AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બહુચરાજી મંદિરના નિર્માણમાં ખંડિત પથ્થરોના ઉપયોગને લઈને વિવાદ! ધારાસભ્ય સુખાજી ઠાકોર ભડક્યા

મહેસાણાના બહુચરાજી મંદિર પરિસરમાં ચાલી રહેલા ₹76 કરોડના વિકાસકાર્યમાં બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. મંદિર પરિસર અને આસપાસના પ્રાદેશિક કામોની ગતિ તેમજ કામગીરીની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા છે. સમગ્ર મામલે બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરે સ્થળ પર કામગીરીનું નિરીક્ષણ કરી કોન્ટ્રાક્ટરની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

Breaking News: બહુચરાજી મંદિરના નિર્માણમાં ખંડિત પથ્થરોના ઉપયોગને લઈને વિવાદ! ધારાસભ્ય સુખાજી ઠાકોર ભડક્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2026 | 11:41 AM
Share

મહેસાણાના બહુચરાજી મંદિર પરિસરમાં ચાલી રહેલા ₹76 કરોડના વિકાસકાર્યમાં બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. મંદિર પરિસર અને આસપાસના પ્રાદેશિક કામોની ગતિ તેમજ કામગીરીની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા છે. સમગ્ર મામલે બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરે સ્થળ પર કામગીરીનું નિરીક્ષણ કરી કોન્ટ્રાક્ટરની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

મંદિરમાં ખંડિત પથ્થરો જડાતા ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ

ધારાસભ્યના નિરીક્ષણ દરમિયાન મંદિરના નિર્માણમાં ખંડિત પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિમેન્ટ અને અન્ય બાંધકામ સામગ્રીની ગુણવત્તા તથા નિયમો મુજબ તેનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ધારાસભ્ય સુખાજી ઠાકોરે કોન્ટ્રાક્ટરની કામગીરીમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરી સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ક્રેનથી હેન્ડલિંગ દરમિયાન પથ્થરો ડેમેજ થયાનો એજન્સીનો સ્વીકાર

ખંડિત પથ્થરોના મુદ્દે એજન્સી તરફથી ક્રેન દ્વારા હેન્ડલિંગ દરમિયાન કેટલાક પથ્થરો ડેમેજ થયા હોવાનું સ્વીકારવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, ધારાસભ્યએ આવા પથ્થરોનો ઉપયોગ મંદિરના નિર્માણમાં કરવામાં આવ્યો હોવા અંગે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. યાત્રાધામના વિકાસકાર્યમાં બાંધકામની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય તેવી માંગ કરવામાં આવી છે.

PMCની કામગીરી સામે પણ સવાલો

આ સમગ્ર પ્રોજેક્ટમાં ગુણવત્તા જાળવવા અને કામગીરીની દેખરેખ રાખવાની જવાબદારી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC)ની છે. ધારાસભ્યના આક્ષેપ મુજબ, સ્થળ પરની નબળી કામગીરી અંગે PMC સુપરવાઈઝર તરફથી ટેકનિકલ કારણો રજૂ કરવામાં આવ્યા હતા અને કામ યોગ્ય રીતે ચાલી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મુદ્દે પણ ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી હતી.

યાત્રાધામ વિકાસ બોર્ડે તપાસ રિપોર્ટ માંગ્યો

બહુચરાજી મંદિરના વિકાસકાર્યમાં ગુણવત્તા અને કામગીરી અંગે ઉઠેલા સવાલોને પગલે યાત્રાધામ વિકાસ બોર્ડે સમગ્ર મામલે તપાસ રિપોર્ટ માંગ્યો છે. હવે તપાસમાં બાંધકામમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા, ખંડિત પથ્થરોના ઉપયોગ તેમજ કામગીરીની દેખરેખ અંગેની જવાબદારી નક્કી કરવામાં આવે છે કે નહીં તેના પર નજર રહેશે.

આ પણ વાંચો- Breaking News : આજે 2 ઓક્ટોબર ‘No UPI Day’, બહાર નીકળો તો રોકડા પૈસા સાથે રાખજો, જાણો કારણ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">