નવરાત્રીના પર્વ માટે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં નવરાત્રી ગરબા પંડાલોમાં સુરક્ષા, સનાતન સંસ્કૃતિ અને પરંપરા જાળવવા માટે વિવિધ આયોજકો અને સંગઠનો દ્વારા આવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.જેમાં વડોદરા શહેરમાં નવલખી મેદાનમાં ક્રેડાઇના નવરાત્રી ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે.જ્યાં બોક્સ ઓફિસ બહાર તિલક નહિં તો એન્ટ્રી નહિંનું બોર્ડ લાગતા ભારે ચર્ચા થઈ રહી છે.ગરબા સ્થળ પર કોઈ વિધર્મી કે અસામાજિક તત્વો ઘૂસી ના જાય તે માટે ગત વર્ષે પણ આ નિયમનું પાલન કરાવવામાં આવ્યું હોવાનો દાવો છે.ત્રીજા વર્ષે પણ આ જ પ્રકારે તિલક નહીં તો પ્રવેશ નહીં ના બોર્ડ લગાવવામાં આવ્યા છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના નવલખી મેદાનમાં ખેલૈયાઓને તિલક વગર એન્ટ્રી મળશે નહિં તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા છે.. ગરબા આયોજકો દ્વારા નવરાત્રી પહેલા તમામ તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.