AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Drishyam 3’ જોવાય કે નહીં? અજય દેવગણ અને જયદીપ અહલાવત વચ્ચે જોરદાર ટક્કર, છેલ્લી 30 મિનિટ રૂંવાડા ઊભા કરી નાખશે

અજય દેવગણની મચ-અવેટેડ ફિલ્મ 'દ્રશ્યમ 3' થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે અને આવતાની સાથે જ તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ વખતે વિજય સાલગાંવકરનો સામનો જયદીપ અહલાવત સાથે થઈ રહ્યો છે, જેમની એક્ટિંગે દર્શકોને ઈમ્પ્રેસ કરી દીધા છે. ફિલ્મના ક્લાઈમેક્સ અને એક્શનને સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

'Drishyam 3' જોવાય કે નહીં? અજય દેવગણ અને જયદીપ અહલાવત વચ્ચે જોરદાર ટક્કર, છેલ્લી 30 મિનિટ રૂંવાડા ઊભા કરી નાખશે
| Updated on: Oct 02, 2026 | 6:16 PM
Share

અજય દેવગણની સૌથી ચર્ચિત ફિલ્મ દ્રશ્યમ: ધ કન્ક્લુઝન (Drishyam 3) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં વિજય સાલગાંવકરની એવી જોરદાર વાર્તા છે, જેના વિરુદ્ધ પુરાવા એકઠા કરવામાં પોલીસના પરસેવા છૂટી રહ્યા હોય છે.

ફિલ્મના પહેલા અને બીજા પાર્ટને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને હવે ત્રીજા પાર્ટે આવતાની સાથે જ ધમાલ મચાવી દીધી છે. ફિલ્મના બીજા પાર્ટમાં અજય દેવગણનો સામનો અક્ષય ખન્ના સાથે થયો હતો અને હવે ત્રીજા પાર્ટમાં અજય દેવગણ અને જયદીપ અહલાવતની ટક્કર જોવા મળી છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ અંગે પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ છે.

ફેન્સે આપ્યો પોતાનો અભિપ્રાય

અભિષેક પાઠકના નિર્દેશનમાં બનેલી દ્રશ્યમમાં અજય દેવગણ સિવાય તબ્બુ અને શ્રિયા સરન મુખ્ય ભૂમિકામાં છે. આ વખતે ફિલ્મમાં જયદીપ અહલાવતની ખાસ એન્ટ્રી થઈ છે. જયદીપે પોતાની એક્ટિંગથી ફેન્સને પ્રભાવિત કરી દીધા છે અને આ જ કારણે લોકો અજયની સાથે સાથે જયદીપના પણ ખૂબ વખાણ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, ‘ભાઈ, આ વર્ષે ‘દ્રશ્યમ 3′ એક બીજી જબરદસ્ત બ્લોકબસ્ટર ફિલ્મ હશે.’ બીજા યુઝરે લખ્યું, ‘બસ દ્રશ્યમ 3 જોઈ, ઓહ ભાઈ સાહેબ શું સ્ક્રિનપ્લે છે, જયદીપ અહલાવત ભાઈ અક્ષય ખન્ના પર ભારે પડી ગયા છે; તેમનો ઓરા અદ્ભુત છે. આ દ્રશ્યમ 2 થી વધુ સારી નથી પરંતુ છેલ્લી 30 મિનિટમાં તમે ક્રેઝી થઈ જશો. બસ સ્પોઈલર નહીં આપું, આ પ્યોર સિનેમા છે.’

ફિલ્મની પહેલા દિવસની કમાણી

લગભગ 100 કરોડના બજેટમાં બનેલી દ્રશ્યમ 3 સિનેમાઘરોમાં આવતા જ છવાઈ ગઈ છે. ફિલ્મને એડવાન્સ બુકિંગમાં શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરશે.

શરૂઆતી રિપોર્ટ્સ અનુસાર, દ્રશ્યમ 3 પહેલા દિવસે લગભગ 30 કરોડનું શાનદાર કલેક્શન કરીને ધૂમ મચાવશે. જો કે, આ ફિલ્મની રિલીઝની અસર સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ ‘ધ વન’ પર પણ પડશે.

કોણ છે રૂહાની શર્મા, જેણે વિરાટ કોહલીને જીજાજી કહ્યું? જુઓ ફોટો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">