Health Tips : ગેસ અને અપચાથી મેળવો કાયમી રાહત, આદુનો આ રીતે કરો ઉપયોગ !
ગેસ, અપચો અને પેટના દુખાવામાં રાહત મેળવવા માટે આદુ જેવા ઘરગથ્થુ ઉપાયોનો પરંપરાગત રીતે ઉપયોગ કરવામાં આવે છે. આદુની ચા અથવા આદુ-લીંબુનું મિશ્રણ પાચનમાં મદદરૂપ માનવામાં આવે છે. જ્યારે સૂંઠ અને અન્ય ઘટકોના ચોક્કસ મિશ્રણો પણ પરંપરાગત ઉપચારમાં વપરાય છે.

ભોજન પછી આદુ ખાવાથી ગેસ, અપચો અને એસિડિટીથી રાહત મળી શકે છે. ગેસની સમસ્યમાં આદુના રસને હુંફાળા દૂધમાં મિક્સ કરીને પીવું ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી શરીરને રાહત મળી શકે છે. (Image Sources | iStock)

તમે આદુને પીસીને અથવા છીણીને તેની પેસ્ટ બનાવી શકો છો. ત્યારબાદ તેને દૂધ સાથે લઈ શકાય છે. તેનાથી પેટનો ગેસ બહાર નીકળવામાં મદદ મળી શકે છે અને રાહત મળી શકે છે. (Image Sources | iStock)

25 ગ્રામ છાલ વગરના કાળા તલ, 100 ગ્રામ ગોળ અને 50 ગ્રામ સૂંઠનું ચૂર્ણ મિક્સ કરી લો. તેમાંથી 2થી 5 ગ્રામની માત્રા દૂધ સાથે લેવાથી ગેસની સમસ્યામાં રાહત મળી શકે છે. તેનાથી આંતરડાની સમસ્યાઓમાં પણ લાભ થતો હોવાનું માનવામાં આવે છે. (Image Sources | iStock)

સૂંઠ અને એરંડના મૂળનો 25થી 50 મિલી ઉકાળો બનાવી તેમાં 25 મિલિગ્રામ હિંગ અને 1 ગ્રામ સૌવર્ચલ મીઠું ભેળવીને પીવાથી પેટના દુખાવામાં રાહત મળી શકે છે. (Image Sources | iStock)

થોડું તાજું આદુ છીણીને તેમાં થોડા ટીપાં લીંબુનો રસ ઉમેરી શકાય છે. ભોજન પહેલાં અથવા પછી ઓછી માત્રામાં લેવાથી પાચનમાં મદદ મળી શકે છે અને ગેસ તથા અપચામાં રાહત મળતી હોવાનું માનવામાં આવે છે. (Image Sources | iStock)

આદુના થોડા ટુકડા પાણીમાં ઉકાળીને ગરમ આદુની ચા બનાવી શકાય છે. તેને ધીમે-ધીમે પીવાથી પાચન સુધારવામાં અને પેટમાં ભરાયેલા ગેસથી રાહત મેળવવામાં મદદ મળી શકે છે. (Image Sources | iStock)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. ગેસ વારંવાર થતો હોય, ખૂબ દુખાવો હોય અથવા અન્ય લક્ષણો સાથે રહેતો હોય તો ઘરેલુ ઉપાય કરતાં ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય છે. (Image Sources | iStock)
આ પણ વાંચો, શું કોઈ પાકિસ્તાની પાઇલટ ભારતમાં વિમાન ઉડાવી શકે? જાણો શું છે નિયમ
