અમરેલી શહેરમાં 170 વર્ષ જૂની ઐતિહાસિક ધરોહર રાજમહેલ હવે ફરીવાર ગૌરવશાળી બનશે. વર્ષોથી બંધ પડેલા રાજમહેલનું રાજય સરકાર 25 કરોડના ખર્ચે રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી છે. જેની કામગીરી પૂર્ણતાના આરે છે. ગાયકવાડ શાસનકાળમાં રાજમહેલમાં વિવિધ સરકારી કચેરીઓ ધમધમતી હતી. ત્યારબાદ જર્જરિત હાલતમા આ રાજમહેલ હતો. અમરેલી વાસીઓની આ રાજમહેલ સાથે લાગણીઓ જોડાય હતી. જેના કારણે રાજય સરકારના ઉર્જા મંત્રી કૌશીક વેકરીયાના પ્રયાસથી રાજય સરકાર 25 કરોડના ખર્ચે સાંસ્કૃતિ વારસો જાળવી રાખવા હવે આગામી 6 માસ સુધીમાં આ રાજમહેલને ખુલો મુકવાની તૈયારીઓ શરૂ કરી છે. શહેરની શાન રાજમહેલમાં મોટાભાગે સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં હેરીટેજ હોટલ, બેન્કવેટ હોલ અને કાફેટેરિયા જેવી સુવિધાઓ અંદર તૈયાર થઈ રહી છે.170 વર્ષ જૂની ઐતિહાસિક ધરોહર માત્ર અમરેલીજ નહિ પરંતુ સમગ્ર જિલ્લાની શાન બનશે. ગાયકવાડી રાજય સમયના આ રાજમહેલ 170 વર્ષ જુની ભવ્ય ઇમારત છે. જેમાં બે માળ છે.જેની ઉંચાઈ 10 થી 13 મીટર જેટલી છે. રાજાશાહી સમયે અહીં લોક દરબાર ભરાતો. રાજમહેલના પટાંગણમાં મહારાજા સયાજીરાવની પ્રતિમા પણ જોવા મળી રહી છે.અને રાજમહેલ નિર્માણ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા વર્ષ 1892માં કરવામાં આવ્યું હતું.