પૂર્વ ક્રિકેટરનો દીકરો રોમેન્ટિક ફિલ્મથી બન્યો નેશનલ ક્રશ, હિટમાંથી ફ્લોપ બનેલા અભિનેતાનો પરિવાર જુઓ
ભૂતપૂર્વ ક્રિકેટરનો પુત્ર હોવા છતાં, તેને રમતના મેદાન પર નહીં પરંતુ રૂપેરી પડદે ઓળખ મળી.પૂર્વ ક્રિકેટરનો દીકરો રોમેન્ટિક ફિલ્મથી બન્યો નેશનલ ક્રશ બન્યો છે. જુગલ હંસરાજનો પરિવાર જુઓ

મોહબ્બતેં" ફિલ્મના 26 વર્ષ પછી સમીર કેવો દેખાય છે? આ ફોટો જોઈને તમને આશ્ચર્ય થશે. અનેક ફ્લોપ ફિલ્મો છતાં, અમેરિકામાં તેની સંપત્તિ ઝડપથી વધી રહી છે. જુગલ હંસરાજનો પરિવાર જુઓ

જુગલ હંસરાજ એક ભારતીય અભિનેતા, લેખક અને ફિલ્મ નિર્માતા છે, જે મુખ્યત્વે હિન્દી સિનેમામાં તેમના કામ માટે જાણીતો છે.જુગલ હંસરાજ90ના દશકમાં રોમેન્ટિક ફિલ્મોમાં જોવા મળ્યો હતો.

જુગલ હંસરાજનો પરિવાર જુઓ

જુગલ હંસરાજનો જન્મ 26 જુલાઈ 1972ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા, લેખક અને ફિલ્મ નિર્માતા છે. તેમણે શેખર કપૂરની ફિલ્મ 'માસૂમ'માં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેમણે 'કર્મ' અને 'સલ્તનત' જેવી ફિલ્મોમાં પણ બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. બાળપણમાં તેઓ ટીવી અને પ્રિન્ટ માધ્યમો માટે મોડેલ તરીકે કામ કરતા હતા અને જાણીતી જાહેરાતોમાં પણ જોવા મળ્યા હતા.

1994માં 'આ ગલે લગ જા' ફિલ્મ દ્વારા તેમણે અભિનેતા તરીકે અભિનયની શરૂઆત કરી. ત્યારબાદ, તેઓ 'મોહબ્બતેં' , 'કભી ખુશી કભી ગમ' અને 'સલામ નમસ્તે' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

તેમણેની એનિમેટેડ ફિલ્મ 'રોડસાઇડ રોમિયો' માટે લેખક અને દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.

જુગલ હંસરાજ પૂર્વ ક્રિકેટર પ્રવિણ હંસરાજનો નાનો દીકરો છે. તેનો એક મોટો ભાઈ છે જેનું નામ સુનિલ હંસરાજ છે. જુગલ હંસરાજના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

જુગલ હંસરાજના પિતા, પ્રવીણ હંસરાજ, ભૂતપૂર્વ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર હતા. તેમનું 28 જાન્યુઆરી, 2014 ના રોજ અવસાન થયું છે.

જુલાઈ 2014માં, હંસરાજે ન્યૂ યોર્કની એનઆરઆઈ (NRI) ઇન્વેસ્ટમેન્ટ બેન્કર જાસ્મિન ધિલ્લોન સાથે લગ્ન કર્યા. આ દંપતીને સિદક નામનો પુત્ર છે.અભિનેતા ચેતન હંસરાજ તેમના પિતરાઈ ભાઈ છે.

વર્ષો પછી, જુગલે સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન અભિનીત ફિલ્મ "નાદાનિયાં" સાથે પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો. જોકે, ફિલ્મ નબળી રહી અને જુગલ ફરી એક વખત ગુમ થયો.

ફિલ્મોમાં પ્રવેશતા પહેલા, તેમણે ટેલિવિઝન અને પ્રિન્ટ જાહેરાતોમાં મોડેલ તરીકે કામ કર્યું.

તેમણે દિગ્દર્શન અને લેખનમાં પણ ઝંપલાવ્યું, ફિલ્મ નિર્માણના અન્ય ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી. જુગલ હંસરાજ હવે તેમની પત્ની અને બાળકો સાથે ન્યૂયોર્કમાં રહે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જુગલ હંસરાજ અભિનયથી દૂર હોવા છતાં પણ નેટવર્થ સારી છે. તેમની અંદાજિત કુલ સંપત્તિ આશરે 37 કરોડ છે. તેમણે બાંધકામ ઉદ્યોગમાં તેમના કામ દ્વારા આ સંપત્તિ મેળવી છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
