AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :  3000 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલી બોટને ગુજરાત મરીન પોલીસ નારગોલ જેટી પર લાવી, જુઓ વીડિયો

Breaking News : 3000 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલી બોટને ગુજરાત મરીન પોલીસ નારગોલ જેટી પર લાવી, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2026 | 1:28 PM
Share

વલસાડ 3000 કરોડના ડ્રગ્સ જપ્ત કરવાનો મામલો સામે આવ્યો છે. ઝડપાયેલી બોટને ઉમરગામના નારગોલ દરિયાકિનારે લાવવામાં આવી છે.ગુજરાત મરીન પોલીસે બોટને નારગોલ જેટી પર લાવી છે.

વલસાડમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ ઝડપેલ ડ્રગ્સનો મામલો સામે આવ્યો છે. પકડાયેલી બોટને ઉમરગામના નારગોલ દરિયાકિનારે લાવવામાં આવી છે.ગુજરાત મરીન પોલીસ બોટને નારગોલ જેટી પર લાવી છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બોટને કિનારે લાવવામાં આવી છે.સુરક્ષાના ભાગરૂપે બોટને નારગોલ લવાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે.

બોટનું નામ ‘આઝાદ’

અરબ સાગરના પશ્ચિમ લક્ષદ્વીપ વિસ્તારમાં પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. પકડાયેલી બોટનું નામ આઝાદ હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 3 હજાર કરોડ હોવાનો અંદાજ છે. બોટમાં 4થી 5 પાકિસ્તાની નાગરિકો સવાર હોવાની માહિતી પણ સામે આવી છે. તમને જણાવી દઈએ કે,અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીકથી પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ ઝડપાયેલી બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું છે.

આખી ઘટના જાણી લો

30 સપ્ટેમ્બર 2026ના રોજ લક્ષદ્વીપ નજીક અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી શંકાસ્પદ ઈરાની ધોને અટકાવી હતી. ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરાયેલા આ ઓપરેશન દરમિયાન ધોની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી.ઓપરેશન દરમિયાન ધોમાંથી કુલ 526 કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું હતુ. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજાર કિંમત 3 હજાર કરોડથી વધુ હોવાનો અંદાજ છે.

આ જથ્થો દરિયાઈ માર્ગે ભારતમાં લાવવામાં આવી રહ્યો હતો કે અન્ય કોઈ સ્થળે પહોંચાડવાનો હતો તે અંગે એજન્સીઓ તપાસ કરી રહી છે.ડ્રગ્સ સાથે ધોમાં સવાર પાંચ પાકિસ્તાની ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી હતી.

Breaking News : PM નરેન્દ્ર મોદીએ પાયલોટ સ્મિત મચ્છર સાથે ફોન પર વાત કરી, જાણો શું કહ્યું અહી ક્લિક કરો

 

Published on: Oct 02, 2026 01:27 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">