AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અલનીનોને કારણે વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

આ વર્ષે ચોમાસા દરમિયાન ગુજરાતમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં સરેરાશની સરખામણીએ 11 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 ટકા વરસાદની ઘટ રહી છે. હાલ વરસાદ માટે અનુકૂળ કોઈ સક્રિય સિસ્ટમ ન હોવાથી આગામી દિવસોમાં પણ રાજ્યમાં નોંધપાત્ર વરસાદની શક્યતા ઓછી છે.

Breaking News : અલનીનોને કારણે વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
| Updated on: Oct 02, 2026 | 4:59 PM
Share

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે વરસાદની શક્યતા નહિવત બની છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. હાલ રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સક્રિય હવામાન સિસ્ટમ નથી.

અમદાવાદમાં 36 ડિગ્રી સુધી તાપમાન

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ શકે છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફની રહેવાની શક્યતા છે. IMDના 2 ઓક્ટોબરના સબ-ડિવિઝન વોર્નિંગ મુજબ ગુજરાત રિજન તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી સાત દિવસ માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

ગુજરાતમાં વરસાદની 11 ટકા ઘટ

આ વર્ષે ચોમાસા દરમિયાન ગુજરાતમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં સરેરાશની સરખામણીએ 11 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 ટકા વરસાદની ઘટ રહી છે. હાલ વરસાદ માટે અનુકૂળ કોઈ સક્રિય સિસ્ટમ ન હોવાથી આગામી દિવસોમાં પણ રાજ્યમાં નોંધપાત્ર વરસાદની શક્યતા ઓછી છે.

અલ નીનોની મજબૂત અસર

હવામાનમાં આગામી સમયગાળા દરમિયાન અલ નીનોની અસર પણ મહત્વની બની શકે છે. NOAAના સપ્ટેમ્બર 2026ના ENSO વિશ્લેષણ મુજબ અલ નીનો મજબૂત થઈ રહ્યો છે અને વર્ષના અંત સુધી તેની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

ઓક્ટોબરમાં સામાન્ય કરતાં વધુ ગરમીની શક્યતા

અલ નીનોની અસરને કારણે ઓક્ટોબર દરમિયાન કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસા બાદ ઠંડકનો અનુભવ થવામાં હજુ સમય લાગી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે વરસાદી સિસ્ટમની ગેરહાજરી અને અલ નીનોની અસરને કારણે ઓક્ટોબરની શરૂઆતમાં ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતા છે.

Breaking News : UPI ટ્રાન્ઝેક્શન પર MDRનો ભારે વિરોધ, અમદાવાદમાં વેપારીઓ ઉતર્યા રોડ પર, જુઓ વીડિયો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">