Breaking News : ખૂબ ખરાબ રીતે મારીશ… ભારતીય પાઇલટ સ્મિત માટે ટ્રમ્પે આપી ઈરાનને ધમકી, કહ્યું ટેન્શન ન લો કામ ચાલુ છે !
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતીના આધારે, ફ્લાયદુબઈના કો-પાયલોટનું ઈરાન સાથે જોડાણ છે. જોકે, સત્તાવાર માહિતી હજુ સુધી મળી નથી. કો પાયલટે છરી મારી અને વિમાનનો નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈ ફ્લાઇટમાં બનેલી ઘટના અંગે ઈરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતીના આધારે, ફ્લાયદુબઈના કો-પાયલોટનું ઈરાન સાથે કનેક્શન છે. જોકે અધિકારીઓ આ બાબતની તપાસ કરી રહ્યા છે. જો આમાં ઈરાનની સંડોવણી સાબિત થશે તો અમેરિકી કાર્યવાહી થઈ શકે છે.
મીડિયાએ ટ્રમ્પને પૂછ્યું કે શું ફ્લાયદુબઈની ફ્લાઇટ પર હુમલો કરનાર વ્યક્તિ અને ઈરાન વચ્ચે કોઈ સંભવિત સંબંધ અંગે તેમને માહિતી આપવામાં આવી છે? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે અને તેઓ તેના વિશે સંપૂર્ણ માહિતી આપશે. ટ્રમ્પે કહ્યું કે તેને અત્યાર સુધી જે માહિતી મળી છે તેના આધારે જવાબ હા છે. પરંતુ તપાસ હજુ ચાલુ છે.
ચિંતા ન કરો, હું ખૂબ ખરાબ રીતે મારીશ: ટ્રમ્પ
ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે જો આ હુમલા પાછળ ઈરાન જવાબદાર હોવાનું સાબિત થશે તો શું અમેરિકા ઈરાન સામે કાર્યવાહી કરશે, ત્યારે ટ્રમ્પે સીધો જવાબ આપ્યો, ચિંતા ન કરો, હું ખૂબ ખરાબ રીતે મારીશ. ત્યારબાદ તેને પૂછવામાં આવ્યું કે શું તે વ્યક્તિને IRGC દ્વારા પ્લેનમાં મોકલવામાં આવ્યો હોઈ શકે અથવા પ્લેનને તોડી પાડવાનો પ્રયાસ કરતા પહેલાં તેને કોઈ અન્ય રીતે કટ્ટરપંથી બનાવવામાં આવ્યો હોઈ શકે? ટ્રમ્પે જવાબ આપ્યો કે હા, આવું થઈ શકે છે.
બેન્જામિન નેતન્યાહૂએ ઈરાનની સંડોવણી વિશે શું કહ્યું?
ટ્રમ્પનું આ નિવેદન ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નિવેદન બાદ આવ્યું છે. નેતન્યાહૂએ કહ્યું હતું કે કો પાઇલટનો ઈરાન સાથે કોઈ સંબંધ હતો કે નહીં, તે અંગે અત્યારે નિશ્ચિતપણે કહેવું વહેલું રહેશે. આ પહેલાં ઇઝરાઇલના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મિકલ માયાને કો-પાઇલટ પર ઇસ્લામિક કટ્ટરપંથી વિચારધારાના પ્રભાવ અંગે પૂછાયેલા સવાલોના જવાબમાં જણાવ્યું હતું કે તપાસકર્તાઓ વૈચારિક કારણો, સંભવિત સાથીદારો અને અગાઉથી કરવામાં આવેલા આયોજન સહિતના તમામ પાસાંની સક્રિય રીતે તપાસ કરી રહ્યા છે. જોકે, તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે.
માયાને કહ્યું કે વડાપ્રધાન નેતન્યાહૂએ ઓમાનના પાઇલટ પર ઇસ્લામિક કટ્ટરપંથી વિચારધારાના પ્રભાવની વાત કરી હતી અને તપાસમાં આ પાસાને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે. જોકે, હાલ તમામ શક્યતાઓની તપાસ થઈ રહી છે. તેમણે કહ્યું કે આ કેસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. તપાસમાંથી કેટલીક માહિતી મળી છે. પરંતુ હાલમાં તેનાથી વધુ વિગતો આપવામાં આવે તેમ નથી.
પીએમ મોદી, નેતન્યાહૂ અને ટ્રમ્પે સ્મિતને ગણાવ્યું હીરો
આ દરમિયાન, વિશ્વભરના નેતાઓ વિમાનના પાયલટ સ્મિતની પ્રશંસા કરી રહ્યા છે. ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ અને યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્મિતની પ્રશંસા કરી છે. સ્મિતને સાચો હીરો કહ્યું છે. વધુમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ પણ સ્મિતને હીરો કહ્યું હતું અને તેના પરિવાર સાથે ફોન પર વાત કરી હતી. કો પાયલટે સ્મિત પર છરીથી હુમલો કર્યો હતો. પરંતુ સ્મિતે કો પાયલટને વળતો જવાબ આપ્યો હતો અને વિમાન ક્રેશ કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યું.
ફ્લાયદુબઈ ફ્લાઇટનો મામસો શું છે?
ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની. ફ્લાઇટનો પાઇલટ, કેપ્ટન સ્મિત પર તેના કો પાઇલટે હુમલો કર્યો હતો. કો પાયલટે છરી મારી અને વિમાનનો નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઇજાઓ હોવા છતાં, સ્મિત કોકપીટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યો. જેનાથી મુસાફરો અને ક્રૂના લોકો પાયલટનો બચાવ કરવા માટે સફળ રહ્યા. ત્યારબાદ વિમાનને ડાયવર્ટ કરવામાં આવ્યું અને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર કટોકટી ઉતરાણ કરવામાં આવ્યું. પાયલટ સ્મિત હવે ખતરાની બહાર છે અને અબુ ધાબીમાં સારવાર ચાલું છે.
