Breaking News: 2027 ODI વર્લ્ડ કપ માં ભારત-પાકિસ્તાનની 3 વખત થશે ટક્કર ? 10 ઓક્ટોબર બાદ આ દિવસે ફરી સામ-સામે
વર્લ્ડ કપ 2027માં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે, તેથી બંને ટીમો વચ્ચે 10 ઓક્ટોબરે પ્રથમ ટક્કર થશે. જોકે, આ મુકાબલો છેલ્લો નહીં હોય. બંને ટીમો સુપર 7માં પહોંચે તો ફરી સામ-સામે આવી શકે છે. ત્યારબાદ સેમિફાઇનલ કે ફાઇનલમાં પણ બંને વચ્ચે ટક્કરની શક્યતા બની શકે છે.

વર્લ્ડ કપ 2027માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ ટક્કર 10 ઓક્ટોબરે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ગ્રુપ-Aનો ભાગ હશે, જેમાં બંને ટીમો સાથે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને ક્વોલિફાયર-A પણ છે.

ભારત-પાકિસ્તાનની પહેલી ટક્કર 10 ઓક્ટોબરે થશે અને આ મેચને લઈને અત્યારથી જ ભારે ઉત્સાહ છે. જોકે, બંને ટીમો અહીંથી આગળ વધે તો ક્રિકેટ ચાહકોને બીજી વખત પણ આ હાઈવોલ્ટેજ મુકાબલો જોવા મળી શકે છે.

ગ્રુપ સ્ટેજ બાદ ટોચની ત્રણ ટીમો ઉપરાંત બંને ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી ટીમોમાંથી વધુ પોઈન્ટ ધરાવતી ટીમ સુપર 7માં પહોંચશે. આ રાઉન્ડમાં ભારતને A1 અને પાકિસ્તાનને A3 તરીકે પહેલેથી સીડ કરવામાં આવ્યા છે.

સુપર 7માં ભારત અને પાકિસ્તાનની બીજી ટક્કર 7 નવેમ્બર 2027ના રોજ કેપટાઉનમાં નિર્ધારિત છે. બંને ટીમો સુપર 7 માટે ક્વોલિફાય કરે તો આ મુકાબલો નિશ્ચિત રીતે રમાશે, કારણ કે તેમની સીડિંગ પહેલેથી નક્કી છે.

વર્લ્ડ કપ 2027માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી મેચ 7 નવેમ્બરે થઈ શકે છે, પરંતુ ત્યારબાદ સેમિફાઇનલમાં પણ બંનેનો સામનો થઈ શકે છે. સુપર 7ના અંતે ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે અને ત્યાં ક્રોસ-મેચના કારણે ભારત-પાકિસ્તાનની ટક્કરની શક્યતા રહેશે.

જો બંને ટીમો સેમિફાઇનલમાં અલગ-અલગ મુકાબલા જીતીને ફાઇનલમાં પહોંચે, તો વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ શકે છે. જોકે, આ શક્યતા બંને ટીમોના ટૂર્નામેન્ટમાં પ્રદર્શન પર નિર્ભર રહેશે.

વર્લ્ડ કપ 2027માં કુલ 14 ટીમો ભાગ લેશે અને મુખ્ય ટૂર્નામેન્ટ 2 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી ચાલશે. ગ્રુપ સ્ટેજ બાદ સુપર 7, ત્યારબાદ 17 અને 18 નવેમ્બરે સેમિફાઇનલ તથા 21 નવેમ્બરે જોહાનિસબર્ગમાં ફાઇનલ રમાશે.

ભારત-પાકિસ્તાનની પહેલી ટક્કર 10 ઓક્ટોબરે, બીજી સંભવિત ટક્કર 7 નવેમ્બરે અને ત્યારબાદ નોકઆઉટમાં વધુ એક મુકાબલાની શક્યતા છે. એટલે વર્લ્ડ કપ 2027માં ચાહકોને બંને હરીફો વચ્ચે મહત્તમ ત્રણ વખત ટક્કર જોવા મળી શકે છે, પરંતુ તેના માટે બંને ટીમોએ દરેક તબક્કામાં ક્વોલિફાય કરવું પડશે. (PC:PTI/X)
Breaking News Asian Games 2026: પાકિસ્તાન સામેની ફાઈનલ મેચમાં વૈભવ સૂર્યવંશી પર ભરોસો કરવો મુશ્કેલ, જાણો કેમ?
