AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આજે 2 ઓક્ટોબર ‘No UPI Day’, બહાર નીકળો તો રોકડા પૈસા સાથે રાખજો, જાણો કારણ

વેપારી સંગઠનોએ 2 ઓક્ટોબરે ₹2000થી વધુના UPI પેમેન્ટ પર MDR ચાર્જના વિરોધમાં 'No UPI Day'ની અપીલ કરી છે. જોકે, તમામ સંગઠનો એકમત નથી.

Breaking News : આજે 2 ઓક્ટોબર 'No UPI Day', બહાર નીકળો તો રોકડા પૈસા સાથે રાખજો, જાણો કારણ
| Updated on: Oct 02, 2026 | 11:17 AM
Share

જો તમે 2 ઓક્ટોબરે ખરીદી કરવા, બહાર ફરવા કે રેસ્ટોરન્ટમાં જમવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો સાથે થોડું કેશ રાખવું તમારા માટે ફાયદાકારક રહેશે. ગુજરાત દિલ્હી સહિત ભારતના અનેક રાજ્યોમાં માં કેટલાક વેપારી સંગઠનોએ ₹2,000થી વધુના મર્ચન્ટ UPI પેમેન્ટ પર લાગુ થનારા પ્રસ્તાવિત MDR ચાર્જના વિરોધમાં 2 ઓક્ટોબરે ‘No UPI Day’ મનાવવાની અપીલ કરી છે. જોકે, આ મુદ્દે તમામ વેપારી સંગઠનો એકમત નથી. તેથી દરેક દુકાનમાં UPI બંધ હશે એવું માનવું યોગ્ય નહીં રહે.

આજના આ વિરોધમાં ગુજરાત રાજ્યના 600 ટ્રેડર્સ યુનિયનો આ વિરોધમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના તમામ વેપારીઓ MDR ચાર્જથી મુક્તિ આપવાની માંગ સાથે સરકારના નિર્ણયનો વિરોધ કરશે. રાજ્યના આશરે 600 ટ્રેડર્સ યુનિયનો આ વિરોધમાં જોડાશે. ઓટો મોબાઈલ યુનિયન, મોબાઈલ યુનિયન, ઇલેક્ટ્રોનિક્સ યુનિયન, કાપડ માર્કેટ, જ્વેલરી માર્કેટના વેપારીઓ UPI ટ્રાન્જેક્શન નહી સ્વીકારે. એટલું જ નહીં તમામ વેપારીઓ પોતાના QR કોડ મશીન અને બોર્ડ પર કાળું કપડું ઢાંકી માત્ર રોકડથી વ્યાપાર કરશે.. ત્યારે આ વિરોધના દિવસે અંદાજે 50 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર સીધી અસર પડવાની ભીતિ છે.

કાળા કપડાથી ઢાંકવાની પણ અપીલ

કોન્ફેડરેશન ઓફ ટ્રેડર્સ ઓફ ઈન્ડિયા (CTI)એ વેપારીઓને 2 ઓક્ટોબરે UPI પેમેન્ટ સ્વીકારવાનું ટાળવા અને માત્ર કેશ પેમેન્ટ લેવાની અપીલ કરી છે. CTIએ કેટલીક દુકાનોમાં UPI QR કોડ અને મશીનોને કાળા કપડાથી ઢાંકવાની પણ અપીલ કરી છે. સંગઠનનો દાવો છે કે 100થી વધુ મોટા વેપારી સંગઠનો આ અભિયાનને સમર્થન આપી રહ્યા છે અને દેશભરમાં 2,000થી વધુ સ્થળોએ તેની અસર જોવા મળી શકે છે.

બીજી તરફ, કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ સ્પષ્ટ કર્યું છે કે તેણે 2 ઓક્ટોબરે ‘No UPI Day’ માટે કોઈ સત્તાવાર નિર્ણય લીધો નથી. CAIT, ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશન (AIMRA) અને અન્ય વેપારી સંગઠનોના પ્રતિનિધિઓએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરીને પ્રસ્તાવિત MDR અંગે પોતાની ચિંતાઓ રજૂ કરી હતી.

આખરે MDR શું છે?

પ્રસ્તાવિત નિયમો મુજબ 15 ઓક્ટોબર 2026થી ચોક્કસ કેટેગરીના ₹2,000થી વધુના મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા MDR લાગુ કરવાની જોગવાઈ છે. આ ચાર્જ ગ્રાહક પાસેથી સીધો વસૂલવાનો નથી, પરંતુ મર્ચન્ટ સાથે સંબંધિત રહેશે. ₹2,000થી ઓછા પેમેન્ટ અને વ્યક્તિથી વ્યક્તિ વચ્ચેના UPI ટ્રાન્સફર આ ચાર્જના દાયરામાં નહીં આવે. ₹75,000 કે તેથી વધુના ટ્રાન્ઝેક્શન માટે MDRની મહત્તમ મર્યાદા ₹300 રાખવામાં આવી છે.

વેપારી સંગઠનોનું કહેવું છે કે MDR લાગુ થવાથી વેપારીઓ પર વધારાનો નાણાકીય બોજ પડી શકે છે. આ મુદ્દે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકાર, RBI અને NPCI પાસેથી આ ચાર્જના કાનૂની આધાર સહિતની વિગતો અંગે જવાબ માગ્યો છે. હાલ અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.

આ સ્થિતિમાં 2 ઓક્ટોબરે બહાર નીકળતી વખતે UPI સાથે થોડું કેશ રાખવું સાવચેતીભર્યું પગલું બની શકે છે, ખાસ કરીને જો તમે ખરીદી, પ્રવાસ અથવા બહાર જમવાનું આયોજન કરી રહ્યા હોવ.

ગાંધી જયંતિ પર સોનું થયું સસ્તું, દિલ્હીથી અમદાવાદ સુધી ઘટી ગયો ભાવ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">