણ હાલતમાં હતા એવા સમયે પણ તેઓ મનોમન હનુાન ચાલિસાનું રટણ કરી રહ્યા હતા.

દુબઈની ફ્લાઈટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરતા પહેલા ઓમાની પાયલટ શું બોલ્યો? આ કથિત આતંકી પાયલોટનું નામ કેમ જાહેર નથી કરાયુ?

 

 

Published on: Oct 02, 2026 07:47 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">