AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તૈયાર થઈ જાઓ… આ શેરમાં કંઈક મોટું થશે, ટાટા ગ્રુપના સ્ટોકમાં આવી શકે છે ‘જબરદસ્ત ઉછાળો’

શેરબજારમાં જો તમે પણ કોઈ મજબૂત અને ભરોસાપાત્ર સ્ટોકની શોધમાં છો, તો ટાટા ગ્રુપની એક મોટી કંપની તરફથી ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નબળા પ્રદર્શન બાદ હવે આ શેર કમાલ કરવા માટે તૈયાર છે. જાણીતી બ્રોકરેજ ફર્મે આ શેર પર પોતાનો 'Buy' રેટિંગ જાળવી રાખીને ₹235 નો ટાર્ગેટ પ્રાઈસ આપ્યો છે, જે વર્તમાન ભાવથી ખૂબ જ સારા ઉછાળાની શક્યતા દર્શાવે છે.

| Updated on: Oct 02, 2026 | 5:36 PM
Share
ટાટા સમૂહની અગ્રણી કંપનીના Shares પર બ્રોકરેજ ફર્મ એલેરા સિક્યોરિટીઝે એક રિપોર્ટ જાહેર કર્યો છે. ખાસ વાત એ છે કે, આ શૅર પર એલેરાએ પોતાની BUY રેટિંગ જાળવી રાખી છે. બ્રોકરેજે આ કંપનીના પ્રદર્શન, આઉટલુક અને વેલ્યુએશન પર વાત કરતા રિપોર્ટ આપ્યો છે. ટાટા ગ્રુપના આ શૅર 1 ઓક્ટોબરે 3 ટકાથી વધુના ઘટાડા સાથે ₹178 પર બંધ થયા હતા.

1 / 7
કંપનીના શૅરોએ આ વર્ષે મે મહિનામાં ₹226 નો ઓલ-ટાઈમ હાઈ બનાવ્યો હતો અને ત્યારથી શૅરમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, એલેરા કેપિટલે લાંબાગાળાના દ્રષ્ટિકોણથી મોટો ટાર્ગેટ પ્રાઈસ આપ્યો છે.

2 / 7
યુરોપના બિઝનેસની ચિંતાઓ અને વર્ષ 2030 પછી લોખંડની અયસ્ક (iron ore) ખાણો છીનવાઈ જવાની આશંકાઓને કારણે શૅરે છેલ્લા 3 મહિનામાં પોતાના હરીફોની સરખામણીએ નબળું પ્રદર્શન કર્યું છે. આનું વેલ્યુએશન ડિસ્કાઉન્ટ વધીને અનુક્રમે 39% અને 32% થઈ ગયું છે.

3 / 7
બ્રોકરેજનું માનવું છે કે, શૅર આ નકારાત્મક પાસાઓ પર પ્રતિક્રિયા આપી ચૂક્યો છે. બ્રોકરેજે જણાવ્યું કે, યુરોપિયન કારોબારમાં રિકવરી જોવા મળી રહી છે. નેધરલેન્ડ સ્થિત ડાયરેક્ટ શીટ પ્લાન્ટ (DSP) ના અસ્થાયી શટડાઉનને કારણે Q1FY27 માં યુરોપિયન ઓપરેશન્સનું EBITDA નેગેટિવ (ખોટમાં) રહ્યું હતું.

4 / 7
ઓગસ્ટમાં આ પ્લાન્ટ ફરી શરૂ થયા પછીથી Q2FY27 થી લઈને Q1FY28 સુધી નફામાં સતત સુધારાની આશા છે. ભારતીય કારોબારમાં મજબૂતી આવી છે.

5 / 7
ઐતિહાસિક રીતે Q2 સ્ટીલ માટે નબળી ત્રિમાસિક હોય છે પરંતુ Q2FY27 માં HRC ની કિંમતોમાં Q1FY27 ના સરેરાશની સરખામણીએ 2% નો વધારો જોવા મળ્યો છે. ઓટો અને પાઈપ ઈન્ડસ્ટ્રીની મજબૂત માંગ, રીસ્ટોકિંગ અને સેફગાર્ડ ડ્યુટીના કારણે ભારતીય ઓપરેશન્સનો નફો મજબૂત રહેવાની આશા છે.

6 / 7
એલેરા કેપિટલ બ્રોકરેજે ટાટા સ્ટીલના શૅર પર 'Buy' રેટિંગ જાળવી રાખતાં શૅરનો ટાર્ગેટ પ્રાઈસ ₹235 નક્કી કર્યો છે, જે ₹178 ના વર્તમાન બજાર ભાવથી મોટા ઉછાળાની શક્યતા દર્શાવે છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શું ‘સોનું’ સીધું ₹1 લાખની નીચે આવશે ? એક ચાર્ટે પોલ ખોલી દીધી, જાણો ‘3 મોટા કારણ’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">