સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં, NE-4 પર સાઈડમાં પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO એક્શનમાં આવ્યુ છે. NE-4 પર સાઈડમાં પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી. ધારાસભ્યના પત્ર બાદ RTO વિભાગ જાણે સફાળુ જાગ્યુ અને માર્ગ સલામતી સામે જોખમ ઉભુ કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી.
સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીના લેટર બોંબ બાદ RTO વિભાગ એક્શનમાં આવ્યુ છે અને માર્ગ સલામતીને જોખમ ઉભુ કરતા વાહનો સામે કાર્યવાહી હાથ ધરી છે. અનધિકૃત સફેદ LED હેડલેમ્પવાળા વાહનો પાસે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી. બીજી તરફ NE-4 પર સાઈડમાં પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરી. કૂલ મળીને RTO 77 વાહનો સામે કાર્યવાહી કરી 2 લાખનો દંડ વસુલ્યો છે.
સુરત ટ્રાફિક પોલીસની કામગીરી સામે કુમાર કાનાણી એ નારાજગી વ્યક્ત કરતા કમિશનરને પત્ર લખ્યો હતો. જેમા જણાવ્યુ હતુ કે ટ્રાફિક પોલીસ માત્ર ટુ-વ્હીલર ચાલકો પાસેથી જ દંડ કેમ વસુલે છે. શહેરમાં 800 થી વધુ CCTV કેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં છે. પોલીસના ટોળા ઉભા રહી માત્ર ઉઘરાણા કરતા હોવાનો આરોપ લગાવ્યો. ટ્રાફિક સમસ્યાને નિવારવા સિગ્નલનું યોગ્ય સંચાલન અને અમલીકરણ થવુ જોઈએ. જનસુરક્ષા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતા મેઈન્ટેનન્સ પર ધ્યાન કેમ અપાતુ નથી તેવો સવાલ કુમાર કાનાણીએ કર્યો હતો.
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી તેમના આકરા વલણ અને પત્રવ્યવહારને કારણે ચર્ચામાં રહે છે. અગાઉ તેમણે ટેક્સ્ટાઈલ અને એમ્બ્રોઈડરી ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના વેપારીઓના પ્રશ્નોને લઈને ધારાસભ્યે સુરત મનપા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી હતી.
Input Credit- Baldev Suthar- Surat
દુબઈની ફ્લાઈટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરતા પહેલા ઓમાની પાયલટ શું બોલ્યો? આ કથિત આતંકી પાયલોટનું નામ કેમ જાહેર નથી કરાયુ?
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન