AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

02 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ ખનીજના ગેરકાયદેસર ખનન સામે દરોડા, 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2026 | 8:32 PM
Share

આજે 02 ઓક્ટોબરના શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

02 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ ખનીજના ગેરકાયદેસર ખનન સામે દરોડા, 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

આજે 02 ઓક્ટોબરના શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Oct 2026 08:13 PM (IST)

    અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMCના દરોડા, કુલ 14.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

    અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMCની કાર્યવાહી. 4.18 લાખની કિંમતનો 1153 બોટલ દારૂ કબજે કર્યો. દારૂનો જથ્થો, વાહન સહિત કુલ 14.24 લાખનો મુદ્દામાલ કબજે. 1 આરોપીની ધરપકડ, 6 આરોપી વોન્ટેડ. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો.

  • 02 Oct 2026 08:12 PM (IST)

    સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ ખનીજના ગેરકાયદેસર ખનન સામે દરોડા, 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

    સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ ખનીજના ગેરકાયદેસર ખનન સામે ખાણ ખનીજ અને પોલીસની ટીમે સંયુક્ત દરોડા પાડ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના 2 તાલુકામા ગેરકાયદે ખનન કરતા સ્થળે દરોડા કરવામાં આવ્યો. સાયલા તાલુકાના ચોરવીરા, ખાખરાળી અને થાનગઢના જામવાળી વિસ્તારમાં કડક કાર્યવાહી હાથ ધરાઈ. ચોરવીરામાંથી 11 કૂવામાંથી ખનન ઝડપાયું: ચોરવીરા ગામેથી રૂ. 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાબડિયા લાલજીભાઈ ધનાભાઈ દ્વારા ખનન કરાવાતું હોવાનો ખુલાસો થયો. ખાખરાળીમાંથી રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત: ખાખરાળીના ચોપાટ વિસ્તારમાં 7 કૂવામાંથી ગેરકાયદેસર ખનન ઝડપી બે ટ્રેક્ટર અને જનરેટર સહિતની સામગ્રી કબજે કરાઈ. જામવાળીમાં 20 કૂવાઓ પર રેડ: થાનગઢના જામવાળી ગામે મુની દેવળ મંદિર પાછળથી 20 કૂવામાં ચાલતું ખનન પકડી રૂ. 25લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ત્રણેય સ્થળોએથી કુલ 37 કૂવાઓમાંથી ગેરકાયદેસર ખનન ઝડપી આશરે રૂ. 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તંત્ર દ્વારા જીપીએસ કોર્ડિનેટ સાથે માપણી શરૂ કરી મિનરલ્સ એક્ટ-1957 હેઠળ પોલીસ ફરિયાદ અને દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ.

  • 02 Oct 2026 06:54 PM (IST)

    કેપ્ટન સ્મિતને નેશનલ બ્રેવરી એવોર્ડ આપો, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સે PMOને લખ્યો પત્ર

    કેપ્ટન સ્મિતને નેશનલ બ્રેવરી એવોર્ડ આપવાની ભલામણ FIPએ કરી છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સે PMOને પત્ર લખી જણાવ્યું  છે કે, ફ્લાયદુબઈ FZ1073ના કેપ્ટન સ્મિતને રાષ્ટ્રીય સન્માન કરવા માટે ભલામણ કરાઈ છે. 30 સપ્ટેમ્બર 2026ની ઇન-ફ્લાઇટ ઇમરજન્સીનો પત્રમાં ઉલ્લેખ. ફ્લાઇટ દરમિયાન ફર્સ્ટ ઓફિસરે ક્રેશ એક્સથી હુમલો કર્યાનો દાવો. ગંભીર ઇજાઓ છતાં કેપ્ટન સ્મિતે વિમાનનું નિયંત્રણ જાળવી રાખ્યું. કેપ્ટને વિમાનને સુરક્ષિત રીતે સાઉદી અરેબિયાના તબુક ડાયવર્ટ કર્યું. વિમાનમાં સવાર 174 મુસાફરો અને 8 ક્રૂ સભ્યોના જીવ બચાવ્યાનો ઉલ્લેખ. FIPએ યોગ્ય નેશનલ બ્રેવરી એવોર્ડ કે રાષ્ટ્રીય નાગરિક સન્માન માટે PMOને લખ્યો પત્ર.

  • 02 Oct 2026 06:02 PM (IST)

    ભારતીય મહિલા હોકી ટીમે ચીનને 1-0થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો

    ભારતીય મહિલા હોકી ટીમે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. આજે એશિયન ગેમ્સમાં ચીન સામે રમતા ભારતીય મહિલાઓએ  ચીનને 1-0થી હરાવીને સુવર્ણ પદક પર કબજો જમાવ્યો છે. આ વર્ષે એશિયન ગેમ્સમાં મહિલા ખેલાડીઓનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે.

  • 02 Oct 2026 05:33 PM (IST)

    મુંબઈના શિવાજી પાર્કમાં CJPનુ વિરોધ પ્રદર્શન, વિશાલ ભારદ્વાજે જઈને આપ્યું સમર્થન

    જાણીતા ફિલ્મ દિગ્દર્શક, લેખક, સંગીતકાર અને નિર્માતા વિશાલ ભારદ્વાજ, 2 ઓક્ટોબરે મુંબઈના શિવાજી પાર્ક ખાતે CJP દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. તેઓ પ્રદર્શનકારીઓને સમર્થન આપવા માટે વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, ભારદ્વાજે મંચ પરથી સભાને સંબોધન કર્યું ન હતું. તેમની હાજરીને પ્રદર્શનકારીઓ સાથે એકતા દર્શાવવાના સંકેત તરીકે જોવામાં આવી હતી.

  • 02 Oct 2026 05:21 PM (IST)

    ગીર સોમનાથના સુત્રાપાડા કોડીનાર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના

    ગીર સોમનાથના સુત્રાપાડા કોડીનાર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. બોલેરો ચાલકે બાઇકને હડફેટે લીધું. બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ. બોલેરો ચાલક બાઈક ઉડાવ્યા બાદ ફરાર થયો. જો કે પોલીસે બોલેરોનો પીછો કરી સિંગસર નજીકથી બોલેરો અને ચાલકને ઝડપી પાડ્યા

  • 02 Oct 2026 05:06 PM (IST)

    અમદાવાદના સિંગરવા ગામમાં પાન પાર્લરમાં મારામારી, ઓઢવ પોલીસે ચારને ઝડપ્યાં

    અમદાવાદના સિંગરવા ગામમાં પાન પાર્લરમાં મારામારીનો બનાવ બન્યો છે. પાન પાર્લર ચલાવતા વ્યક્તિને સિગરેટના પૈસા આપવા બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ થઈ મારામારી. ચાર લોકોએ ભેગા મળી લાકડા અને સ્ટુલ વડે માર માર્યો હતો. ઘટના પાર્લરના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ઓઢવ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી. પોલીસે ચારે આરોપીઓને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું.

  • 02 Oct 2026 04:43 PM (IST)

    ભાજપના ગુજરાત પ્રભારી તરુણ ચુગ 4 થી 7 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે

    ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. 4 ઓક્ટોબર થી 7 ઓક્ટોબર ગુજરાત પ્રવાસે રહેશે. અમદાવાદ – સાબરકાંઠા- ગાંધીનગર જિલ્લાની વિવિધ સંગઠનાત્મક બેઠકમાં લેશે ભાગ. ગાંધીનગર મનપા ચૂંટણી ને લઈને પણ બેઠકનું આયોજન

  • 02 Oct 2026 04:33 PM (IST)

    વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના લેડાઉ અને ભાચર ગામના ખેતરોમાં 2025ના ચોમાસાનું પાણી ઓસર્યું નથી

    વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના લેડાઉ અને ભાચર ગામના ખેડૂતોની મુશ્કેલી હવે માત્ર પાણી ભરાવાની સમસ્યા નથી રહી પરંતુ ખેડૂતોના અસ્તિત્વનો સવાલ બની છે ગત ચોમાસામાં ખેતરોમાં ભરાયેલું પાણી એક વર્ષ બાદ પણ યથાવત હોવાના કારણે અંદાજિત 40 થી વધુ ખેડૂતોની ખેતીને મોટો ફટકો પડ્યો છે શિયાળો ગયો, ઉનાળો ગયો અને હવે ફરી ચોમાસું પણ પસાર થઈ ગયું, છતાં ખેતરોમાંથી પાણીનો નિકાલ થયો નથી ખેડૂતો કહે છે કે અમને વળતર કે મોટી સહાયની માંગ નથી, અમારા ખેતરોમાંથી પાણી દૂર કરી આપો, જેથી અમે ફરી ખેતી કરી શકીએ.

  • 02 Oct 2026 04:18 PM (IST)

    ભારત-પાકિસ્તાન સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ બે શંકાસ્પદ ઘૂસણખોરોને ઠાર માર્યા

    બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ શુક્રવારે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીનો એક પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન થયેલી કાર્યવાહીમાં બે શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરો માર્યા ગયા હતા, જ્યારે ત્રીજો વ્યક્તિ ગોળીબાર વચ્ચે પાકિસ્તાન તરફ ભાગી જવામાં સફળ રહ્યો હતો.

  • 02 Oct 2026 04:01 PM (IST)

    વનકર્મી પર હુમલો કરનાર સિહણ પાંજરે પુરાઈ

    વડિયાનાં અરજણ સુખ ગામમાં વનકર્મી પર હુમલો કરનાર સિહણ પાંજરે પુરાઈ છે. એક પહેલા સિહણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાઈકની પાછળ ભાગતી જોવા મળી હતી. જ્યારે વાડી વિસ્તારમાં દોડધામ કરતી પણ જોવાઈ હતી.

  • 02 Oct 2026 03:49 PM (IST)

    ભેળસેળ કરનારા માફિયાઓ, સરકાર આવા માફિયાઓને છોડવાની નથીઃ પ્રફુલ્લ પાનસેરીયા

    રાજકોટમાં ભેળસેસેળીયાઓ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાનું નિવેદન સામે આવ્યું છે. ભેળસેળ કરતાં લોકોને આરોગ્યમંત્રીએ માફિયા ગણાવ્યા હતા. આજે નહિં તો આવતીકાલે માફિયાઓને છોડાશે નહિં. મોટા પ્રમાણમાં વેચાતુ એનાલોગ પનીર હવે બંધ થયુ છે. લોકોની ફરિયાદ બાદ સરકારી તંત્ર દ્વારા તરત જ કાર્યવાહી કરી રહ્યું છે. સરકાર ભેળસેળ માફિયાઓને છોડશે નહિં. લોકોનાં આરોગ્ય સાથે ચેડાં ન થાય એ માટે સરકાર ચિંતીત. સદભાવના વૃદ્ધાશ્રમ લેબોરેટરીના ઉદ્ધાટન પ્રસંગે આપ્યુ નિવેદન.

  • 02 Oct 2026 03:32 PM (IST)

    દ્વારકા જિલ્લામાં સપ્ટેમ્બર માસ દરમિયાન રખડતા શ્વાનોએ 180 લોકોને ભર્યા બચકા

    દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક યથાવત્ રહ્યો છે. સપ્ટેમ્બર માસ દરમિયાન જ 180 જેટલા લોકોને શ્વાન કરડ્યાના કેસ નોંધાયા. શ્વાન કરડવાથી ઇજાગ્રસ્ત લોકોને જામ ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ. દર્દીઓને જરૂરી એન્ટી-રેબીઝ રસી, ડ્રેસિંગ અને દવાઓ સહિતની સારવાર આપવામાં આવી. રખડતા શ્વાનના વધતા ત્રાસથી લોકોમાં ભયનો માહોલ. બાળકો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો સહિત રાહદારીઓ શ્વાનના હુમલાથી પરેશાન. રખડતા શ્વાનના ત્રાસને કાબૂમાં લેવા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ. શ્વાનને પાંજરે પૂરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા લોકોની માંગ ઉઠી.

  • 02 Oct 2026 03:17 PM (IST)

    રાજકોટના ઠગ અલ્પેશ દોંગાનો ગ્રામ્ય પોલીસે મેળવ્યો કબજો, ગીતા જયંતિએ કેટલાયને નવડાવીને ફુલેકુ ફેરવવાનો ઘડ્યો હતો પ્લાન

    કોલ સેન્ટરના માધ્યમથી ખેડૂતોને છેતરવાનો મુદ્દે ગ્રામ્ય પોલીસે મુખ્ય આરોપી અલ્પેશ દોંગાનો જેલમાંથી કબજો મેળવ્યો. અલ્પેશના ભાગીદાર અક્ષિત અકબરી ઉર્ફે હેપ્પી પટેલ નામના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. અલ્પેશ અને તેના સાગ્રીતો વિરુદ્ધ અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં 7 રાજકોટ ગ્રામ્યમાં 7 અને જામનગરના કાલાવડમાં 2 ગુનાઓ દાખલ થયેલા છે. વધુ 8 જેટલા ગુનાઓ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. પોલીસ તપાસમાં મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. 20 ડિસેમ્બર 2026 ના ગીતા જયંતિના નામે છેતરપિંડીનો મોટો પ્લાન હતો. અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજીને ગીતા નામ ધરાવતા મહિલાઓને છેતરવાનો પ્લાન હતો. આ માટે સોશિયલ મિડીયામાં ગીતા નામ ધરાવતા મહિલાઓનો સોશિયલ મીડિયાથી સંપર્ક કરીને તેને આમંત્રણ આપતા હતા. ગીતા નામના મહિલાઓને એકસાથે બોલાવીને તેને સસ્તી લોનના બ્હાને આકર્ષિત કરવાનો પ્લાન હતો. અગાઉ પકડાયેલા કોલ સેન્ટરમાંથી પણ ગીતા નામની 4800 જેટલી મહિલાઓનો ડેટા મળ્યો હતો. અત્યાર સુધીમાં 40 કરોડની ખેડૂતોની જમીન પોતાના નામે કરી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

  • 02 Oct 2026 03:00 PM (IST)

    જંગલ જમીનના સત્યાગ્રહ જાહેર સભામાં કોંગ્રેસના ટોચના નેતાઓની સાથે શંકરસિંહ વાઘેલાની સુચક હાજરી

    નર્મદાના ખોપી ખાતે યોજાઈ રહેલ જંગલ જમીનના સત્યાગ્રહ જાહેર સભામાં કોંગ્રેસના ટોચના નેતાઓની સાથે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહની સુચક હાજરી. સભા સ્થળ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય તુષાર ચૌધરી અને અનંત પટેલ, પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવા, ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા અને શકુંતલા વસાવા, લોક સંઘર્ષ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રતિભા તાઈ, પૂર્વ ધારાસભ્ય મહેશ છોટુ વસાવા સહિત આગેવાનો પણ હાજર. પુનઃ વન અધિકાર સત્યાગ્રહ જાહેર સભા ખોપી ખાતે યોજાઈ રહી છે

  • 02 Oct 2026 02:34 PM (IST)

    UPI પેમેન્ટના MDR મુદ્દે અમિત ચાવડાનું નિવેદન

    નર્મદામાં UPI પેમેન્ટ પર MDRના મુદ્દે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. તેમણે વેપારીઓ દ્વારા બ્લેક ડેની ઉજવણી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે પહેલા લોકોને ડિજિટલ પેમેન્ટની આદત પાડવામાં આવી અને હવે સરકાર દરેક બાબતમાં ટેક્સ વસૂલી રહી છે. UPI પેમેન્ટ પર MDR લાગુ કરવામાં આવે તો તેની અસર ગ્રાહકો અને દુકાનદારો બંને પર પડશે તેમ તેમણે જણાવ્યું હતું.

  • 02 Oct 2026 02:13 PM (IST)

    આગામી 7 દિવસોમાં વરસાદના કોઈ એંધાણ નહીં

    આગામી 7 દિવસોમાં વરસાદના કોઈ એંધાણ નહીં હોવા અંગે હવામાન વિભાગે માહિતી આપી છે. આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે, હવામાન વિભાગે વરસાદ ન પડવાની શક્યતા વ્યક્ત કરી છે. હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન રહેતા વરસાદ નહીં પડે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ રહેવાનું અનુમાન છે. ગુજરાતમાં 11%, સૌરાષ્ટ્રમાં 24% વરસાદની ઘટ છે.

  • 02 Oct 2026 12:31 PM (IST)

    ગુજરાતના UCC બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, ગેઝેટ જાહેર

    ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલા સમાન નાગરિક સંહિતા (UCC) બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ ગેઝેટ જાહેર કરવામાં આવ્યું છે. UCC હેઠળ લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને સંપત્તિ સહિતના વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાની જોગવાઈ છે. બિલની જોગવાઈઓ અનુસાર સંપત્તિ અને વારસાઈમાં મહિલાઓને સમાન હક્ક આપવામાં આવ્યા છે, જ્યારે લિવ-ઈન સંબંધમાંથી જન્મેલા બાળકના પિતૃત્વ અને વારસાઈ હક્ક અંગે પણ જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં UCC લાગુ કરવામાં આવ્યું હોવાની પુષ્ટિ કેન્દ્ર સરકારે પણ કરી છે અને આદિવાસી સમુદાયોને UCCના દાયરાથી બહાર રાખવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હોવાનું કેન્દ્ર સરકારના જણાવવામાં આવ્યું છે

  • 02 Oct 2026 11:55 AM (IST)

    LPG સિલિન્ડર ડિસ્ટ્રીબ્યુટરોની સરકાર સામે આંદોલનની ચિમકી

    રાજકોટમાં LPG સિલિન્ડર ડિસ્ટ્રીબ્યુટરોની રાષ્ટ્રીય કક્ષાની બેઠક મળી હતી, જેમાં દેશભરમાંથી આશરે 200 જેટલા ડિસ્ટ્રીબ્યુટરો ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા ડિસ્ટ્રીબ્યુટરોએ સરકાર સામે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. ડિસ્ટ્રીબ્યુટરોના જણાવ્યા મુજબ ખાડી યુદ્ધ બાદ સમગ્ર દેશમાં LPG ડિસ્ટ્રીબ્યુટરોની સ્થિતિ કફોડી બની છે. હવે આગામી 26 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણાં અને વિરોધ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમ માટે અત્યાર સુધીમાં આશરે 7,500 લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

  • 02 Oct 2026 11:55 AM (IST)

    મુંબઈમાં CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

    મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ CJP દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. CJP દ્વારા જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે, જ્યારે વિરોધ પ્રદર્શનને કેટલાક વિપક્ષી દળોનું સમર્થન મળ્યું છે. જોકે, શિવાજી પાર્ક ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનને મુંબઈ પોલીસે મંજૂરી આપી નથી. પ્રદર્શનને પગલે શિવાજી પાર્ક વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસની મંજૂરી વિના પ્રદર્શન યોજાય છે કે નહીં તેના પર પણ તંત્રની નજર છે.

  • 02 Oct 2026 10:28 AM (IST)

    બાવળા-બગોદરા હાઈવે પર લક્ઝરી બસમાં ભીષણ આગ

    અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભાયલા બ્રિજ નજીક મોડી રાત્રે 45 મુસાફરો ભરેલી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બસમાં આગ લાગતાં મુસાફરોમાં અફરાતફરી મચી હતી, પરંતુ સમયસૂચકતા દાખવી તમામ 45 મુસાફરો બસમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, બસમાં સવાર મુસાફરોનો માલસામાન આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે હાઈવે પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

  • 02 Oct 2026 09:25 AM (IST)

    આણંદમાં પિઝામાંથી વાળ નીકળ્યાનો ગ્રાહકનો આક્ષેપ

    આણંદના મારુતિ સોલારિસ મોલમાં આવેલા પિઝા હટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. ગ્રાહકે પિઝામાંથી વાળ નીકળ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી ગ્રાહકે પિઝાની ગુણવત્તા અને સ્વચ્છતા સામે સવાલો ઉઠાવ્યા છે. સાથે જ ફૂડ આઉટલેટમાં સ્વચ્છતા અંગે ગંભીર બેદરકારી રાખવામાં આવી હોવાનો પણ ગ્રાહકે આક્ષેપ કર્યો છે. ઘટનાને પગલે ખાણીપીણીની વસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને ફરી સવાલો ઉભા થયા છે.

  • 02 Oct 2026 09:19 AM (IST)

    વડોદરામાં ખાણીપીણીની લારીઓ અને હોટેલોમાં મનપાની તવાઈ

    વડોદરામાં ખાણીપીણીની લારીઓ અને હોટેલોમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. ખોરાક શાખાની ટીમે પૂર્વ ઝોનમાં રાત્રિના સમયે ચાલતી ખાણીપીણીની લારીઓ સહિત વિવિધ સ્થળોએ ચેકિંગ કર્યું હતું. દરમિયાન ખોડિયારનગરની સાઈ કૃપા પંજાબી ખાણામાંથી અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક ગણાતા અજીનોમોટાનો જથ્થો પણ મળી આવતા વડોદરા મનપાના આરોગ્ય વિભાગની ટીમે તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

  • 02 Oct 2026 08:05 AM (IST)

    મકરબામાં સગીરે 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો

    અમદાવાદના મકરબા વિસ્તારમાં સગીરે 12મા માળના ફ્લેટની ગેલેરીમાંથી કૂદીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. અલબ્રુજ ચાર રસ્તા નજીક આવેલા ક્લાસિક હાઈટ્સમાં બનેલી ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. સગીરે કયા કારણોસર આ પગલું ભર્યું તે હાલ અકબંધ છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

  • 02 Oct 2026 08:00 AM (IST)

    હિંમતનગરમાં પેટ્રોલપંપ પર અસામાજિક તત્વોનો આતંક

    સાબરકાંઠાના હિંમતનગરમાં પેટ્રોલપંપ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. કેટલાક યુવકો ડંડા અને પટ્ટા લઈને મારામારી કરતા જોવા મળ્યા હતા. યુવકોએ બેફામ અશ્લીલ ગાળો બોલી એકબીજા પર હુમલો કરતાં પેટ્રોલપંપ પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હિંમતનગરમાં લુખ્ખા તત્વોના વધતા ત્રાસને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

  • 02 Oct 2026 07:59 AM (IST)

    માલપુર નજીક પોલીસ અને આરોપીઓ વચ્ચે સામસામે ફાયરિંગ

    અરવલ્લીના માલપુર નજીક મોરડુંગરી વિસ્તારમાં પોલીસ અને આરોપીઓ વચ્ચે સામસામે ફાયરિંગની ઘટના બની છે. પોશડોડા ભરેલી કારને રોકવા જતા આરોપીઓએ પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં LCBની ટીમે વળતી કાર્યવાહીમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન એક આરોપીને પગમાં ઈજા થતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી એક માઉઝર પિસ્તોલ મળી આવી છે, જ્યારે કારની તપાસ દરમિયાન વધુ એક માઉઝર પિસ્તોલ મળી આવી હતી. મહત્વનું છે કે, છેલ્લા 10 દિવસમાં અરવલ્લીમાં પોલીસ અને આરોપીઓ વચ્ચે ફાયરિંગની આ બીજી ઘટના છે.

  • 02 Oct 2026 07:44 AM (IST)

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે રાજઘાટ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપી.

Published On - Oct 02,2026 7:42 AM

Follow Us
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
g clip-path="url(#clip0_868_265)">