174 લોકોના જીવ બચાવનાર સ્મિત મચ્છર કોણ છે? તેના પરિવાર વિશે જાણો
30 સપ્ટેમ્બર 2026ના રોજ બનેલી ઘટનાને લોકો વર્ષો સુધી ભૂલશે નહી. ફ્લાયદુબઈ ફ્લાઇટમાં હિંસક કોકપીટ હુમલામાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર ગંભીર રીતે ઈજાગ્સ્ત થયો હતો. ચાલો આજે સ્મિત મછારની ખાસ માહિતી વિશે જાણીએ.

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી બોઈંગ 37 MAX 8 ફ્લાઈટ FZ1073ને સાઉદી અરબના તબુકની તરફ વાળ્યું હતુ. કારણ કે, કથિત રીતે આ વિમાન અચાનક 14,000 ફીટ નીચે આવ્યું હતુ.

આરોપ છે કે, કો પાયલટે કોકપીટમાં મચ્છર પર હુમલો કર્યો હતો. તેમજ વિમાન ક્રેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. અંદાજે 34 હજાર ફીટની ઉંચાઈ પર થયેલી આ ઘટના દરમિયાન વિમાન સ્પીડમાં નીચે આવ્યું હતુ. હાઈજેક થયાની શક્યતા ઉભી થઈ હતી.

ફ્લાયદુબઈના બહાદુર પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરનો પરિવાર જુઓ

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા છતાં સ્મિતે હિંમત હારી નહી. તેમણે કોકપીટનો દરવાજો અનલોક કર્યો હતો અને મદદ માટે અવાજ કર્યો હતો.

આ દરમિયાન યાત્રિકો અને ક્રૂએ હુમલાખોર પર કાબુ મેળવ્યો હતો. વિમાનને સઉદી અરબના તબુક ડાયવર્ટ કરવામાં આવ્યું હતુ. અહી સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં 174 લોકો સવાર હતા.

સ્મિતનો પરિવાર મૂળ સાવરકુંડલાના વઢવાણનો રહેવાસી છે, પરંતુ સ્મિતના જન્મ પહેલાં તેના પિતા ઘાટકોપર, મુંબઈ રહેવા ગયા હતા. સ્મિતનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો.

સ્મિતના સસરા, જયસુખ જોગી પણ ઘાટકોપર, મુંબઈમાં રહે છે. સ્મિતના માતાપિતા ઉપેન્દ્ર મચ્છર અને ગીતા મચ્છર છે. તેમનો પરિવાર સ્વસ્તી હાઇટ્સ, તિલક નગર, મુંબઈમાં રહે છે.

સ્મિતના પિતા બિઝનેસમેન હતા. સ્મિતની પત્ની સોનલ છે. સ્મિત અને સોનલને બે બાળકો છે. એક પુત્રી, જીવા, જે પાંચ વર્ષની છે, અને એક પુત્ર, ક્રિશ, જે બે વર્ષનો છે.

39 વર્ષનો સ્મિત મચ્છર ઘાટકોપર ઈસ્ટમાં એક બિઝનેસમેનના પરિવારમાં મોટો થયો છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, તેમણે ટેક્સટાઈલ એન્જિન્યરીંગ કોર્સમાં એન્ટ્રી લીધી હતી. પરિવારનો બિઝનેસ સંભાળવાનો પ્લાન બનાવ્યો હતો.

પરંતુ 2011થી મુંબઈથી સ્પાઈસ જેટ માટે 11 વર્ષ સુધી કામ કર્યું નવેમ્બર 2020માં લાઈન ટ્રેનિંગ કેપ્ટન બન્યો. આ ભૂમિકામાં તેમણે બીજા પાયલોટોને ટ્રેનિંગ આપવાની હતી.

CNNના રિપોર્ટ મુજબ, તે જૂન 2022માં ફ્લાયદુબઈમાં જોડાવા માટે દુબઈ ગયો, જ્યાં તે તેના બે બાળકો અને પત્ની સાથે રહે છે.

2025 ના પોડકાસ્ટમાં, તેણે કામ અને ઘરને અલગ રાખવા વિશેવાત કરતા કહ્યું, જ્યારે હું મારો યુનિફોર્મ પહેરું છું, ત્યારે કોઈ બકવાસ કરતો નથી, ફક્ત મારું કામ કરું છું.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
